SearchBrowseAboutContactDonate
Page Preview
Page 582
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વ ૫૫૦ ૧૮. જીવ, અજીવનું વિદારણ કરવું, ભાંગવું તે વિદારણિકા કિયા. ૧૯. ઉપગ રાખ્યા વિના શૂન્યચિત્તે વસ્તુ લેવી, મૂકવી તે અનાગિકી ક્રિયા. ૨૦. આલેક પલક વિરુદ્ધ કાર્યનું આચરણ કરવું તે અનવકાંક્ષા પ્રત્યાયિકી ક્રિયા. ૨૧. મન વચન કાયાના યોગનું જે દુપ્રણિધાન, તેમાં પ્રવર્તન તે પ્રાયગિકી ક્રિયા. ૨૨. મોટું પાપ જેથી આઠે કર્મોનું સમુદાયપણે ગ્રહણ થાય તે સમુદાન ક્રિયા. ૨૩. માયા તથા લેભ વડે પ્રેઝનાં વચન એવાં બોલવાં કે જેથી રાગની વૃદ્ધિ થાય તે પ્રેમ ક્રિયા. ૨૪. ધ કે માનથી ગર્વિત વચન બેલી સામાને છેષ ઉપજાવ તે દૈષિકી ક્રિયા૨૫. કેવળ શરીરને પ્રતાપવાથી લાગતી ક્રિયા તે ઈર્યા પથિકી ક્રિયા. એ પચીશ ક્રિયાને પાંચ ઈદ્રિય, ચાર કષાય, પાંચ અવ્રત અને ત્રણ ભાગ સાથે " મેળવતાં આશ્રવ તત્વના બેંતાળીશ પ્રકાર થાય. આમાં કર્મની આવક ગરનાળાના જળની માફક થાય છે. સારા અને ખરાબ બને આવકનાં સાધનેને એમાં સમાવેશ થાય છે. સંવર–કર્મના ગરનાળાનાં બારણું બંધ કરવાં તે સંવર, કર્મને આવવાના માર્ગ સામે બારણું બંધ થાય તે સંવર. તેના સત્તાવન પ્રકાર છે. તેમાં મન વચન કાયાના ગો મહત્ત્વનાં છે. આપણે નવતત્ત્વાનુસાર સત્તાવન પ્રકાર વિચારી જઈએ. ૧. ઇસમિતિ તે સાડા ત્રણ ડગલાં જમીન જોઈ જયણાપૂર્વક ચાલવું. ૨. સમ્યફ પ્રકારે નિરવઘ ભાષા બેલવી તે ભાષાસમિતિ. ૩. દોષ વગરના આહાર, વસ્ત્ર, પાત્ર, વસતીની શોધ કરવી તે એષણા સમિતિ. ૪. સારી રીતે પુંજી પ્રમાજી આસનાદિ લેવું મૂકવું તે આદાનનિક્ષેપણ સમિતિ. પ. મળમૂત્રાદિને કવરહિત ભૂમિએ ઉપગપૂર્વક મૂકવા તે પારિષ્ઠાપનિકા સમિતિ. ૬. મનને પવવું, વિકલ્પ સંકલ્પ રહિત કરવું, તે મને ગુપ્તિ. ૭. વચનને ગોપવવું, અથવા વચન યતનાપૂર્વક બોલવું તે વચનગુપ્તિ. ૮. કાયાને ગોપવવી અથવા કૂકડીની પેઠે પગ સંકેડી સૂવું તે કાયગુપ્તિ. આ પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિ સાધુ સાધ્વીને સદૈવ અને શ્રાવક શ્રાવિકાને સામાયિક, પિસહ લેતી વખતે રાખવાની છે. હવે આ આઠ પ્રવચન માતા ઉપરાંત બાવીશ પરિષહ પણ સંવર છે, તે વિચારીએ. ૧. સુધાપરિષહ. ગમે તેવી ભૂખ લાગે પણ સહન કરે, અનેષણય આહાર ન જ લે. ૨. પિપાસાપરિષહ. તરસ ગમે તેવી લાગે પણ અનેષણીય જલ ન જ લે. ૩. શીતપરિષહ. ગમે તેવી ઠંડી હોય તે સહે. ૪. ઉષ્ણુપરિષહ, ગમે તેટલે તડકે હેય પણ માથે છત્ર ધરવાની વાત ન કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy