________________
પ્રશમરતિ વિવેચન સહિત સ્વરૂપમણુતા થવી તે ચારિત્ર છે. રાગદ્વેષની અને યુગની નિવૃત્તિ થવાથી એ સ્વરૂપરમાણુતારૂપ ચારિત્ર થાય છે.
આ જ્ઞાન, દર્શન અને ચારિત્ર પરિપૂર્ણ દશામાં પ્રાપ્ત થાય ત્યારે સંપૂર્ણ મેક્ષને સંભવ છે, અન્યથા નહિ. એક પણ સાધન જ્યાં સુધી અપૂર્ણ હોય છે ત્યાં સુધી પરિપૂર્ણ મિક્ષ થઈ શકતું નથી. દાખલા તરીકે સમ્ય દર્શન અને સમ્યમ્ જ્ઞાન પરિપૂર્ણ રૂપમાં પ્રાપ્ત થઈ જાય છે, છતાં સંપૂર્ણ રાત્રિની અપૂર્ણતાને લીધે તેરમા ગુણસ્થાનકમાં પૂર્ણ મક્ષ અર્થાત્ અશરીર સિદ્ધિ અથવા વિદેહ મુક્તિ થતી નથી. અને ચૌદમા ગુણસ્થાનકમાં શૈલેશી અવસ્થારૂપ પરિપૂર્ણ ચારિત્ર પ્રાપ્ત થતાં જ ત્રણે સાધનની પરિપૂર્ણતાના બળથી પૂર્ણ મોક્ષ થાય છે. શૈલેશી અવસ્થા એટલે આત્માની એ અવસ્થા કે જેમાં ધ્યાનની પરાકાષ્ઠાના કારણથી મેરુ સરખી નિષ્પકંપતા કે નિશ્ચળતા આવે છે. અહીં આપણને આ ઉપાયેના સાહચર્ય સંબંધમાં કેટલાક વિચાર આવે છે.
ઉપરના ત્રણે સાધનોમાંથી પહેલાં બે એટલે કે સમ્યગુ દર્શન અને સમ્યગ જ્ઞાન અવશ્ય સહચારી હોય છે. જેમ સૂર્યને તાપ અને પ્રકાશ એકબીજાને છોડીને રહી શકતા નથી, તેમ સમ્યગ દર્શન અને સમ્યગૂ જ્ઞાન એકબીજા સિવાય રહેતાં નથી. પરંતુ સમ્યગ ચારિત્રની સાથે તેમનું સાહચર્ય અવયંભાવી નથી, કારણ કે સમ્યગ ચારિત્ર સિવાય પણ કેટલાક સમય સુધી સભ્ય દર્શન અને સમ્યગ જ્ઞાન જેવામાં આવે છે. આમ હોવા છતાં પણ ઉત્ક્રાંતિના ક્રમ પ્રમાણે સમ્યફ ચારિત્ર માટે એવો નિયમ છે કે જ્યાં તે હોય ત્યાં એની પૂર્વેનાં સભ્ય દર્શન અને સમ્યગુ જ્ઞાન અને સાધન અવશ્ય હોય છે. આ પ્રમાણે પંડિત સુખલાલજી તત્વાર્થાધિગમના (૧.૧)ના વિવેચનમાં જણાવે છે. આ સાહચર્ય સંબંધમાં કોઈકોઈને મતભેદ પણ છે એ પંડિત સુખલાલજીએ સદર સૂત્રની ધમાં બતાવેલ છે.
મોક્ષને માટેનાં તે સાધને આપણું પૂરતાં છે, બાકી સાધ્ય અને સાધનમાં તફાવત નથી. આપણે સાધકે છીએ એની નજરે એ જ્ઞાન, દર્શન, ચારિત્ર જે સમ્યફ પ્રકારના હોય તે તે સાધન તરીકે કામ કરે છે, સિદ્ધની અપેક્ષાએ નહિ જ. આ શાસ્ત્ર સાધકને માટે છે સિદ્ધને માટે નથી; આથી આમાં સાધકને માટે ઉપયોગી એવા સાધ્ય સાધનના ભેદનું જ કથન છે. મોક્ષથી સાચું સુખ નિરંતર સદા માટે મળે છે. તેથી એ મોક્ષ સાધકને પ્રાપ્તવ્ય છે, અને તેટલા માટે સાધકની નજરે આ સર્વ સાધને બતાવ્યાં છે.
- સાંસારિક સુખ ઈચ્છાને તૃપ્ત કરવાથી થાય છે. ઈચ્છા તે એક પૂરી ન થાય ત્યાં અનેક ઊભી થાય છે. સંતેષ એ જ સાચું સુખ છે. મોક્ષમાં ઈચ્છાઓને અભાવ થઈ જાય છે અને સ્વાભાવિક સંતેષ પ્રકટ થાય છે. આપણે-સાધકને પ્રયત્ન એ સાચા સુખને મેળવવાને છે. તેટલા માટે સાધનોની સાહચર્યતા આપણે અંગે બતાવવામાં આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org