________________
પપ૮
પ્રશમરતિ વિવેચન સહિત આશ્રવ–આપણે આવોને ગરનાળા તરીકે અગાઉ વર્ણવેલ છે. જેમ તળાવમાં ગરનાળા દ્વારા પાણીની આવક થાય છે તેમ આશ્ર પણ ગરનાળાનું કામ કર્યતળાવને અંગે કરે છે. પુણ્ય પણ ભેગવવું પડતું હોવાથી તે સારું હોય, સુખ આપનાર હોય, પણ અંતે તે આશ્રવ જ છે. તેથી આશ્રવને હેય વિભાગમાં ગણવામાં આવેલ છે.
વિપર્યાસ–જે શુભ કર્મથી ઊલટું હોય તે અશુભ એટલે પાપ છે. એથી પુણ્ય અને પાપ બને આશ્રવ જ છે અને એક રીતે જોતાં એ આશ્રવતત્વમાં સમાઈ જાય છે.
આશ્રવ તત્વના બેંતાળીસ વિભાગ પાડવામાં આવેલ છે, તે આ પ્રમાણે પાંચ ઇન્દ્રિય (ઘણી વખત આવી ગયેલ છે), ચાર કષાય (ક્રોધ, માન, માયા અને લેભ), પાંચ અત્રત (પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ) અને વેગ (ગ), મન, વચન
અને કાયા એ ચારે મળીને સત્તર ભેદો અને ૨૫ (પચીશ) ક્રિયા. આપણે આ ક્રિયાઓ વિસ્તારથી સમજીએ.
૧. કાયા (શરીર) ને અજયણાએ પ્રવર્તાવતાં જે ક્રિયા લાગે તે કાયિકી ક્રિયા. ૨. તરવાર વગેરે અધિકરણે કરી ને મારવાની જે ક્રિયા થાય તે આધિકરણિકી ક્રિયા. ૩. જીવ તથા અજીવ ઉપર દ્વેષની ચિંતવના કરવી તે પ્રાપ્લેષિકી ક્રિયા. ૪. પિતાને કે પરને પરિતાપ ઉપજાવે તેવી ક્રિયા તે પારિતાપનિકી ક્રિયા. ૫. એકેદ્રિય વગેરે જીવને હણ, હવે તે પ્રાણાતિપાતિકી ક્રિયા. ૬. કર્ષણની ઉત્પત્તિ કરવી, કરાવવી તે આરંભિકી ક્રિયા. (કર્ષણ એટલે ખેડવું તે) ૭. ધનધાન્યાદિ નવવિધ પરિગ્રહ મેળવતાં જે ક્રિયા લાગે તે પારિગ્રહિક ક્રિયા. ૮. માયાએ કરી બીજાને ઠગવું તે માયા પ્રત્યાયિકી ક્રિયા. ૯. જિનવચન અસ્વીકારતાં જે વિપરીત પ્રરૂપણા થાય તે મિથ્યાદર્શન પ્રત્યાયિકી ક્રિયા. ૧૦. પચ્ચખાણ લીધા વિના જે ક્રિયા યા કરે તે અપ્રત્યાખ્યાનિકી ક્રિયા. ૧૧. કૌતુકથી અશ્વપ્રમુખને જેવા તે અગિયારમી દષ્ટિકી ક્રિયા. ૧૨. સ્ત્રી, ગાય વગેરેને સ્પર્શ કરે તેથી લાગતી ક્રિયા પૃષ્ટિકી ક્રિયા કહેવાય. અથવા સંદેહ ઉત્પન્ન થવાથી પૂછતાં ક્રિયા લાગે તે પૃચ્છિક ક્રિયા.
૧૩. જીવ તથા અજીવને આશ્રયી જે રાગદ્વેષ થાય અને બીજાના હસ્તી કે ઘોડા જોઈ તે પર દ્વેષ થાય તે પ્રાત્યાયિકી ક્રિયા.
૧૪. પિતાના અશ્વ વગેરેની પ્રશંસા સાંભળી હર્ષ પામ અથવા ઘી-તેલનું ભાજન ઊઘાડું મૂકવાથી તેમાં જીવ આવી પડે તે સામંત પનિપાતિકી ક્રિયા.
૧૫. કોઈના હુકમથી શસ્ત્ર ઘડાવવું કે વાવ-કૂવા ખણવા તે નૈશિસ્ત્રિકી ક્રિયા. ૧૬. શ્વાન વગેરે જીવથી કે શસ્ત્રથી જીવને મારવા તે સ્વસ્તિકી ક્રિયા. ૧૭. જીવ અજીવને આજ્ઞા કરવી અને તેની મારફત કાંઈ મંગાવવું તે આજ્ઞાનિકી ક્રિયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org