SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશમરતિ વિવેચન સહિત અર્થ–જે જે પ્રકારે વૈરાગ્યભાવના વધારે મજબૂત થાય અને જામી જાય તે સર્વમાં મન-વચન-કાયાના યેગથી અભ્યાસ કર (૧૬) વિવેચન–પિતાની કહેવાની વાતને ગ્રંથર્તા ઉપસંહાર કરતાં છેવટે બચાવ કરે છે અને તેમ કરીને આ પ્રકરણ પૂરું કરે છે. દઢતા–સ્થિરતા, મજબૂતાઈ, જે કઈ રીતે વૈરાગ્યભાવ મજબૂત થાય, તેને મનવચન-કાયાથી અભ્યાસ કર.' " વિરાગ્યભાવના–વિરાગભાવ, સંસાર કે સંસારી પ્રાણી તે કોઈ પણ પદાર્થ ઉપરને રાગ ઊડી જાય, એવી ભાવનાવૃત્તિ થાય તેમાં, કાંઈ પણ વિચાર ન કરતાં, મન-વચન-કાયાથી અભ્યાસ પાડવે, અમુક કરવાથી એમાં પુનરાવૃત્તિ થશે એવો ખ્યાલ પણ ન કરે. આપણે 'ઉદ્દેશ વિરાગભાવને મેળવવાને તેને પિષવાને અને તે માટે મકકમ થવાનું છે, એ નિરંતર લક્ષમાં રાખવું. ભાવ-ભાવના ગમે તેમ વિરાગને પિશે તેવી વાત કરવાની કે થવાની હોય, તેને યેજનાપૂર્વક પુષ્ટિ આપવી અને તેમાં પુનરાવૃત્તિ થશે કે બીજુ થશે એવી ભાંજગડમાં ન પડવું. - કાયમને-વાગ–મનથી, વચનથી અને કાયાથી. એમાંના બે કે ત્રણથી – જેટલાથી બને તેટલાથી અભ્યાસ—એની સુંદર વ્યાખ્યા “પાતંજલ યોગદર્શન”માં આપી છે. નિરંતર પ્રયાસ કરે અને તેને અભ્યાસ કરે. મતલબ, એમાં આ દોષ થશે કે પેલે દેષ થશે એવી મથામણમાં ન પડતાં મનથી, વચનથી અને કાયાથી, બેથી કે ત્રણેથી અભ્યાસ પાડ અને વગર આંતરે પાડે તેને માટે પિતાની સર્વ શક્તિ કે આવડતને ઉપગ કરે, એ ટૂંક સાર છે. આ પ્રાણીને સંસારને રસ એવો છે કે, અનાદિ વાસનાને લીધે એ તેમાં પડયા જ કરે છે. એ લાગ જ જોઈ રહે છે અને એ પુરુષ કે સ્ત્રી, વસ્તુ કે પૌગલિક પદાર્થ તરફના આકર્ષણમાં પડી જાય છે. તેને છેવટે જે પુનરુક્તિનું બડાનું મળે અને રાગમાં પડવાનું થાય, તે તેને તે ચૅટી પડે છે, કારણ કે એ એની ઘગુ વખતની રીત છે, માટે એને રાગ એ છે થતું હોય તે તેને તેણે અભ્યાસ માટે જોઈએ, અને તેમાં પુનરાવૃત્તિ દોષ થશે, એવું બહાનું એને મળવું જ ન જોઈએ. આ જીવ એ છે કે એને બહાનું મળે તે તુરત સરકી જાય છે, કારણ કે, ઘણા વખતથી તે તેની ભાવપ્રકૃતિ થઈ ગઈ છે. પણ પ્રત્યેક પ્રાણની ફરજ છે કે વિરાગભાવ જેનાથી થાય તે વાતને કોઈ પણ વેગથી પકડી લેવી અને તે વાતને મકકમપણે વળગી રહેવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy