SearchBrowseAboutContactDonate
Page Preview
Page 590
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગૂ દર્શન, જ્ઞાન, ચરિત્ર પ૬૭ આમાં સમ્યગ દર્શનને પ્રથમ સ્થાન સાધન તરીકે આપવામાં આવ્યું છે. યથાર્થ રૂપથી પદાર્થોને નિશ્ચય કરવાની જે રુચિ તે સંખ્યત્ દર્શન છે—તત્ત્વાર્થશ્રદ્ધાને સ રના (૧૨) સૂત્રને એ અર્થ છે. આ ઘણી ઉપયોગી અને મૂલાંતગત હકીક્ત હોઈ એ સારી રીતે ચર્ચાવિચારણા માગે છે. બાણુ અને મયૂર ભટ્ટની વાર્તામાં કાર વૃત્તિના પાંચસો પિઠીઆ ભરેલા જણાવેલ છે. હવે કાર વૃત્તિના પાંચસે પાડા ઉપાડે તેટલા ગ્રંથે હોય તે પછી આ એક સૂત્ર પર જેટલે વિસ્તાર કરે હોય તેટલે થઈ શકે. આ આત્માના મૂળ ગુણ હોવાથી તેમને બરાબર સમજી લેવા અને તેમની હૃદયમાં ધારણ કરવી, કારણ કે અંતે મેક્ષ અપાવનાર સાધન આ છે અને મોક્ષ છેવટનું સાધ્ય છે. આ વિષયની અગત્ય સમજી તે પર સારી રીતે ધ્યાન આપવાનું લક્ષ ખેંચવામાં આવે છે. વ્યાવહારિક-સાંસારિક સુખ કરતાં મોક્ષનું સુખ ભારે મોટું છે, અનંતગણું છે, તે મેળવવા આપણે પ્રયાસ છે. તે જે મેળવવા આપણે મથતા હોઈએ તે કેવું છે? શું છે? તે બરાબર વિવેચનપૂર્વક સમજી લેવું જોઈએ, કારણ કે આપણે અંતે તે લેવું છે. તે લેવાની વસ્તુને બરાબર ઓળખી લેવી જોઈએ. સમ્યક્ત્વના બે પ્રકાર एतेष्वध्यवसायो योऽर्थेषु विनिश्चयेन तत्त्वमिति । सम्यग्दर्शनमेतत्तु तन्निसर्गादधिगमाद्वा ॥२२२॥ અથ_એ નવ તો પરત્વે તે તત્ત્વ છે એ નિર્ણયપૂર્વકને જે વિચાર તે સમ્યક્ દર્શન. એ બે પ્રકારે થાય છે : એક કુદરતી રીતે અને બીજુ અભ્યાસથી. (૨૨૨) વિવેચન–પ્રથમ સમ્યમ્ દશન કેનું નામ કહેવાય તે વર્ણવે છે અને તે કેવી રીતે થાય તેને બે પ્રકારેને વર્ણવે છે. અધ્યવસાય—વિચાર. એવી રીતે જે અને જેટલા પદાર્થો છે તે અને તેટલા જ પદાર્થો છે એવો નિશ્ચયપૂર્વકને નિર્ણય હોય તેને સમ્યગું દર્શન કહેવામાં આવે છે. એટલે ભગવાને જે પ્રકારે તને જણાવ્યાં છે અને ગણું બતાવ્યાં છે તે જ પ્રમાણે છે એ નિશ્ચયપૂર્વક જે માનસિક નિર્ણય તેને સમ્યગૂ દર્શન કહેવામાં આવે છે. પ્રાણીને સમજવા માટે ચર્ચા કરવાની છૂટ છે, એ ચર્ચા કરે પણ ભગવંતના બતાવેલ માર્ગ ઉપર અશ્રદ્ધા ન લાવે. આ શ્રદ્ધાપૂર્વકના નિશ્ચયને સમ્ય દર્શન કહેવામાં આવે છે. ભગવાનની એણે પરીક્ષા કરી જોઈ અને પરીક્ષાને પરિણામે ભગવંતનું આપ્તપણું સ્વીકાર્યું. એટલે ભગવાને જે કહ્યું તે સત્ય છે એ નિશ્ચય તે સમ્યમ્ દશન. આ શ્રદ્ધાને વિષય છે અને શ્રદ્ધામાં વિકલ્પસંકલ્પને કે શંકાને સ્થાન નથી. અર્થ—એ જીવાદિક નવ પદાર્થ ઉપર જણાવ્યાં તે જ અને તેટલા જ પદાર્થો છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy