SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ યતિધમ ૪૫૩ મૂલ—ધર્મનું મૂળ દયા છે એમ ડાહ્યા માણસે કહે છે. સૂત્ર-સિદ્ધાંતમાં તે ત્યાં સુધી કહે છે કે અહિંસા-દયા એ સ` ધર્મનું કેન્દ્ર છે અને તેનાં રક્ષણુ માટે ખીજા તા-પચ્ચખ્ખાણા ચેાજાયલાં છે. દયા ધર્મનું મૂળ છે, અહિંસા પરમો ધર્મ: એ જૈનને મુખ્ય સિદ્ધાંત છે, અને ગુજરાત-કાઠિયાવાડ (સૌરાષ્ટ્ર) પર તેની જીવતી અસર પડેલી છે. ત્યાં બ્રાહ્મણા કે શૈવા પણ માંસમચ્છી ખાતા નથી એ જૈનાની અસર છે, એમ હમણાં જ એક જૈનેતર પ્રમુખે પેાતાના ભાષણમાં જણાવ્યું છે. આ દશ યતિધર્મમાં ક્ષમાને જે પ્રાધાન્ય આપવામાં આવ્યું તેને ખરાખર સમજવું અને સમજીને તેને અનુસરી વ્યવહારમાં મૂકવું. દયા——આ દયા એ અહિં’સાનું ભાવાત્મક રૂપ જ છે. અહિંસા હિંસાના અભાવ બતાવે છે, એટલે એ નકારાત્મક સ્વરૂપ છે. દયાના આઠ પ્રકાર જૈન શાસ્ત્રકારોએ બતાવ્યા છે. સ્વદયા અને પરદયા આ પ્રથમ બે તત્ત્વા છે. પેાતાની દયા ચિતવવા અને અનુસરવામાં આત્મિક પ્રગતિ આવે છે અને પાતા સિવાય પરયામાં જીવેા પ્રત્યેની દયા આવે છે. આમ સ્વયા અને પરયામાં સર્વ જીવેાને સમાવેશ થઈ જાય અને ત્યારપછી ત્રીજી સ્વરૂપયા અને ચેાથી અનુબંધદયા આવે છે. દેખાવમાત્ર યા હોય તે સ્વરૂપયા કહેવાય છે, જે દયા પરિણામે અત્યંત લાભકારક હાય, પણ દેખાવમાં કેટલીક વખત તે દયા દયા ન જણાય તે અનુબંધદયા છે, જેમકે નાના કરાને તેના હિત ખાતર મારવામાં આવે તે અનુબંધદયા કહેવાય છે. અનુબંધદયામાં અંતરમાં કોઇ પ્રકારના તામસભાવ કે અપરાધ કરવાની વૃત્તિ હોતી નથી. આ સ્વરૂપદયા અને અનુબંધદયામાં પણ સ જીવેના સમાવેશ થઈ જાય છે. પાંચમી દ્રવ્યદયા અને છઠ્ઠી ભાવદયા. દ્રવ્યક્રયામાં વર્તમાન સ્થિતિ જોવાય છે, જ્યારે વસ્તુતઃ યા તે ભાવદયા છે. આ એ યામાં પણ આખા વિશ્વના સમાવેશ થાય છે. સાતમી દયા તે વ્યવહારદયા છે અને આઠમી નિશ્ચયદયા છે. વ્યવહારથી જીવને બચાવવે, તેને મરતા અટકાવવા તે વ્યવહારઢયા છે અને નિશ્ચયથી જો જીવહિ'સા થતી હાય તે ઉપયાગ રાખવા એ નિશ્ચયયા છે. આ બે દયામાં પણ સર્વ જીવના સમાવેશ થાય છે. આ આઠે પ્રકારની દયા રાખીને પ્રાણી અહિંસાના સિદ્ધાંત જમાવે છે, અને તેને અમલ કરે છે. આ પ્રથમ યતિધર્મના સંબંધમાં નવતત્ત્વની નેાટખ્ખા)માં કર્તા કહે છે કે કાધના જે અભાવ તે પહેલે ક્ષમાધર્મ.’શ્રીમદ્ યશેવિજયજી સંયમખત્રીશીમાં નીચે પ્રમાણે વર્ણન કરે છે. Jain Education International દોહા ભાવ યતિ તેડુને કહેા, જિહાં દશવિધ યતિધર્મ; કપટક્રિયામાં મહાલતા, મહીયા ખાંધે કર્મ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy