________________
૫૮૨
પ્રશમરતિ વિવેચન સહિત દશ યતિધર્મોની વિગતે અગાઉ સાતમા પ્રકરણમાં આવી ગયેલ છે. ત્યાંથી જોઈ લેવાની ભલામણ કરવામાં આવે છે. અત્ર પુનરાવર્તન કરી તેમનાં નામો લખ્યાં નથી. આરાધક, સેવા કરનાર અને ગુણપ્રાપ્તિમાં ઉક્ત આવા પ્રકારના હોય, દુનિયા શું કહે છે તેની તેને કાંઈ પડેલી હોતી નથી. (૨૩૨) આરાધનાના પ્રકારઃ ત્રણ– .
आराधनास्तु तेषां तिस्रस्तु जघन्यमध्यमोत्कृष्टाः ।
जन्मभिरष्टत्र्येकः सिद्धयन्त्याराधकास्तासाम् ॥२३३।। અર્થ--તે (જ્ઞાન, દર્શન અને ચારિત્રની) સેવના ત્રણ પ્રકારની છેઃ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. અને આરાધના કરવાવાળા આઠ જન્મ, ત્રણ જમે અથવા એ જ ભવમાં સિદ્ધ ગતિને પામે છે. (૨૩૩)
વિવેચન–આ ગાથામાં જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના કરનારા કેવા હોય, કે હોય તેના પ્રકારે બતાવે છે. તે ઉપરથી તેમના આરાધકને શોધી લેવા.
આરાધના–નિષાદન, સમાપ્તિ, સિદ્ધિ. એ જ્ઞાન, દર્શન, ચારિત્રની પ્રાપ્તિ કરવી એ જ એની સિદ્ધિ છે. આત્મા નિશ્ચયથી એના મૂળ ગુણનું નિષ્પાદન કરે છે, એ જ એની આરાધના છે. દર્શન મળવું, જ્ઞાન પ્રાપ્ત કરવું અને સમકિત ધારણ કરવું એ જ એની આરાધના છે, એ જ એની સેવા છે.
તિસ-ત્રણ પ્રકારની એ આરાધના છે. એ ત્રણ પ્રકારની વિગત આ ગાથામાં જ ગ્રંથક્ત આપે છે.
જઘન્ય–આરાધના કરનાર પ્રાણી આઠ ભવે સિદ્ધિ પામે તે એને સર્વથી નીચી સંખ્યાને હલકા પ્રકારને આરાધક છે, એમ સમજવું. એ પ્રાણ વચ્ચે દેવને ભવ કરી મનુષ્યના સારા ભવ કરે, પણ એ તિર્યંચ નારકો જેવી દુર્ગતિએ તે ન જ જાય.
મધ્યમ–આરાધકમાં જે મધ્યમ પ્રકારનું હોય, તે ત્રણ ભવે સિદ્ધ ગતિને પામે. આવા મધ્યમ કક્ષાના પ્રાણને એ ભવ ઉપરાંત એક દેવગતિને ભવ કરી પાછો ત્રીજે ભવે સિદ્ધ થાય છે. આ મધ્યમ પ્રકારના છ જાણવા.
ઉત્કૃષ્ટ—ઊંચામાં ઊંચા આરાધકે તે જ ભવમાં સીધા મેલનગરે પહોંચે છે. તેમને એક જ ભવ થાય છે. ગૌતમસ્વામી વગેરે ઘણા તે જ ભવમાં સિદ્ધપદને પામ્યા છે, તે ઉત્કૃષ્ટ આરાધકના વિભાગમાં આવે છે.
તાસામ–એટલે જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના કરનારાના આ રીતે ત્રણ પ્રકાર છે. એ વાત બહોળતાએ સમજવી અને ઘણે ભાગે એવા જ હોય છે તેમ જાણવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org