________________
પ્રશમરતિ વિવેચન સહિત જ પ્રમાણે દેવાધિદેવ શ્રી તીર્થકરની પ્રાર્થના વગેરે કરવાં. જનભક્તિ અને જિનભક્તિ બંને પાઠ લેવા.
ઉપગ્રહ--આનો અર્થ કેશકાર ઉપગ આપે છે, એટલે તેઓને જે કામ હોય તેમાં ઉપગી થવું, તેમને ભેજન લાવી આપવું, પાણી લાવી આપવું અને તેમને બીજી રીતે બને તેટલા ઉપગી થવું.
સમાધિકરણ–તેઓને સુખશાતા થાય, તેઓની તંદુરસ્તી જળવાય તેવી રીતે વર્તવાથી, તેમને સમાધિ, સુખશાંતિ અને મન:શાંતિ થાય. આ ગાથામાં આરાધનતત્પર માણસે કરવાના ત્રણ કાર્ય બતાવ્યા. બીજા જે એવા કામમાં જોડાયેલા હોય તેમની અથવા તીર્થપતિની ભક્તિ કરવી, બીજુ તેમને ઉપગી થવું અને ત્રીજુ તેઓને સમાધિ થાય તે રીતે પિતે વર્તવું. આ ઉપાયથી આરાધનાતત્પર વ્યક્તિ જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના કરી શકે છે. (૨૩૪)
આ રીતે પ૬પમાં પૃષ્ઠથી શરૂ થતું પ્રકરણ અત્ર પૂરું થયું. આ દશમું પ્રકરણ પ્રમાણમાં નાનું છે, પણ એમાં મુદ્દાસરની હિત કરનારી વાત કરી છે. પ્રથમ સ્થાને તેમાં દર્શનને છે, પછી જ્ઞાનને અને છેલ્લું સ્થાન છે ચારિત્રને. છતાં કમ એમ જણાય છે કે ચારિત્ર હોય તે દર્શન અને જ્ઞાન હોવા જ જોઈએ, પણ દર્શન અને જ્ઞાન હોય તે ચારિત્ર ન પણ હોય. આ બહુ વિચારવા જેવી વાત છે. પણ વિચાર કરતાં ઘાટ બેસી જાય તેમ છે. - નિશ્ચયનયની દૃષ્ટિએ જ્ઞાન દર્શન અને ચારિત્ર આત્માના મૂળ ગુણે છે પણ તે આવાઈ ગયેલા છે, કમે એના ઉપર આછાદન કરી દીધું છે અને અત્યારના વ્યવહારમાં એ પુદગળમાં રાચીમાચી રહેલ છે. એ સગાંઓનાં વેધ જાળવે છે અને પૌગલિક વસ્તુઓમાં આનંદ માને છે અને વિયેગ થયે અને ખાસ કરીને ઈષ્ટ જનના વિયેગે એ શોક કરે છે, પણ એ લક્ષમાં લેતે નથી કે વહેલાંમડાં એ જ રસ્તે પિતાને લેવાને છે. આ તેનું વસ્તુસ્થિતિનું અજ્ઞાન બતાવે છે, અથવા વિચારની ગેરહાજરી સૂચવે છે. પણ એના મૂળ ગુણે પ્રયાસસિદ્ધિ પ્રાપ્તવ્ય છે. જેમ સેનામાં રહેલું સુવર્ણત્વ અગ્નિથી ધમવા દ્વારા પ્રગટ કરવાનું છે, પણ તે પ્રયાસસિદ્ધ છે, તેમ જ આત્માના દર્શન જ્ઞાન અને ચારિત્ર ગુણો પ્રયાસથી સિદ્ધ થઈ શકે છે, તે માટે એણે પ્રયાસ કરવો જોઈએ. આ વિષયકષાયની મંદતા, પરોપકાર અને સક્રિયાથી એ પ્રયાસસાધ્ય ગુણે પુરુષાર્થ દ્વારા મેળવવા યોગ્ય છે, પ્રગટ કરવા યંગ્ય છે, પ્રાપ્ત કરવા યંગ્ય છે. એક દષ્ટિએ આ સર્વ પ્રયાસ—આપણે જે કરીએ છીએ તે–એ ગુણ પ્રકટ કરવા માટેના જ છે. - પૌગલિક વસ્તુમાં આનંદ કેટલે વખત ટકે છે? કદાચ વસ્તુ સડી પડી કે વિખ રાઈ ન જાય તે વધારેમાં વધારે એ આજીવન ચાલે, પણ અંતે તે તે અહીને અહીં જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org