________________
ત
પપ૩
(૩૬) જેના ઉદયથી ભિન્ન ભિન્ન શરીર પ્રાપ્ત થાય તે પ્રત્યેક નામકર્મ. (૩૭) જેના ઉદયથી દાંત વગેરે અવયને સ્થિરતા પ્રાપ્ત થાય તે સ્થિર નામકર્મ.
(૩૮) જેના ઉદયથી શરીરના સર્વ અવયવ સારા હેય, ખાસ કરીને નાભિ ઉપરને ભાગ સારે રહે, તે શુભ નામકર્મ.
(૩૯) જેના ઉદયથી લેકપ્રિયતા મળે તે સૌભાગ્યનામકર્મ. (૪૦) જેના ઉદયથી વાણીમાં માધુર્ય પ્રાપ્ત થાય તે સુસ્વરનામકર્મ. (૪૧) જેના ઉદયથી જીવનું વચન લેકમાં માનનીય થઈ પડે તે આદેયનામકર્મ. (૪૨) જેના ઉદયથી લેકમાં યશ-કીર્તિ થાય તે નામકર્મ.
આવા શુભ કર્મને ઉદય તે પુણ્ય કહેવાય છે. એવી જ રીતે પાપ-દુખના વાશી પ્રકાર છે. તે નીચે પ્રમાણે છે.
(૧) પાંચે ઇંદ્ધિ અને મન દ્વારા નિયત વસ્તુના થતા જ્ઞાનનું જેથી આચ્છાદન થાય તે મતિજ્ઞાનાવરણીય પાપકર્મ
(૨) શાસ્ત્રાનુસારે થતાં જ્ઞાનનું જેથી આચ્છાદન થાય તે શ્રુતજ્ઞાનાવરણીય પાપકર્મ.
(૩) રૂપી દ્રવ્યને સીધું જણાવતું જે જ્ઞાન તેનું જેથી આચ્છાદન થાય તે અવધિજ્ઞાનાવરણીય પાપકર્મ.
(૪) સંજ્ઞીપચંદ્રિયને મને ગત ભાવ જાણવાના જ્ઞાનનું જેથી આચ્છાદન થાય તે મન:પર્યવજ્ઞાનાવરણીય પાપકર્મ.
(૫) એકલું નિરાવરણ જ્ઞાનનું જે કર્મ આચ્છાદન કરે તે કર્મ-કેવળજ્ઞાનાવરણીય પાપકર્મ
(૬) દેવા ગ્ય વસ્તુ હાજર હોવા છતાં જે કર્મના લીધે ન દઈ શકાય તે દાનાંતરાય પાપકર્મ.
(૭) દેનાર આપવા ઈચ્છતા હોય, વસ્તુ હોય, માગનાર હોય છતાં તે વસ્તુની પ્રાપ્તિ જે કર્મના કારણે ન થાય તે લાભાંતરાય પાપકર્મ.
(૮) ભેગવવા ગ્ય વસ્તુ જે કર્મના કારણે ભેગવી ન શકાય તે ભેગાંતરાય પાપકર્મ.
(૯વસ્ત્ર વગેરે અનેકવાર ભેગવી શકાય તેવી વસ્તુ હોવા છતાં જે કર્મના કારણે ભેગવી જ ન શકાય તે ઉપભેગાંતરાય પાપકર્મ
(૧૦) પિતે યુવાન, રોગરહિત હોવા છતાં જે કર્મના કારણે જીવ પિતાની શક્તિ ફેરવી ન શકે તે વીર્યંતરાય પાપકર્મ.
(૧૧) આંખે કરીને રૂપનું જે સામાન્યપણે ગ્રહણ થાય તેનું આચ્છાદન જે કર્મને કારણે થાય તે ચક્ષુદર્શનાવરણીય પાપકર્મ..
(૧૨) બાકીની (ચક્ષુ સિવાય) ઇદ્રિયથી દ્રવ્યગ્રહણ થતું જે કર્મને કારણે અટકે તે અચક્ષુદર્શનાવરણીય પાપકર્મ.
જય પામે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org