________________
પ્રશમરતિ વિવેચન સહિત છે. તે ગુણને વધે આવે એમ બાહ્ય પવિત્રપણું રાખવાનું નથી. શૌચ એટલે પવિત્રપણું, પણ તે સાધુતાને ભેગે ન થવું જોઈએ. કારણ કે સાધુને સાધુતા રાખવી, ઉચ્ચ ચારિત્ર રાખવું એ મુખ્ય ધર્મ છે. બાહ્ય પવિત્રતા રાખવા જતાં અસલ સિદ્ધાંત તણાઈ જાય એ રીતે એ કામ થવું ન જોઈએ. બાકી તેને અવિરેધપણે બાહ્ય શૌચ પણ બરાબર પાળવું. વાંધ આવે તે જુદે માર્ગ લે, પણ સાધુતાને વાંધો ન આવવા દે. યતિ પ્રથમ સાધુ છે, અને તેને મુખ્ય ઉદ્દેશ સાધુધર્મ જાળવવાનું છે, તેને વાંધો ન આવે તે રીતે બાહ્ય શૌચ પાળવું. (૧૭૧) સયમ નામના પાંચમા યતિધર્મને વિસ્તાર
• पश्चास्रवाद्विरमण पञ्चेन्द्रियनिर्जयः कषायजयः ।
दण्डत्रयविरतिश्चेति संयमः सप्तदशभेदः ॥१७२॥ અર્થ–પાંચ આશ્રમથી પાછા હઠવું, પાંચ ઇન્દ્રિયને નિગ્રહ કરે, ચારે કષા પર વિજય કરે, મન, વચન, કાયાના દંડથી પાછા હઠવું – એમ સત્તર પ્રકારે સંયમ છે. (૧૭૨)
વિવેચન-પંચાસવં–પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ એ પાંચ જે સાધુના પચ્ચખાણ છે તેનાથી વિરમવું એટલે એ પાંચમાંથી કોઈ એકના પણ સપાટામાં ન આવવું અને પ્રસંગ આવી પડે છે તેમાં પડતાં પિતાની જાતને સંભાળપૂર્વક રિકવી. આ પાંચ આશ્રવ છે, કર્મગરનાળાં છે, તેમને સંપૂર્ણ અટકાવ કરવા માટે પાંચ મહાવ્રત છે, જે સાધુધર્મને પામે છે. આ આશ્રોથી વિરમવું તે સત્તર પૈકી પ્રથમ પાંચ પ્રકારના સંયમ છે. પાંચ વ્રત બરાબર પાળવા તે પ્રથમ પાંચ સંયમ છે. બીજા પ્રકારે હવે પછી વિચારશું. કઈ જીવને ન માર, જઠું ન બોલવું, પારકી ચીજ નહિ દીધા છતાં ન લેવી, બ્રહ્મચર્ય પાળવું અને પોતાની માલિકી કઈ પર ન રાખવી એ પાંચે મૂળ યતિધર્મો પણ પિતાની અનુકૂળતા પ્રમાણે પાળે. આ રીતે સંયમના સત્તર પ્રકારમાંથી પ્રથમ પાંચ પ્રકાર થયા.
પદ્રિયનિજય–સ્પર્શનેન્દ્રિય, રસનેંદ્રિય, પ્રાણેન્દ્રિય, ચક્ષુરિંદ્રિય અને શ્રોત્રે દ્રિય એ પાંચે ઈદ્રિયને નિગ્રહ કરે એ સત્તર સંયમમાંના બીજા પાંચ પ્રકારના સંયમ થયા. “નિજયા એ સ્થાને એક છાપેલ કેપીમાં “નિગ્રહઃ પાઠ છે. અર્થમાં ફેર પડતે નથી. પાંચે ઈંદ્રિ પર નિગ્રહ કરે, સર્વને અને પ્રત્યેકને પિતાને કબજે રાખવી અને પિતે એના તાબામાં ન જવું. એ રીતે સંયમના દશ પ્રકાર થયા. સ્પર્શનેંદ્રિય માટે ઘણે વિસ્તાર ઉપમિતિભવપ્રપંચ કથાના ત્રીજા પ્રસ્તાવમાં કર્યો છે, તે સ્પર્શન કથાનકને જેવાની ભલામણ છે.. રસનેંદ્રિય માટે ઉપમિતિભવપ્રપંચો કથાનો ચોથે પ્રસ્તાવ (બીજે ભાગ) છે. ત્યાં રસનાની કથા ખૂબ વિસ્તારથી આપવામાં આવી છે. ઘાણકથા માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org