________________
પ્રશમરતિ વિવેચન સહિત ફરીફરીને કહેવાની વાતને બચાવમાં ત્રણ દાખલાઓ મૂકીને કમાલ કરી છે. વિષઘાત માટે મંત્રને પુનઃ પુનઃ ઉચ્ચાર, વ્યાધિ દૂર કરવા માટે ઔષધનું દિવસનુદિવસ સેવન અને આજીવિકા માટે એનું એ જ કામ દરરોજ કરવામાં પુનરુક્તિદેષ થતું નથી. આ ત્રણે દાખલા, જે બાબત તેઓ ઠસાવવા માગે છે તેને એટલા બરાબર લાગતા છે કે, હૃદયને સીધે સ્પર્શ કરે છે. આ ગ્રંથકર્તાની એ બલિહારી છે, કે તેમણે લીધેલી વાતને તેઓ બિરાબર ન્યાય આપી શક્યા છે. અને સાથે ગ્રંથકર્તાની વીતરાગ તીર્થકર તરફની ભક્તિ ખૂબ અનુકરણ કરવા અને પ્રશંસવા ગ્ય, તરી આવે તેવી રીતે નમસ્કારની નીચે એવી સરસ રીતે અને અસરકારક રીતે ગોઠવેલી છે, કે તે સહદય વાચકને જરૂર અસર કરે. અને તીર્થકરોએ કહેલા અને ગણધરે રચેલા ભાવનું ફરીવાર કથન થાય તે તે તંદુરસ્ત છે, પુષ્ટિકર છે અને એમાં પુનરુક્તિને દોષ થતું નથી, તેથી આ ગ્રંથમાં કહેલા ભાવે ફરીવાર કદાચ કહેવામાં આવ્યા હોય, તો તેમાં દોષાપત્તિ નથી, પણ લાભ જ છે. આ રીતે પુનરુક્તિદેષ આ ગ્રંથને અંગે થતો નથી એમ કોઈ પણ દષ્ટિબિંદુએ જોવામાં આવશે.
વર્તમાનમાં જે પદ્ધતિએ ઉપદુઘાત લખાય છે અને તેમાં લેખક પિતાની વાત કહે છે, તે પદ્ધતિએ આ પહેલું પ્રકરણ લખાયેલું છે. અને ગ્રંથકર્તાએ તે લખીને ઘણુ અગત્યના ખુલાસા કરી વાચકને ન્યાય આપે છે. અને પોતે કરેલ પુનરાવર્તન કદાચ માનવામાં આવે તો તેમાં પણ કાંઈ દોષ નથી, એ ઘણી દલીલથી અને દાખલાઓથી બતાવી આપ્યું છે. અને લેખકશ્રીએ શ્રોતા કે વાચકને વિદ્વાન કહી એક પ્રકારે તેની ખુશામત પણ સહેતુક કરી છે. “સજજન” શબ્દ એમણે વિદ્વાન વાચક માટે વાપરી તેઓને પણ મુખ્ય સ્થાન તરફ ખેંચ્યા છે અને એ રીતે ગ્રંથની ઘણું સુંદર શરૂઆત કરી છે. આવી સુંદર શરૂઆત ઘણાં ઓછાં પુસ્તકમાં જોવામાં આવે છે. કેટલાક લેખકે તે પિતાની લાંબી લાંબી અપ્રસ્તુત વાત કરે છે, ત્યાગ કરવા યોગ્ય આ પદ્ધતિ ઉપર ગ્રંથકર્તા ગયા જ નથી અને ઘણી સારી રીતે નમસ્કારનું કામ કરતાં તેઓએ જે કહેવું જોઈએ, તે કહી દીધું છે. આ મહત્તા સમજવા માટે આપણે ગ્રંથમાં પ્રવેશ કરીએ અને બાકી કોઈ કથન રહી ગયું હશે તે ઉદ્દઘાતમાં આવશે એમ ધારી અત્ર વિરમીએ.
|| રતિ પ્રથા નારાજ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org