________________
પાટ
આ ચાર ગતિ, ચાર કષાય અને ત્રણ લિંગ મળીને અગિયાર પ્રકાર થયા, તેમાં મિથ્યાત્વ, અજ્ઞાન, અસંયતત્વ અને અસિદ્ધવ મેળવતાં પર ભેદ થયા.
તત્ત્વ
છ લેશ્યા—કૃષ્ણ, નીલ, કાપાત, તેજ, પદ્મ અને શુકલ. આ છ ઉમેરતાં એકવીશ પેટાભેદ થયા. આ ગતિ વગેરે સર્વ કર્મોદયથી થાય છે. આ ભાવમાં જે ઉપગ્રાહી કર્યાં છે તે સના ગતિ શબ્દના સ્વીકારથી સમાવેશ ગણી લેવે. આખા ભવમાં અનેક કર્મો ભગવાય તે ત્રસદશક, સ્થાવરદશક અને ખીજા સ કર્મોના આ ઔયિક ભાવમાં સસાવેશ જાણી લેવે.
કષાયને લેવાથી ચારે ઘાતિકર્માના તેમાં સમાસ થઈ જાય છે એમ સમજવું. અગાઉ ગધહસ્તી નામના આચાર્ય આ પ્રમાણે ગણતરી કરી છે.
અજ્ઞાન વગેરે કેવી રીતે ઔયિક ભાવે આવે ? એવા પ્રશ્નના જવાબમાં કહે છે કે એ પણ કા હેાવાથી સમાવેશ થઈ જાય. આવી રીતે જીવને લાગેલાં સર્વ કર્મોના આ ઔયિક ભાવમાં સમાવેશ થઈ જાય છે.
ત્રિ—ખીજા પારિણામિક ભાવના ત્રણ પ્રકાર છે. જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એ ત્રણે પારિણામિક ભાવ છે. એ કમથી થતા નથી. જીવમાં ભવ્યપણું કે અભવ્યપણું હાવું તે પારિણામિક ભાવ છે. તેનું કોઈ કારણ નથી કે કોઈ કર્મના ઉદયને પરિણામે તે નથી, એમ સમજવું અને સ્વીકારવું. તે પારણામિક ભાવ છે.
આ જીવના અસાધારણ ભાવ હાવાથી એમને જીવના પારિણામિક ભાવના પેટા પ્રકારમાં ગણવામાં આવે છે. બાકી અસ્તિત્વ, અન્યત્વ, કર્તૃત્વ, ગુણવત્ત્વ, ભાતૃત્વ, પ્રદેશવત્ત્વ, અસંખ્યાત પ્રદેશવત્ત્વ, અસર્વંગતત્વ, અરૂપવત્ત્વ એ સર્વ પારિણામિક ભાવા છે. પણ જીવને અસાધારણુ તા ઉપરના ત્રણ પ્રકારો જ છે. વળી, આ અસ્તિત્વ વગેરે ભાવે અજીવમાં પણ હેાય છે. અને આપણે જીવને અજીવથી જુદા પાડવા છે. આ રીતે અસ્તિત્વ વગેરે પારિણામિક ભાવા હેાવા છતાં એ જીવને માટે અસાધારણુ ન કહેવાય. આ ત્રણ જીવને અજીવથી જુદા પાડનાર પારિણામિક ભાવ છે અને આપણને આ જીવતત્ત્વ સમજવામાં પ્રસ્તુત છે, જરૂરી છે, ઉપયાગી છે.
દ્વિ—ઔપશમિક ભાવના એ પ્રકાર છે: સમ્યક્ત્વ અને ચારિત્ર એટલે દર્શનમેહનીય કર્મને ઉપશમાવવાથી સમ્યક્ત્વ અને ચારિત્રમેહનીય કર્મીને ઉપશમાવવાથી ચારિત્ર થાય છે. આ ઉપશમ ભાવમાં કચરા માત્ર નીચે બેસે છે, પણ તે અંદર પડથો રહે છે, દખાયલા રહે છે, તેને સવથા નાશ થતા નથી.
નવ—ક્ષાયિક ભાવ કર્મના તદ્ન ક્ષય થવાથી થાય છે. એના નવ પ્રકાર છે. કેવળજ્ઞાન, કેવળદર્શન, દાન, લાભ, ભાગ, ઉપલેાગ, તથા વીર્યલબ્ધિ અને ક્ષાયિક સમ્યક્ત્વ અને ક્ષાયિક ચારિત્ર. આ નવ પ્રકારના ભાવ ક્ષાયિક ભાવે જ પ્રાપ્ત થાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org