________________
પ્રશમતિ વિવેચન સહિત
અષ્ટાદશ— —ક્ષયે પશમ ભાવના અઢાર (૧૮) પ્રકાર છે. ઉદયમાં આવે તે કર્મોને ક્ષય કરવા અને બાકી અંદર પડી રહેલા કર્મોના ઉપશમ કરવા. એની વિશુદ્ધિ મિશ્રિત હાય છે. કોદરાની પેઠે એ અધ મિશ્રિત આત્મશુદ્ધિ છે: તે તે જ્ઞાનાવરણુના ક્ષયે પશમથી મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મનઃપર્યવજ્ઞાન પ્રગટે છે; તેમ જ મિથ્યાત્વયુક્ત તે તે જ્ઞાનાવરણુના ક્ષયે પશમથી, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિભગજ્ઞાન પ્રગટે છે. આમ મતિજ્ઞાન આદિ એવા સાત પ્રકાર થયા. તે તે દનાવરણુના ક્ષયાપક્ષમથી ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શન તથા પાંચ પ્રકારના અંતરાયના ક્ષયૈાપશમથી દાન, લાભ, ભાગ, ઉપભાગ અને વીર્ય લબ્ધિ પ્રકટે છે. અનતાનુબંધી ક્રોધ, માન, માયા તથા લાભને ક્ષયેાપશમ થવાથી તથા દર્શીનમાડુનીયના ક્ષયે પશમથી સમકિત પ્રગટ થાય છે. અપ્રત્યા ખ્યાનાવરણીય કષાયના ક્ષયે પશમથી દેશવિરતિ પ્રકટ થાય છે અને પ્રત્યાખ્યાનાવરણીય કષાયના ક્ષયે પશમથી સર્વવિરતિ ચારિત્ર પ્રગટ થાય છે. આટલા સારું જ્ઞાન વગેરે ઉપરના અઢાર પ્રકારના પર્યાય ક્ષાયેાપશમિક ભાવે વતે છે.
૫૨૦
પ'ચદશ—આ પાંચ ભાવના જ્યાં સંયાગ થાય છે તે સાન્નિપાતિક ભાવના પદર પ્રકાર છે. સયેાગ જેવુ... પ્રયાજન છે તેને સાન્નિપાતિક ભાવ કહેવામાં આવે છે. આ છઠ્ઠો ભાવ તેમણે (ઉમાસ્વાતિ વાચકે) તત્ત્વાર્થઅધિગમ સૂત્રમાં નથી બતાવ્યા, પણ અહીં તે વાત સ્પષ્ટ જણાવી છે. તે સાન્નિપાતિક ભાવના પંદર પ્રકાર છે.
પાંચ ભાવેામાં એના, ત્રણના, ચારના અને પાંચના યેાગા (જોડાણા) કુલ ૨૬ થાય. તેમાંથી નીચે પ્રમાણેના કુલ છ યાગો (જોડાણેા) સંભવે છે. બાકીના વીસ યોગે સ ંભવતા નથી. (૧) દ્વિક સંયેાગી ભંગ. આ પારિજ઼ામિક અને ક્ષાયિક ભાવ સિદ્ધના જીવાને લાગે છે. (૨) ત્રિકસંયેાગી ભંગ. કેવળીને ઔદયિક, પારિણામિક અને ક્ષાયિક ભાવ લાધે. (૩) ત્રિકસંચાગી ભગ. ઔદિયક, પારિણામિક અને ક્ષયાપશમિક ભાવ ચાર ગતિમાં રહેલ જીવાને લાગે. (૪) ચાર ભાવના સંયાગ. ઔયિક, પારણામિક, ક્ષાયિક અને ક્ષાયે।પશમિક ભાવ એ પણ ચારે ગતિના જીવાને લાગે. (૫) ચાર ભાવના સચેગ. ઔદયિક, પારિણામિક, ઔપશમિક અને ક્ષાયે પશમિક આ ચાર ભાવાના સંયુગ એ ચારે ગતિના જીવમાં હોય છે. (૬) મનુષ્યને પાંચે ભાવ લાગે——ઔદયિક, પારિણામિક, ક્ષાયિક, ક્ષાયેાપશમિક અને ઔપશમિક. આ પ્રમાણે છ જ ભાંગા લાલે, આ પ્રમાણે વાત ઘટે છે.
આ છ યેાગા(જોડાણા)ને ગતિ સાથે સમજતાં આ જોડાણાના કુલ પંદર પ્રકાર થાય. પારિણામિક અને ક્ષાયિક એ એને યેગ એક સિદ્ધ ગતિમાં જ સંભવે છે. એટલે આ ચેગને એક જ પ્રકાર છે. ઔદયિક, ક્ષાયિક અને પારિણામિક આ ત્રણુના ચેગ પણ કેવળીને જ સંભવે છે. એટલે આ યેાગના પણ એક જ પ્રકાર છે. પાંચે ભાવાના યોગ પણ કેવળ મનુષ્યગતિમાં જ સંભવે એટલે આ ચાંગને પણુ એક જ પ્રકાર છે. પરતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org