SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ પાટ પ્રશમરતિ વિવેચન સહિત માટે જ સમ્યક્ત્વ અને ચારિત્ર એ બને પર્યાયે ઔપશમિક ભાવવાળા સમજવા જોઈએ. - કેવળજ્ઞાનાવરણના ક્ષયથી કેવળજ્ઞાન, કેવળદર્શનાવરણના ક્ષયથી કેવલદર્શન, પંચવિધ અંતરાયના ક્ષયથી દાન, લાભ, ભેગ, ઉપગ અને વીર્ય એ પાંચ લબ્ધિઓ, દર્શન મોહનીય કર્મના ક્ષયથી સમ્યફવ અને ચારિત્રમોહનીય કર્મના ક્ષયથી ચારિત્ર પ્રકટ થાય છે. માટે કેવળજ્ઞાનાદિ નવ પ્રકારના પર્યાયે ક્ષાયિક કહેવાય છે. આ સર્વ વિગત મૂળ ગ્રંથકાર જ આવતી ગાથામાં કહેશે. ઉમાસ્વાતિ મહારાજ છઠ્ઠો સાન્નિપાતિક ભાવ આ ગ્રંથમાં ઉમેરે છે. એકથી વધારે ભાવે એક સ્થાને એકી વખતે આવે તેને સાન્નિપાતિક ભાવ કહે છે. આપણે એ સર્વ આવતી ગાથામાં જોઈશું. (૧૬) - ભાવના પેટાભેદ– ते त्वेकविंशतित्रिद्विनवाष्टादशविधास्तु विज्ञेयाः । षष्ठश्च सान्निपातिक इत्यन्यः पञ्चदशभेदः ॥१९७॥ ' અર્થ_આ પાંચે ભાવોમાં ઔદયિક ભાવ એકવીસ પ્રકાર છે, બીજા પરિણામિક ભાવના ત્રણ પ્રકાર છે, ત્રીજા ઓપશમિક ભાવના બે પ્રકાર છે, જેથી ક્ષાયિક ભાવના નવ પ્રકાર છે અને પાંચમા ક્ષાપશમિક ભાવના અઢાર ભેદો છે. છઠ્ઠો સાન્નિપાતિક ભાવ છે, તે બીજા ભાવને વર્તમાન સમૂહ છે. આ છઠ્ઠા સાનિપાતિક ભાવના પંદર પ્રકાર છે. (૧૭) વિવરણ–આ પાંચ ભાવના અને તેના સમૂહ તરીકે વર્તતા છઠ્ઠા સાન્નિપાતિક ભાવના પિટભેદે કેટલા છે તે આ ગાથામાં વિચારવામાં આવેલ છે. એ વિચારણા સમજપૂર્વકની અને યાદ રાખવા યંગ્ય છે, અક્કલમાં ઊતરે તેવી છે. આપણે તેની વિચારણા કરીએ. એકવિશતિ–પ્રથમના ઉપર વર્ણવેલા ઔદયિક ભાવના એકવીસ પિટભેદો છે. આ ઔદયિક ભાવ કર્મના ઉદયથી નાના પ્રકારના પર્યાયે બનાવે છે. અમુક માણસ જનાવર (તિર્યંચ) થાય કે અમુક દેવ થાય કે માણસ થાય તે ઔદયિક ભાવ સમજ. નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ અને દેવગતિ એમ ચાર ગતિના ચાર ભેદ. ચાર કષા છે–ફોધ, માન, માયા અને લેભ. આ ચાર કષાયને ઉદય થવા દેવે તે ઔદયિક ભાવ બતાવે છે. ત્રણ લિંગ છે–પુરુષચિહ્ન, સ્ત્રીચિહ્ન અને નપુંસકચિહ્ન. આ રીતે અગિયાર પ્રકાર ઔદયિક ભાવના થયા. - મિથ્યાત્વ–શુદ્ધ દેવગુરુધર્મની ઓળખાણ ન થવા દે અને વ્રતાદિથી વિરુદ્ધ રાખે, તે મિથ્યાત્વને એક પ્રકાર. અજ્ઞાન–અજાણપણું, ન જાણવું તે. આને પણ એક જ પ્રકાર લેવાને છે. અસંયતત્વ—સાધુપણું, યતિપણું પ્રાણ પ્રાપ્ત ન કરી શકે. અસિદ્ધત્વ– પ્રાણું મેક્ષ ન મેળવી શકે, સંસારમાં રખડ્યા કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy