________________
પદા ૫. યથાખ્યાતચારિત્ર. સર્વથા અકષાયપણું.
આ રીતે સંવર સત્તાવન પ્રકારને થાય. આ પ્રમાણે આશ્રવ અને સંવર તત્વ સમજવાં. (૨૦) નિજેરા, બંધ અને મોક્ષ તત્વ
संवृततपउपधानात्तु निर्जरा कर्मसन्ततिबन्धः ।
बन्धवियोगो मोक्षस्त्विति संक्षेपानव पदार्थाः ॥२२१॥ અથ–સંવરવાના પ્રાણીને તપસ્યા તથા ઉપધાનથી કર્મની નિર્જરા થાય છે. કમની અવિચ્છિન્ન ધારા તે બંધ કહેવાય છે. આ કમને બંધ સંપૂર્ણ બંધ થાય તે કર્મને મક્ષ કહેવાય છે. ટૂંકમાં એ નવ પદાર્થો (ત) જણાવ્યા. (રર૧) - વિવેચન–આ ગાથામાં બાકીનાં ત્રણ ત બતાવી નવ તત્વનું કે સાત તત્ત્વનું પ્રકરણ પૂરું કરશે. તેમાં પ્રથમ સંવરતત્ત્વ શું છે તે જણાવીએ. પાણીની ગરનાળા દ્વારા આય થતી હોય તેના સામે બારણું બંધ કરી દેવા, કર્મની આવક જ બંધ કરવી તે સંવર છે એમ આપણે ઉપર જોઈ ગયા. સવાલ એ છે કે એ તે નવાં કમને અંગેની વાત થઈ, પણ અગાઉ બાંધેલાં હોય તેવાં કમને અંગે તેને ભગવ્યા સિવાય કેમ ખપાવવા? એ કર્મની નિર્જરા એટલે અગાઉના કર્મને નિજ રા દ્વારા હાસ કરે તે. એ સાતમાં સત્ત્વને આપણે સમજવા યત્ન કરીએ.
સંવૃત–સંવરવાનું પ્રાણીને પહેલાં કરેલાં કર્મોને દૂર કરવાનાં, કર્મને કાપી નાંખવાનાં, મુખ્ય બે સાધન છે. એ બન્ને સાધને પર નીચે આ જ ગાથામાં વર્ણન છે. - તપ-તપ કરવાથી કર્મો છૂટે છે, કપાઈ જાય છે. એ તપના બે પ્રકાર છેઃ બાહ્ય તપ અને આત્યંતર તપ. બાહ્યત: બીજાના દેખવામાં આવે છે. એના છ પ્રકાર છે:
૧. આહારને ત્યાગ તે પ્રથમ અનશનતપ.
૨. પિતાને ભૂખ હેય તેથી બેચાર કેળિયા પેટ ખાલી રાખવું અને અટકી જવું તે ઊદરિકાત.
૩. પિતાની આજીવિકાની ઓછાશ કરવી તે વૃત્તિ સંક્ષેપ તપ.
૪. નવી તપ તથા આયંબિલ કરવું, છ મહાવિગય (ઘી, તેલ, ગોળ, છાશ, દૂધ અને કઢા) ત્યાગ તે રસત્યાગ તપ.
૫. શરીરે ચાદિક કષ્ટ સહન કરવું, કાઉસગ કરે, આસન-મુદ્રા કરવા તે કાયકલેશ તપ. *
૬. શરીરનાં અંગોપાંગને સંકેચી રાખવા તે સંધીનતા તપ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org