________________
તત્ત્વ
૫૩૭ આ ગાથાને અંગે કેટલીક અજીના સંબંધમાં વાતે જણાવવાની છે. તે આગળ જતાં ૨૦૯મી ગાથમાં કહેશું. અહીં તે કહેવાને સાર એ છે કે સર્વ અજી પૈકી માત્ર એક પુદ્ગળ દ્રવ્ય રૂપી છે અને બાકીના ચારે અરૂપી છે. અરૂપીને આકાર ન લેવાથી ચર્મચક્ષુ વડે દેખાતા નથી. આપણે સાધારણ માણસ તે દ્રવ્ય અરૂપી હોવાથી તેમને જોઈ શક્તા નથી. આ અજીવના મુખ્ય પ્રકાર અને તે રૂપી કે અરૂપી છે તેટલું સ્પષ્ટ કર્યું (૨૦૭) એ અજી બેથી માંડી અનંત પ્રદેશી છે
द्वयादिप्रदेशवन्तो यावदनन्तप्रदेशिकाः स्कन्धाः।
परमाणुरप्रदेशो वर्णादिगुणेषु भजनीयः ॥२०८॥ અથ–બેથી માંડીને અનંત પ્રદેશવાળા પુદ્ગળના સ્ક હોય છે. પરમાણુમાં પ્રદેશ હોતા નથી. વર્ણ વગેરે ગુણેથી તેને સમજી લે. (૨૦૦૮)
વિવેચન-એથી માંડીને અનંત–આ ગાથામાં પુદ્ગલ સંબંધી કેટલીક ખાસિયતે જણાવવામાં આવે છે. પુગળને સ્કંધ થાય છે. તે બે, ત્રણ, ચાર, પાંચથી માંડીને અનંતપ્રદેશી હોય છે. પરમાણુના મિલનને સ્કંધ કહેવામાં આવે છે. પુદ્ગળ ઉપર જણાવ્યું તેમ સરૂપી છે. પ્રદેશના સમૂહને અસ્તિકાય કહેવામાં આવે છે. તેથી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને પુદ્ગળાસ્તિકાય કહેવાય છે. કાળદ્રવ્યને પ્રદેશ વર્તમાન સમયરૂપ હોવાથી તે એકપ્રદેશ છે. તેથી તેને અતિકાય ન કહેવાય.
પરમાણુ અપ્રદેશી–જ્યારે સ્કંધ સાથે મળેલ ન હોય ત્યારે પરમાણુ પ્રદેશી ન કહેવાય. પરમાણુ સ્કંધ સાથે મળેલ હોય ત્યારે પ્રદેશી કહેવાય છે. જેની કેવળજ્ઞાનથી પણ વિભાગ દશા–બે ટૂકડા ન થઈ શકે તે નિવિભાજય ભાગને પરમાણુ કહે છે. પરમાણુને પિતાને પ્રદેશ હોતા નથી. તે અપ્રદેશ છે. - વર્ણાદિ-દરેક પરમાણુમાં એક વર્ણ, એક ગંધ, એક રસ અને બે પશ હોય છે. પરમાણુની વ્યાખ્યા જ એવી છે કે તેની સાથે એક વર્ણ, એક ગંધ, એક રસ અને બે સ્પર્શ રહે. વર્ણ ફરે તેમ પરમાણુ બદલાતે જાય. આવા પરમાણુઓ છૂટાછવાયા પણ રહી શકે છે. આ છૂટે પરમાણુ નિત્ય છે અને સૂક્ષમ છે, પણ એનામાં એક વણ, એક રસ, એક ગંધ અને બે સ્પર્શ હોય છે. પરમાણુઓ અનંત છે. એ સર્વ અજીવ છે. આ વાત આવતી મૂળ ગાથામાં સ્પષ્ટ કરશે.
પરમાણુ અપ્રદેશ છે. છૂટ હોય ત્યારે એ પરમાણુ કહેવાય છે. આ પરમાણુના. વધારે નાના વિભાગ કેવળી પણ ન કરી શકે. ટૂંકમાં કહેવાનું એ છે કે કેવળીની નજરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org