________________
પ્રશમરતિ વિવેચન સહિત સેવ્યતે–ફરી વખત લેવામાં આવે છે, તે પ્રમાણે. અતિનાશાય-પીડાનો-રેગને નાશ કરવાના હેતુથી. ઘણી વખત ટી. બી. કે એવા રાજગ જેવા વ્યાધિમાં એકની એક દવા સાત માસ કે તેથી વધારે વખત લેવામાં આવે, તે લેનારને તેમાં પુનરુક્તિ દોષ જણાતું નથીઆપનારને તેમાં વાંધો લાગતું નથી. રાગ-દ્વેષ એવા આકરાં દરદ છે કે તેને માટે જે ઉપચાર કરવામાં આવે, તેમાં પુનરુક્તિ દેષ થાય છે એ સવાલ થે જ છેટે છે. એમાં ઉદ્દેશ એકની એક વાત ફરી ફરીને કરવાનું નથી, પણ સંસારી પ્રાણીને રાગદ્વેષથી બચાવવાનો છે. આ કારણે પુનરુક્તિ દેષને સવાલ જ રહેતું નથી. ' રાગાર્તિ–રાગની પીડાને હરનાર જે ઉપાય-એસડ છે, તેને માટે વારંવાર કહેવામાં આવે તે કોઈ પ્રકારને પુનરુક્તિ દોષ થતું નથી. પુનરુક્તિ દેષ તે લેખનમાં થાય, અહીં તે ઉદ્દેશ જ જુદે છે. આશય ફરે દોષને સવાલ જ રહેતું નથી.
બહુશ ––અનેક રીતે એ એસડ આપવામાં આવે, કઈ વાર અનુપાન ફેરવવામાં આવે, પણ તેનું તે એસિડ અપાય તે તેમાં ફરી ફરીને એવી વાત કરવાને દેષ થતું નથી. - અર્થપદં–સૂત્રનો અર્થ કરે, વસ્તુને સમજાવે તેવું પદ, વચન અથવા ઉપદેશને વિસ્તાર, વચન સમજાય તેવું બોલવું તે. આ જ અર્થમાં સદર શબ્દ આવતી ગાથામાં પણ જાયેલ છે. .
કહેવાની બાબત એ છે, મંત્રના પદને વારંવાર ફરીફરીને બોલવામાં આવે છે, તેમ રાગરૂપ ઝેરના વચનને એક ને એક રૂપમાં ફરીફરીને બોલવું, એમાં પુનરુક્તિદોષ થાય છે, એવો વિચાર પણ બરાબર નથી. તેથી અગાઉના તીર્થકર અને ગણધરોએ તેમ જ ઋષિમુનિએ કહેલી વાત ફરીફરીને કહેવી, તેમાં પુનરુક્તિદોષ થાય છે એ વિચાર જ ખોટો છે. આ તે આકરું ઝેર છે, તેથી તેને દૂર કરનાર ઓસડ પણ ફરીફરીને અપાય તેમાં પુનરુક્તિદોષની કપના કરવી પણ અનુચિત છે, મતલબ, એ કોઈ દેષ થતું નથી. એમાં બોલવા ખાતર કઈ વાત બોલાતી નથી, પણ મંત્રની જેમ આ એકની એક વાત અનેક રૂપે કહેવાય છે. આમાં ર્તાને ઈરાદો જોવા જેવો છે. (૧૪) એક વધુ દાખલે તે જ મુદ્દા પર–
वृत्त्यर्थ कर्म यथा तदेव लोकः पुनः पुनः कुरुते ।
एवं विरागवार्ताहेतुरपि पुनः पुनश्चिन्त्यः ॥१५॥ અથ–વન માટે જેમ કે તેનું તે કામ ફરી ફરીને કરે છે, તેમ જ વૈરાગ્યવાર્તાના કારણને વારંવાર વિચારવું ઘટે છે. (૧૫)
વિવેચન–આમાં પુનરુક્તિ દોષ થતું નથી, તે જ વાત એક વધારે દાખલે આપીને આ ગાળામાં કર્તા કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org