________________
યતિધર્મ
આ સંબંધી બીજા ગ્રંથકર્તાઓ શું કહે છે તે હવે આપણે જરા જોઈ લઈએ. નવતત્ત્વના ટબામાં લખે છે કે – “સત્ય ભાષણ કરવું તે સાતમે સત્ય ધર્મ. આ ગ્રંથકર્તાના કહેવા પ્રમાણે સત્ય ભાષણને જ સત્યધર્મ કહ્યો. તે બહુ ઊંડા ઊતર્યા હોય તેવું લાગતું નથી. ઉપાધ્યાય યશવિજયે યતિધર્મબત્રીશીમાં માત્ર એટલું જ ટૂંકામાં જણાવે
સત્ય સૂત્ર અવિરુદ્ધ જે, વચનવિવેક વિશુદ્ધ ૮
એટલે સૂત્રસિદ્ધાન્તની વિરુદ્ધ ન બોલવું અને વિવેકપૂર્વક વિશુદ્ધ વચન બોલવું તે સત્યધર્મ છે, એટલું જ કહે છે. પછી તેઓ બીજા ધર્મ પર જાય છે. હવે આપણે પંન્યાસ ગંભીરવિજય તેઓની સત્યની પૂજામાં (દશયતિધર્મ પૂજા) શું કહે છે તે સત્યધર્મને બરાબર સમજવા જોઈ લઈએ. તેઓ સાતમી પૂજામાં જણાવે છે કે –
(રાગ વસંત) (ચંદા પ્રભુજીએ નીહાલ રે, મેરી લાગી લગનવાએ દેશી) સત્યભાષી સે પ્રીત રે, મારી ભાગી ભરમના. ( એ આંકણું) ભાગી ભરમના જૂઠે ન રાચું, જાચું અમૃતપાન રે. મેરી૧ કેપ કઠિન ન વચન પ્રભુકે, તજ મર્મની રીત છે. મેરીટ ૨ હિતમિત અવિતથ અનુગ્રહકારી, તેમ જનક પ્રતીત રે. મેરી૩ જૂઠ મિશ્ર સંબ્રાંત તજીને, સંદિગ્ધ અનીત રે. મેરીટ ૪ રાજ દેશ કાલ ભાવથી, ધર્મ વિરુદ્ધ રહિત રે. મેરી. ૫ રાગાકુલમેં ઠેષ ન બેલે, નહીં વિકથ નહીં ભીત રે. મોરી. ૬. સ્કુટ મધુર ઉદાર ચાતુરી, પ્રશ્નોત્તર શુભ રીત રે. મોરી. ૭ ચપલ વિન્યાસ ને નિંદાકારી, સત્ય જગતને મિત રે. મારી. ૮ ગ્રામ હાસ્ય પશુન્ય તજીને, સત્યસુધામેં ચિત્ત રે. મેરીટ ૯
ધર્મ વૃદ્ધિ જિન વીર ગંભીર તે, અમિત દિયે પ્રીત રે. મારી. ૧૦ આ ટાંચણમાં હિત, મિત, અવિતથ અને અનુગ્રહકારી વચન જ બલવાનું કહ્યું છે. સામાને હિત કરનાર હોય તે જ બલવું. મર્યાદિત જરૂરી બલવું (તારના શબ્દોની પેઠે) અને જેવું હોય તેવું બોલવું અને સામાને ઉપકાર કરે તેવું બેલિવું. બાકી અર્થ સમજાય તેવે છે.
આ આપણી ચાલુ ગાથા સત્ય માટે ચાર વિશેષણે આપે છે. એકબીજાની વિરુદ્ધ જાય તેવી વાત ન કરવી અને મનમાં કાંઈક હેય, વચન બીજું હેય અને ક્રિયામાં ત્રીજું હોય એવી રીતે મન વચન ક્રિયાની એકતા ન સધાય તેવું વચન બોલવું નહિ. આવી રીતે મન, વચન, કાયાની એક્તા હોય એવું, પરસ્પર આગળપાછળ વિરોધ ન થઈ જાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org