________________
તેવું
પ૩૯, થાય છે. ૩. ક્ષય અને ઉપશમથી પિદા થાય એ “ક્ષાપશમિક ભાવ છે. ક્ષયે પશમ એક પ્રકારની આત્માની શુદ્ધિ છે, જે કર્મના ઉદયમાં નહિ આવેલ અંશના ઉપશમથી અને ઉદયમાં આવેલ અંશના ક્ષયથી પ્રગટ થાય છે. એ વિશુદ્ધિ, ધેવાને લીધે માદક શક્તિ કાંઈક નાશ પામવાથી અને કાંઈક રહી જવાથી કેદરાઓની વિશુદ્ધિની જેમ મિશ્રિત હોય છે. ૪. ઉદયથી પેદા થાય તે “ઔદયિક ભાવ. ઉદય એક પ્રકારની આત્માની કલુષિતતા છે, જે મેલ મળવાથી પાણીમાં આવતી મલિનતાની પેઠે કર્મના વિપાકનુભવથી ઉત્પન્ન થાય છે. પ. પરિણામિક ભાવ દ્રવ્યને એક પરિણામ છે, જે ફક્ત દ્રવ્યના અસ્તિત્વથી જ પિતાની જાતે જ ઉત્પન્ન થયા કરે છે, અર્થાત્ કઈ પણ દ્રવ્યનું સ્વાભાવિક સ્વરૂપપરિણમન જ પરિણામિક ભાવ કહેવાય.”
સાંખ્ય અને વેદાંત દર્શન આત્માને કૂટસ્થનિત્ય માની એમાં કોઈ જાતને પરિણામ માનતા નથી. જ્ઞાન, સુખ, દુઃખ, આદિ પરિણામેને તેઓ પ્રકૃતિનાં જ માને છે. વૈશેષિક અને નૈયાયિક દર્શન જ્ઞાન આદિને આત્માને ગુણ માને છે ખરાં, પણ તેઓ આત્માને એકાંતનિત્ય-અપરિણામી માને છે. નવીન મીમાંસકેને મત વૈશેષિક અને નૈયાયિક જેવો જ છે. બૌદ્ધ દર્શન પ્રમાણે આત્મા એકાંતક્ષણિક અર્થાત્ નિરન્વય પરિણામોને પ્રવાહમાત્ર છે. જૈન દર્શનનું કહેવું છે કે પ્રાકૃતિક-જડ પદાર્થોમાં ફૂટસ્થનિત્યતા નથી તેમ જ એકાંત ક્ષણિકતા પણ નથી, કિંતુ પરિણાભિનિત્યતા છે, તે પ્રમાણે આત્મા પણ પરિણમિનિત્ય છે. એથી જ જ્ઞાન, સુખ, દુઃખ આદિ પર્યાયે આત્માને જ સમજવા જોઈએ.”
આ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ એ ચાર દ્રવ્યો પરિણામિક ભાવમાં વતે છે. કેઈપણ વખતે ધર્માદિથી રહિત આ લેક હતું નહિ અને ભવિષ્યકાળમાં કોઈ વખતે તેના વગરને હશે નહિ.
રૂપ-એટલે પુદ્ગળાસ્તિકાય. એ બે ભાવમાં હંમેશા વતે છે. ઔદયિકભાવ અને પરિણામિક ભાવ. | સર્વભાવ–પાંચે ભાવ જીવના હોય છે, એ પાંચે ભાવમાં વસે છે. પિતાના સંગ પ્રમાણે એ બે અથવા વધારે ભાવમાં વતે છે. પાંચે ભાવમાં જીવ વર્તી શકે. આ રીતે
૧. ભિન્ન ભિન્ન ક્ષણમાં સુખ, દુઃખ, એજીંવનું ભિન્ન વિષયનું જ્ઞાન આદિ જે પરિણામે અનુભવાય છે, તે પરિણામેને પ્રવાહ માત્ર છે, અને એ બધા વચ્ચે અખંડ સૂત્ર રૂપ કઈ સ્થિર તત્ત્વ નથી એવો મત. - ૨. ગમે તેટલા હડાના ઘા પડે છતાં જેમ એરણ સ્થિર રહે છે, તેમ દેશ, કાળ આદિના વિવિધ ફેરફાર થવા છતાં વધુમાં જરાયે ફેરફાર નથી થતે એ કૂટસ્થનિત્યતા.
૩. મૂળ વસ્તુ ત્રણેય કાળમાં સ્થિર રહ્યા છતાં દેશ, કાળ આદિ નિમિત્ત પ્રમાણે ફેરફાર પામ્યા કરે, એ પરિણામિનિત્યતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org