________________
૧૪૧
અર્થ—એ છ પ્રકારના જીવ અને અજીવ અન્ને મળીને દ્રવ્યાને વિસ્તાર કર્યાં. હવે જે એ લેાક છે તે પુરુષના આકારે છે. તેના આકાર પહોળા પગ કરીને ઊભા રહેલા અને પોતાની કેડે બન્ને હાથ લગાવેલા પુરુષ જેવા છે (૨૧૦)
તત્ત્વ
વિવેચન—હવે સવાલ એ થાય છે કે આ છ દ્રવ્યોનું વર્ણન કર્યું તે તેમના આધાર સંબંધે વતતા લેાક કેવા છે? આ બ્લેાકમાં વપરાયેલ દરેક શબ્દ ઉપયાગી છે. સલાક જે આ છએ દ્રવ્યને ધારણ કરે છે તે જુદું દ્રવ્ય નથી. તે કેવું છે તેનું આવતા ત્રણ શ્લાકમાં વર્ણન કરી તમને જે જિજ્ઞાસા થઈ હેાય તે પૂરી કરવામાં આવશે.
લાકપુરુષ—આ લોક પુરુષને આકારે છે તેથી તે લેાકપુરુષ કહેવાય છે. આ નર– ભાયડાના જે આકાર તે લેકને સમુચ્ચયે આકાર. તે આકાર કેવા હોય તે આ જ ગાથામાં કહેવામાં આવશે, તે અવધારવું. આ લાકપુરુષની કલ્પના ભવ્ય છે અને સમજીને મનમાં રાખી મૂકવા યોગ્ય છે. બાકી તા એની શેાધખાળ માટે જે સાધના અને તેમનાં વાપરનાર જોઇએ તે ન હોવાથી આપણે જ્ઞાની મહારાજનું વચન સ્વીકારવું જ રહ્યું. આખા ભૂગોળના વિષય શેાધખાળ માગે છે.
વૈશાખસ્થાનસ્થ વૈશાખ એટલે પગ પહોળા કરીને ઊભા રહેવાની સ્થિતિ, તે સ્થિતિમાં રહેલા પુરુષના આકાર જેવા એ લેાકપુરુષના આકાર છે. એના મુખ્યત્વે ત્રણ વિભાગ છે: ઊર્ધ્વ લેાક, મૃત્યુલેાક અને અધેાલેાક. આમાં ઊર્ધ્વલેાક અને આ મનુષ્યભૂમિની ઉપર આવેલ લેાક કુરવક નામના ઝાડના આકારના છે. એક શરાવ ઉપર બીજું મૂક્યુ હાય, એક ઊંધુ' હાય અને નીચેનું ખીજું ચત્તુ હાય અને તેને આકાર થાય તેવા એને આકાર છે. બીજો મૃત્યુલોક જેમાં માણસો પણ રહે છે તે રૂપાના થાળના આકારને છે. તેની નીચે અધેલેાક આવેલ છે તે આપણી નીચેને પાતાળભાગ છે. તે ઊધા રાખેલા શરાવના આકાર જેવા છે. એટલે તે માટે મોટા થતા જાય છે. આ ત્રણુ લેક મળીને લેકપુરુષ થાય છે. આપણે લેકસ્વભાવ ભાવનામાં આગળ તેનું સ્વરૂપ જાણી ચૂકયા છીએ. આવે લેકપુરુષ છે, એને ચિત્રમાં જોવાથી તેના ખરાખર ખ્યાલ આવી જશે. આ ત્રણે લેાકની વાત આવતી ગાથામાં કહેશે.
કૅટિસ્થકરયુગ્મ—કેડે બન્ને હાથ રાખીને ઊભેલ હાય તેવા. આ કેડે હાથ દેવાની વાત અને ઊભા રહેવાની બન્ને વાત અહીં ઉપયેગી છે અને સમજી લેવા યોગ્ય છે.
આ પ્રમાણે લેકપુરુષને સમજાવવા માટે કલ્પના કરી છે. તે તે સ્વરૂપે સમજી લેવી અને લેાકપુરુષનું છપાયેલ ચિત્ર જોવું, એ લેાક એટલે છએ દ્રવ્યને સમૂહ. એ જુદું દ્રવ્ય નથી. (૨૧૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org