________________
પ્રશમરતિ વિવેચન સહિત ઘર્મ નહિ, અને ધર્મ વગર આ આવવું અને જવું તે નિરર્થક થઈ જાય, પરિણામે આવ્યાં તેવાં ને તેવાં હાથ ઘસતાં ચાલ્યા જવાય અને એક ખાડામાંથી નીકળી બીજામાં પડાય એવી વર્તુળગતિ થાય. - સાધયતિ–જે માણસ ક્ષમાશીલ હોય, ક્ષમા આપવા તત્પર હોય તે ઉત્તમ ધર્મને સાધે છે. આખી દુનિયા ઊધળી જાય કે ચોતરફ વાવાઝોડું દેખાય પણ જેના પેટનું પાણું હલે નહિ તે ઉત્તમ ધર્મને સાધે છે અને તેનાં નામના આખરે ડંકા વાગે છે, તેની ખાડામાં પડવાની રીતિ દૂર થાય છે અને તે અનંત સુખમાં નિરંતરને માટે વાસ કરે છે.
* ધમ–તે માણસ ઉત્તમ પ્રકારના સર્વોત્કૃષ્ટ ધર્મને સાધે છે. તે પિતાને વશ કરે છે અને તેના મનની સર્વ ઈચ્છાઓ ફળીભૂત થાય છે. ક્ષમા–દયા એ તે ધર્મને અનિવાર્ય પામે છે અને તેના તરફ વિચાર ન કરવાથી પ્રાણી પાયે જ ખેટ માંડે છે. ખેટા પાયાથી અગર પાયા વગરની ઈમારત ચણાતી નથી અને ચણવાની ભૂલ કરવામાં આવે તે ટકતી નથી, તેથી આ પ્રથમ યતિધર્મ જે ધર્મને પામે છે તેની તરફ ટૂંકી નજરે ન જેવું.
- ધર્મ સાધ્યા વગર અહીંથી આપણે જઈએ તે આ મનુષ્યભવાદિ સામગ્રી મળી તે અર્થ વગરની થઈ જાય અને બંધ મૂઠીએ આવેલ આપણે ઉઘાડી મૂઠીએ ચાલ્યા જઈએ. ધર્મના આશ્રય વગર ચાલ્યા જઈએ તે આપણુમાં અને જનાવરમાં કાંઈ ફેર ન રહે તે પછી આ મનુષ્યત્વ, આર્યદેશ, સારું કુળ, નીરગિતા, સારું આયુષ્ય, શ્રદ્ધા અને બેધિરનની આપણને પ્રાપ્તિ થઈ તે એળે જાય, નકામી થઈ પડે અને આપણે તે લખારાશીના ફેરામાં ફર્યા જ કરીએ અને આપણું જે ઈચ્છા પાર પડવાની કંઈક આશા આ ભવમાં બંધાણી છે તે ફેકટ થાય. આ અવસર ફરી-ફરીને મળે તેમ નથી. તેથી આ પ્રથમ યતિધર્મ આદરી જીવનને સફળ કરે. ઘણી મુસીબતે આ મનુષ્યદેહ વગેરે અનુકૂળતા મળી છે તેને લેવાય તેટલે લાભ લે અને મળેલ સામગ્રીને સદુપયોગ કરે. આ ધર્મ તે કઈ અનેરી ચીજ છે, એ જે તે માણસને મળતું નથી.
ઉત્તમ-આ ધર્મ ઉત્તમ છે, સારે છે. તેની પ્રાપ્તિને લેવાય તેટલે લાભ લે અને જીવનને સફળ કરે.
આ પ્રથમ યતિધર્મ છે. દયા ઉપર આખી જૈન ધર્મની રચના છે અને એ પાયાને વિસારાય નહિ. પાયે ભૂલ્યા તે મૂળથી ખોટું થાય. તેથી, આ પાયાને બરાબર ધ્યાન રાખી મજબૂત કરે અને સર્વ પ્રકારે દયા ચિંતવવી અને તેને અમલ કરે. આ ધર્મ કરવામાં ધ્યાન જ રાખવાનું છે, એમાં પૈસે બેસતું નથી, એના ખરડામાં કાંઈ લખાવવું પડતું નથી. માટે દયા કરે. આઠ પ્રકારની દયા સમજે, પાળે અને ધર્મના પાયાને સાધે. એ વગર પ્રાણુને આરે નથી, એમ જ્ઞાનીઓ કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org