SearchBrowseAboutContactDonate
Page Preview
Page 583
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ પ્રશમરતિ વિવેચન સહિત ૫. દેશપરિષહ. સો ગમે તેટલા ડંખ દે, માંકડ મૂંઝવે કે હેરાન કરે તે સહે. ૬. અચેલ પરિષહ. વસ્ત્રને વાંછે નહિ. આગમમાં કહેલા વસ્ત્રો જ રાખે. વસ્ત્ર પર મૂછ ન રાખે. ૭. અરતિપરિષહ. અપ્રેમને તજે. ચિંતન કરી અરતિ દૂર કરે. ૮. સ્ત્રીપરિષહ, સ્ત્રી ગમે તેટલું લલચાવે, શૃંગાર કરે કે લલિતપણું બતાવે, તેનાથી ચલિત ન થાય. ૯. ચપરિષહ, ચર્યા એટલે ચાલવું. એક સ્થાનકે ન રહે, વિહાર કરે. ૧૦. નૈધિકી પરિષહ. સર્વ પાપકર્મને નિષેધ કરે. ૧૧. શય્યાપરિષહ, ગમે તેવી ખરબચડી ભૂમિ પર શય્યા કરે. શય્યા એટલે સૂવાનું સ્થાન. ૧૨. આક્રોશ પરિષહ. અન્ય ક્રોધ કરે તે ખમે, કોપે નહિ. ૧૩. વધપરિષહ. કોઈ ખૂની હુમલે કરે અથવા પાટુ કે ઢીંકા મારે તે ખમે. ૧૪. યાચનાપરિષહધર્મયાત્રાના નિર્વાહ અર્થે અત્યંત જરૂરી ચીજ અન્ય પાસેથી માંગતા શરમાય નહિ. ૧૫. અલાભપરિષહ. માગ્યા છતાં મળે નહિ તે મનમાં ઉઠેગ ન ધરે. ૧૬. રેગપરિષહ, ગમે તે આકર વ્યાધિ પિતાને થાય તે શાંતિથી સહે. હાયવેય ન કરે. ૧૭. તૃણપરિષહ. શય્યામાં તરણું હોય એની પીડા ખમે. ૧૮. મલપરિષહ, શરીરે મેલ થાય તેથી દુર્ગધ થાય તે સહે. ૧૯. સત્કાર પરિષહ. આદરાતિથ્યને દેખી સારું ન લગાડે. ૨૦. પ્રજ્ઞા પરિષહ. બુદ્ધિબળ હોય તે તેને ગર્વ ન કરે, ન હોય તેને ઉગ ન કરે. ૨૧. અજ્ઞાનપરિષહ. અજાણપણાની ચિંતા ન કરે. ૨૨. સમ્યકત્વપરિષહ. એને શુદ્ધ દેવ, ગુરુ, ધર્મમાં શંકા ન પડે. આ રીતે આઠ સમિતિ-ગુપ્તિ સાથે આ બાવીશને મેળવતાં ત્રીસ થાય. દશ યતિધર્મો ઉપર આવી ગયા તે મેળવતાં ચાળીશ સંવર થયા. અને બાર ભાવના જે ઉપર આવી ગઈ અને શાંતસુધારસમાં વર્ણવેલ છે, એ મેળવતાં સંવરના બાવન પ્રકાર થયા. અને ચારિત્રના પાંચ પ્રકાર છે. ૧. સામાયિકચારિત્ર. બે ઘડી સુધી સમતા અનુભવવી. ૨. છેદેપસ્થાપન ચારિત્ર. પૂર્વપર્યાયને છે અને નવીન પર્યાયનું ઉપસ્થાપન. ૩. પરિહારવિશુદ્ધિ ચારિત્ર. પરિહાર એ તપવિશેષ છે, તેણે કરીને વિશુદ્ધિ. તે શાસ્ત્રની વાત છે. ૪. સૂમસંપરા ચારિત્ર. દશમે ગુણઠાણે કષાયને ઉપશમાવે તેવું ચારિત્ર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy