________________
તરવા
૫૧૩. કરવામાં આવે છે ત્યારે તેના અનેક રીતે અનંત ભેદ થાય છે. એ રીતે જીવના જેટલા પ્રકાર કરવા હોય તેટલા એકથી અનંત સુધી પર્યાયભેદે થઈ શકે છે. એ પર્યાયભેદ કેવી રીતે થાય તે આપણે તરતમાં જોઈશું. આજે જે દેવચંદ નામને જીવ હોય છે તે કાલે વીરચંદ નામના પર્યાયથી ઓળખાય, વળી તે જેમ અનેક ભવોમાં ગાય, ભેંસ, પાડે, બકરે થઈ આવ્યો છે તેમ અનેક સ્થાનકે જઈ આવ્યા છે. એની સ્થિતિ, અવગાહનાના અનંત પર્યા-રૂપેિ છે તે નીચે પ્રમાણે સમજવું.
સ્થિતિ––કોઈવાર આયુષ્ય મેટું થાય, કોઈવાર નાનું થાય એમ અનંત ભવમાં ફરતાં આ જીવે અનંત આયુષ્ય કર્યા. એ પ્રત્યેકનો જુદે ભેદ ગણવામાં આવે તે આ એક જ પ્રાણીના અને સમુચ્ચયે સર્વ પ્રાણીના (સંસારી) અનંત પર્યાયે થાય. એ પ્રત્યેકને એક એક ભેદ ગણતાં જીવના અનંત પ્રકારે થાય.
અવગાહના-~દરેક જીવે અનંત ભવમાં કોઈવાર અસંખ્ય પ્રદેશ અવગાહ્યા, કોઈ વાર અનંત પ્રદેશ અવગાહ્યા અને કઈવાર થડા (સંખ્યાત) પ્રદેશે અવગાહ્યા. પ્રદેશની એ અવગાહના જુદી જુદી કરી તે અપેક્ષાએ પણ જીવના અનંત પ્રકારે પડી શકે. અને સમસ્ત જીવના પણ એ રીતે ભેદ પાડતાં અનંત પ્રકારે પડી શકે. જેટલા પ્રદેશે તે પોતે અવગાહી રહ્યો હોય તે તેના દ્વારા આકાશપ્રદેશની અવગાહના સમજવી. કઈ ભવમાં સાત આઠ આકાશપ્રદેશને અવગાહ્યા, કોઈ વાર અસંખ્યાત પ્રદેશોને ઈત્યાદિ. એ રીતે અવગાહનાના દષ્ટિબિંદુથી જીવન અને જીવોના અનંત ભેદ પડી શકે.
જ્ઞાન–સાકાર ઉપયોગ તે જ્ઞાન. કોઈ ભવમાં આ જીવે ઘણું જાણ્યું, કોઈ વખત તદ્દન બુદ્દો રહ્યો, કોઈવાર સામાન્ય બોધ થયે, એમ સાકાર ઉપગની તરતમતાને લઈને જીવના અનંત ભેદ થાય.
દશન--સામાન્ય ઉપગ તે દર્શન. આ કાંઈક છે એવો બોધ તે સામાન્ય ઉપગ. તે નિરાકાર છે. એ દર્શન ઉપયોગ પ્રત્યેક ભવમાં તે અનેક થાય. એ પર્યાયની નજરે જીવના અનંત પ્રકારે પડી શકે.
આ રીતે જીવના એકથી માંડીને અનંત પ્રકારે છે–પ્રત્યેક જીવને માટે તથા સર્વ જીવોને માટે, તે સત્ય છે. તેથી જીવના અનંત ભેદો પડી શકે, કારણ કે આ પર્યારૂપાંતરેને અંગે એને એક, બે, ત્રણ એમ પ્રકાર વિચારતાં અનંત રૂપાંતર થઈ શકે છે. આ પ્રત્યેક જીવ માટે પણ બરાબર છે અને સમસ્ત જીવોને માટે પણ બરાબર છે. પ્રત્યેક જીવ પર્યાયની નજરે અનંત ભેદે છે અને સર્વ જીવો પણ અનંત પર્યાયવાળા છે. અનંતની તરતમતાના અનેક ભેદ છે. તે માટે જુઓ કર્મગ્રંથ (દેવેંદ્રસૂરિકૃત):
પર્યાય--એટલે રૂપાંતર, જેમકે જે આજે દેવચંદ્ર નામે હોય તે આવતે ભવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org