________________
પ્રશમરતિ વિવેચન સહિત
વિવેચન—હવે આપણે સાતમા યતિધર્મ સત્યનું વિવેચન વિસ્તારપૂર્વક જોઇએ. આ સાતમા સત્યધર્મ એટલે મૃષાવાદવિરમણ વ્રતનું અત્ર વિસ્તારથી સ્વરૂપ કહે છે. ‘મુસાવાયાએ વેમણુ' એટલે બીજા વ્રતમાં સાચું ખેાલવા અને અસત્ય ન ખેલવાના નિયમ હાય છે. આ ખીજુ` મહાવ્રત છે.
૪૭૦
અવિસ'વાદનયાગ—સત્યના ચાર ભેદ છે અને તેને તે પ્રકારે કહેનાર એક જૈન શાસન જ છે. વિસંવાદ એટલે અન્યથા, હાય તેથી ઊલટાં કહેવું તે. ઊભેલને બેઠેલ કહેવું તે, ચાલનારને બેઠેલ કહેવા તે વિસંવાદયાગ છે. એ જ્યાં ન હોય તે અવિસંવાદ. આગળ એક વાતની હા કહેલ હોય, તેની બીજી વખત ના કહેવી તે વિસંવાદયાગ. એવે અરસપરસ વિશેષ ન આવે તે અવિસંવાદન યાગ કહેવાય. જેવું હાય તેવું, આગળ કે પાછળ એક સરખું કહે તે સત્યના પ્રથમ ભેદ છે. એક વાર છે એમ કહે અને આગળ જતાં ના કહે તેમાં અવિસંવાદન યેાગ નથી. જૈન શાસકારોએ એકબીજાની વિરુદ્ધ થાય તેવી કોઈ વાતને કહી નથી. આ રીતે ચાલનારને બેઠેલ ન કહેવા, આગળ પાછળ વિરોધ ન આવવા દેવે, તેવી સત્ય વાત કરવી તે અવિસંવાદન યેાગ નામને પ્રથમ સત્યના ભેદ થયેા. જેમાં પૂર્વાપર વિરોધ ન હાય, એક વાર આત્માને સ્વીકારે અને એક વાર એને ક્ષણુ ધ્વંસી કહે – આવા પરસ્પર વિરોધ જેની ભાષામાં ન હાય તે અવિસંવાદન ચેંગ. આ સત્યવચનેાચ્ચારને પ્રથમ ભેદ થયે.
કાય-મના-વાકું-અજિમતા—અજિમતા એટલે અકુટિલતા. એટલે જેવા મનમાં વિચાર કરે તેવું ખેલે અને ખેલ્યા પ્રમાણે જ ક્રિયા કરે, એનાં મન વચન કાયામાં એકતા હાય. વિચારે કાંઈક, ખેલે ખીજુ` અને વતે જુઢી રીતે એવી કુટિલતા એનામાં ન હેાય. મન, વચન અને કાયામાં વાંકાપણું ન હેાવું તે ત્રણ પ્રકારનું સત્ય થયું. આમ કુલ
ચાર પ્રકાર સત્યના થયા.
જિનવમત—આ સત્યના ચારે પ્રકાર બહુ સૂક્ષ્મ દૃષ્ટિથી સમજવા યાગ્ય છે, અને તે ચારેને સત્યના વિભાગ તરીકે માત્ર તીર્થ'કર દેવે જ ખતાવેલ છે, બીજા કોઈ શાસ્ત્રકારે બતાવ્યા નથી. આપણું સારું નસીબ છે કે આપણા વારસામાં સત્યને આ આકારમાં સમજાવાયું. અન્યત્ર ખીજા' શાસ્ત્રોમાં એવી સ્પષ્ટ રીતે કોઈ પણ સ્થાને વાત કરી નથી. માત્ર સત્યને અનુસરવું. આ સત્યના ચાર પ્રકાર થયા : ૧. અવિસંવાદનયાગ. ૨. મનાયેાગના અવિરોધ. ૩. વચનયોગના અવિરાધ અને ૪. કાયયેાગના અવિધ. આ રીતે સાતમા સત્ય ધર્મ કહ્યો. જે શાસ્ત્ર એકવાર આત્મા છે એમ કહે, વળી ક્ષણિક આત્મા છે' એમ કહે, તે શાસ્ત્ર સગવડયું છે. તેના પર આધાર ન રાખવે પણ પરસ્પર અવિસંવાદિતા જ્યાં છે તેવા જૈન શાસન પર – વીતરાગની વાણી ઉપર – આધાર રાખવા અને પાતે પશુ પરસ્પર આગળપાછળના વિરોધ વગરનું ખેલવું. મનમાં જેવે! હાય તેવે જ વચન અને ક્રિયામાં એ સત્યધર્મને અનુસરનાર હોય, આ સત્યવાદી માણસનું લક્ષણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org