________________
પ્રશમરતિ વિવેચન સહિત રજૂ કર્યાં છે. મારા મૌલિકતાના દાવા નથી. આમ લખવા છતાં તેઓએ ભારે મૌલિકતા બતાવી છે. તે ગ્રંથ વાંચવાથી જણાશે. મતલબ, તે તીથ પતિને, તેમના પૂર્વાચાર્યાંને અનુકૂળ રહ્યા છે, તેઓએ . ઘરની એક પણ વાત કરી નથી. કદાચ નવીન ભાવ આપ્યા હશે, તે તે અસલના ભાવને અનુકૂળ રહીને હશે. અહી નમ્રતાની પરાકાષ્ઠા બતાવી છે. (૧૨)
શા માટે પુનરુક્તિ દોષ થતા નથી ?––
यद्वद्विषघातार्थं मन्त्रपदे न पुनरुक्तदोषोऽस्ति । तद्वंद्रागविषघ्नं पुनरुक्तमदुष्टमर्थपदम् ॥१३॥
અર્થ—જે પ્રમાણે ઝેર કે અફીણની અસર નાશ કરવાને અંગે એક ને એક મઃત્રપદ વારંવાર ખેલાય, તેમાં પુનરુક્તિ દોષ નથી, તેમ રાગરૂપ ઝેરને હરવાને અંગે, તે ઝેર આકરું હેાવાથી, એમાં પુનરુક્તિના દોષ થતા નથી. (૧૩)
વિવેચન—-પુનરુક્તિ દોષ થતા નથી, તેનું કારણુ આ ગાથામાં સ્પષ્ટ કરતાં તેને લાગુ પડે તેવા દાખલા આપે છે.
વિષઘાત—ઝેર ઉતારવા માટે, સનું કે ગરલનું ઝેર લાગી ગયુ. હાય તે તે મટાડવા માટે મંત્રપદ્ય-એકના એક મત્રપાઠ એ-દશ-સા-વાર-અનેકવાર ખેલવામાં આવે છે; કારણ કે મંત્ર તે થાડા અક્ષરોના જ હોય. ગારુડી કે ઝેર ઉતારનાર આખે વખત મત્રના તેના તે જ અક્ષરો મેલ્યા કરે છે, ફ્રી ફ્રીને ખેલ્યા કરે છે. માચ્ચાર કરનાર, મંત્રને માનનાર, પુનરાવત નના દોષ કરતા નથી, પણ ઝેર ઊતરતાં સુધી માંત્રનું પુનરાવત ન કર્યા જ કરે છે, તેમાં કાંઈ દોષ લાગતા નથી.
એવે
પુનરુક્ત—ફરી ફરીને તે ને તે જ પદ કે પાઠ ખોલવાના દોષ તે કરે છે, તેને ખ્યાલ પણ આવતા નથી અને તેના ફફડતા હાઠ જોઈ અથવા મંત્રપદ સાંભળી, તે ને તે પાઠ વારવાર સાભળે, તેમને પણ ઝેર ઉતારનાર કોઈ જાતના દોષ કરતા હાય એમ લાગતું નથી, એટલું જ નહિ, પણ એ એના ગુણુ ગણાય છે, એ એની લાયકાત ગણાય છે.
રાગવિષ——રાગ અને દ્વેષ મનનાં ઝેર છે. એ ઝેરના નાશ કરનાર જે મંત્ર છે, તેનું જુદી જુદી રીતે ફરી ફરીને ઉચ્ચારણ થાય, તેમાં પુનરુક્ત દોષ થતા નથી. રાગદ્વેષને આ વ્યાધિ કેટલે આકરી છે, તે આપણે ત્રીજા પ્રકરણમાં જોશું.
અદુષ્ટ—“અષણુવત્” એવા અથ ટીકાકાર કરે છે; એમાં કાંઇ વાંધે નથી. સર્પનું ઝેર ઉતારનાર મ`ત્રાક્ષરીને વારવાર ખેલ્યા કરે છે, તેમ રાગદ્વેષનું વિષ એટલું આકરું હું એ મ’ત્રાક્ષરો ગમે તેટલી વાર ખેલાય, તેમાં પુનરુક્તિ જેવા દોષને સદ્ભાવ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org