________________
૨૩
પદમ—સૂત્રના રહસ્યને સમજાવનાર હોઇ એ ચલાવી લેવા જેવી હકીક્ત છે, અને એમાં શાસ્ત્રદૃષ્ટિએ કાંઈ વાંધા નથી.
નમસ્કાર
જેમ ઝેર ઉતારનાર એક ને એક મ`ત્ર ફરી ફરીને ઉચ્ચારે છે અને ધીમે ધીમે ઝેરની અસર ઊતરતી જાય છે અને પીડા-વેદના ઘટતી જાય છે, તેમ રાગદ્વેષ તા ઝેરથી પણ વધારે સખત આંતરનિષ છે, તેને દૂર કરવાના પટ્ટમાં પુનરુક્તિનો સવાલ જ નથી.
સંસ્કૃતના અભ્યાસીને પુનરુક્તિ દોષ શે છે તે સમજવું મુશ્કેલ નથી. એક વાત ફરીવાર કરવી તેને પુનરુક્તિ દોષ અલ'કારશાસ્ત્રમાં બતાવ્યા છે. આવા કોઈ દોષ આ ગ્રંથ લખવામાં થતા નથી, એવે આ ગ્રંથકર્તાને બચાવ છે. તેઓ કહે છે કે, પ્રાણીને રાગદ્વેષનું ઝેર એવું લાગી ગયેલું છે કે, તેના નાશ કરનાર શખ્ત વારવાર વપરાય તે તેમાં દોષ નથી. મત્રાચ્ચાર કરતાં “ટ્ પુર્ સ્ત્રાદ્દા” કે એવા શબ્દો, અને ઘણી વાર આખા મત્ર, ફરી કરીને ખેલાયા કરે છે, એમાં ખેલનાર પુનરુક્તિ દોષ કરે છે, એવા ખેલનાર કે સાંભળનારને ખ્યાલ પણ આવતા નથી. ગ્રંથÒ અનેક દાખલા આપી જણાવે છે કે, રાગદ્વેષનું ઝેર પ્રાણીને એવું સખત ચઢી ગયેલુ છે કે તેને દૂર કરનાર મંત્ર તીર્થંકરે કહેલા કે ગણધરે ગૂથેલા શબ્દોમાં ક્રુરી ફીને કહેવામાં આવે તે તેને પુનરુક્તિ ન ગણવી. આ ખચાવ બીજા દાખલાઓ આપી લેખક સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે, તે આપણે જોઇએ. (૧૩)
પુનરુક્તિને દોષ ન કહેવાના ખીને દાખલા
यद्वदुपयुक्त पूर्वमपि भैषजं सेव्यतेऽतिनाशाय । तद्वद्रागातिहरं बहुशोप्यनुयोज्यमर्थपदम् ||१४||
અજેમ વ્યાધિના નાશને માટે પ્રથમ ઉપયેાગમાં લીધેલુ' ઓસડ વ્યાધિના નાશ માટે ફરીવાર વપરાય છે, તેમ રાગરૂપી પીડા-વ્યાધિને હરનાર એસડ હાય તે અનેકવાર ઉપયોગમાં લેવામાં આવે છે. (૧૪)
વિવેચન-આ ગ્રંથ પુનરુક્તિ દોષ કરતા નથી, તેને માટે વળી એક વધારે દલીલ આ ગાથામાં આપે છે.
ઉપર્યુકત--અગાઉ પ્રયુક્ત. તમે કોઈ વૈદ્ય કે દાક્તરને ત્યાં જાઓ ત્યારે સારું છે એમ જણાય એટલે વૈદ્ય અથવા દાક્તર તેની તે દવા આપે છે; એવા સાધારણ નિયમ છે. એ દવામાં જેમ પુનરુક્તિ દોષ લાગતા નથી, તેમ રાગદ્વેષના આકરા ઝેરના એસડને વારવાર તેના તે જ આકારમાં અપાય, તેમાં પુનરુક્તિદોષના સવાલ જ રહેતુ નથી.
ભેષજઔષધ. તમે હૅસ્પિટલમાં જાએ કે કાર્ય દાક્તર કે વૈદ્ય પાસે દવા કરાવવા જા, તે જેમ તેની તે દવા ચાલુ રાખે છે તેને પુનરુક્તિ દોષ લાગતો નથી, તેમ તીથંકરે કહેલું રાગ-દ્વેષનું એસડ એનું એ આપતાં, એમાં પુનરુક્તિ દોષ થતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org