________________
પપજ
પ્રશમરતિ વિવેચન સહિત (૧૩) અવધિદર્શનનું-મર્યાદા પ્રમાણે થતા દર્શનનું–જે આચછાદન કરે તે અવધિદર્શનાવરણીય પાપકર્મ.
(૧૪) સમસ્ત વસ્તુના સામાન્ય દર્શનનું જે આછાદન કરે તે કેવળદર્શનાવરણીય પાપકર્મ.
(૧૫) નિદ્રા જેના ઉદયથી સુખે જાગે તેવી નિદ્રા આવે તે નિદ્રાવેદનીય દર્શનાવરણ પાપકર્મ. તે દર્શનની આડે આવનાર છે.
(૧૬) નિદ્રાનિદ્રાઃ જેના ઉદયથી દુખે જાગે તેવી નિદ્રા આવે તે નિદ્રાનિદ્રાવેદનીય દર્શનાવરણ પાપકર્મ. તે પણ દર્શનને અટકાવે છે.
(૧૭) જેના ઉદયથી બેઠા બેઠા કે ઊભા ઊભા નિદ્રા આવે, તેથી દર્શન અટકે, તે પ્રચલા વેદનીય દર્શનાવરણ પાપકર્મ.
(૧૮) જેના ઉદયથી હરતાં ફરતાં પણ ઊંઘ આવે તે પ્રચલા પ્રચલા દર્શનાવરણ પાપકર્મ. તેનાથી દર્શન અટકે.
(૧૯) જેના ઉદયથી દિવસનું ચિતવેલ કાર્ય રાત્રે ઊંઘમાં કરવાની શક્તિ પ્રગટે તે નિદ્રાને પ્રકાર સ્યાનગૃદ્ધિ.
(૨૦) જેના ઉદયથી પિતે ગમે તે રૂપાળે કે ધનવાન હોય પણ નીચ કુળમાં જમે તે નીચગોત્ર પાપકર્મ.
(૨૧) જેના ઉદયથી શરીર સારું ન રહે, વેદના ભગવે, તે અસાતવેદનીય પાપકર્મ.
(૨૨) જેના ઉદયથી શુદ્ધ દેવ ગુરુ ધર્મપર શ્રદ્ધા ન થાય, તેથી વિપરીત સહણ થાય, તે મિથ્યાત્વ મેહનીય પાપકર્મ.
(૨૩) નરકની ગતિ અપાવનાર કર્મ નરકગતિ નામ પાપકર્મ. (૨૪) જે કર્મના ઉદયથી નરકની આનુપૂર્વી ઉદયમાં આવે તે નરકાનુપૂર્વ પાપકર્મ
(૨૫) જે કર્મના કારણે નરકગતિનું આયુષ્ય બંધાય તે નરકાયુ પાપકર્મ. (આયુષ્કર્મને ઉદય).
(૨૬) જે કર્મને કારણે અનંતાનુબંધી ક્રોધ માવજીવિત રહે તે અનંતાનુબંધી ક્રોધ પાપ કર્મ, એ પર્વતની શિલા પર કરેલી લીટી જેવો છે.
(૨૭) જે કર્મને કારણે અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ થાય તે અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ પાપકર્મ. આ ક્રોધ એક વર્ષ સુધી રહે છે.
(૨૮) ચાર માસ સુધી રહેનાર સર્વવિરતિ ઘાતક ક્રિોધ જે કર્મને કારણે થાય તે પ્રત્યાખ્યાનાવરણીય કોંધ પાપકર્મ.
(૨૯) પંદર દિવસ સુધી રહેતે ક્રોધ તે સંજવલન ક્રોધ છે. જે કર્મને કારણે તેને અનુભવ થાય તે સંજવલન ક્રોધ પાપકર્મ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org