________________
પdo
પ્રશમરતિ વિવેચન સહિત છએ દ્રવ્ય કયા કયા ભાવમાં વતે, તેની વાત કરી. હવે છએ દ્રવ્ય સંબંધી નવતત્વના ટબામાં શું કહેલ છે તે પ્રસ્તુત હોવાથી વિચારી જઈએ.
છ દ્રવ્યમાં જવ અને પુદુગળ એ બે દ્રવ્ય પરિણામી છે, બાકીના ચાર દ્રવ્ય અપરિણામી છે. ઈહાં પરિણામને ભાવ જાણ; પરંતુ સ્વભાવે પરિણામી તે છે એ દ્રવ્ય છે.
છ દ્રવ્યમાં એક જીવ દ્રવ્ય જીવ છે, અને બાકીનાં પાંચ દ્રવ્ય અજીવ છે. છ દ્રવ્યમાં એક પુદ્ગળ દ્રવ્ય મૂર્તિમંત-રૂપી છે, બાકીનાં પાંચ દ્રવ્ય અમૂર્તિમંત-અરૂપી છે.
છ દ્રવ્યમાં પાંચ દ્રવ્ય પ્રદેશ છે અને એક કાલદ્રવ્ય અપ્રદેશ છે. છ દ્રવ્યમાં ધર્મ, અધર્મ અને આકાશ એ ત્રણ દ્રવ્ય એક છે, બીજા ત્રણ દ્રવ્ય અનેક છે.
છ દ્રવ્યમાં એક આકાશ ક્ષેત્ર છે, બીજા પાંચ ક્ષેત્રી છે. છ દ્રવ્યમાં જીવ અને પુગળ એ બે દ્રવ્ય સક્રિય છે, બાકીનાં ચાર અક્રિય છે.
છ દ્રવ્યમાં ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ ચાર દ્રવ્ય નિત્ય છે, બાકીના બે અનિત્ય છે. યદ્યપિ ઉત્પાદ, વ્યય અને ધ્રુવપણે સર્વ પદાર્થ નિત્યાનિત્યપણે પરિણમે છે તથાપિ ધર્માદિક ચાર દ્રવ્ય સદા અવસ્થિત, માટે નિત્ય કહ્યાં.
છ દ્રવ્યમાં ધર્માદિક પાંચ દ્રવ્ય કારણ છે, એક જીવદ્રવ્ય અકારણ રૂપ છે. છ દ્રવ્યમાં એક જીવવ્ય કર્તા છે, બીજા પાંચ અર્તા છે.
છ દ્રવ્યમાં એક આકાશ સર્વગત છે, બીજાં પાંચ માત્ર લેકવ્યાપી છે, માટે અસર્વગત જાણવાં.
યાપિ છ દ્રવ્ય ક્ષીરનીર પરે પરસ્પર અવગાઢ છે તથાપિ પ્રવેશરહિત છે એટલે કેઈપણ દ્રવ્ય અન્ય દ્રવ્યમાં તદ્રુપપણે થતું નથી, માટે પ્રવેશરહિત છે.
આ સર્વ હકીકત “નવતત્વની ચૌદમી ગાથાના અર્થમાં લખેલ છે. - આ રીતે ષડ્રદ્રવ્ય પ્રકરણ અહીં પૂરું થાય છે. લેકની વાત પણ અહીં કહેવામાં આવે છે. લાકમાં છએ દ્રવ્ય હાય પણ લેક કે હેય, શું એ કોઈ બીજુ દ્રવ્ય છે કે આ છે દ્રવ્યમાં એને સમાવેશ થઈ જાય છે, તેવા સવાલના જવાબમાં કહે છે. (૨૦૯)
લેક શી વસ્તુ છે? ___जीवाजीवा द्रव्यमिति षड्विधं भवति लोकपुरुषोऽयम् ।
वैशाखस्थानस्थः पुरुष इव कटिस्थकरयुग्मः ॥२१०॥ ૧. આ વાત મૂળની વાતથી વિરુદ્ધ છે, કયા દૃષ્ટિબિંદુથી આ લખાયેલું છે તે તત્વ કેવલીગમ્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org