________________
४४६
પ્રશમરતિ વિવેચન સહિત નથી અને શેકેલે પાપડ ભાંગવાની તારી પિતાની તાકાત નથી. ત્યારે આ સર્વ કોના માટે? અને કેટલા ટૂંકા વખત માટે ? - આપણે આ દુનિયામાં કેવા મજબૂત થઈને, કેવા અક્કડ થઈને ચાલીએ છીએ. દુનિયાદારીની ખટપટ કરીએ, ખોટાં સાચાં બચાવ કરીએ, કોઈને છેતરવા છટકા માંડીએ ત્યારે જાણે આપણે અમરપટો લખાવી આવ્યા હોઈએ અને જાણે આપણે કદી જવાના જ નથી એ ધોરણે વતીએ છીએ. પણ ભાઈ ! આ સર્વ ધાંધલ થોડા દિવસ ચાલશે. અંતે વહેલાં કે મેડાં જવું જ પડશે અને તેની પછવાડે તે ચાર નાળિયેર પણ સાથે આવવાનાં નથી અને સગાં વહાલાં બહુ તે સ્મશાન સુધી આવશે. પણ તારાં માનેલાં ઘરબાર સાથે પછી કાંઈ સંબંધ નહિ ટકે. જે ઘરની ખાતર તે આટલું કર્યું અને કરે છે તેમાં તું પેસવા માટે ન આવે તે માટે લેઢાના ખીલા લગાવવામાં આવશે. એવી માન્યતા છે કે ભૂત લેઢાને ઓળંગી શકતું નથી. તું એ ઘર જેને પિતાનું માનતે તેમાં તારું ભૂત ન આવે તે માટે ઘરનાં આંગણમાં ખીલા લગાડાશે અને તું એ ઘરને તારું પિતાનું માને છે અને તારી સ્ત્રી કે તારા ભાઈબહેન બે પાંચ દિવસે તને ભૂલી જશે અને તારું નામ પણ નહિ સંભારે. આ સર્વ વાતને વિચાર કરે અને તારાં કરેલાં કર્મોનું ફળ તારે ભેગવવું પડશે, તેમાં કઈ ભાગ પડાવવા કે તે ઉપાધિથી તને મુક્ત કરવા કોઈ આવશે નહિ. કેઈ કામ કરતાં પહેલાં, કોઈ જાતને વેપાર કરતાં પહેલાં, કઈ પ્રવૃત્તિ હાથ ધરતાં પહેલાં તું વિચાર કર કે એ સર્વ તું જેને માટે કરે છે? અને આ ઘર અને તેમાં રહેનાર જેને તું તારા પિતાનાં માને છે તે કઈ હદ સુધી તારાં છે અને કેટલે કાળ તે તારાં રહેવાના છે. તેઓની ખાતર તું મરી પડે છે, અનેક પાપ કરે છે, અનેક સાચાં જૂઠાં કરે છે તે સર્વ નિરર્થક છે. તું તારું પિતાનું સાધી લે અને આ મનુષ્યભવનું દુર્લભપણું વિચાર. તારામાં સમજણ છે, ગણતરી છે તેને ઉપયોગ કરે અને જે તારું હોય તે જ સ્વીકાર, પણ બીજા ચાલે છે તે માર્ગે ગતાનુગતિક થઈ ચાલ્યા જા મા અને કયે રસ્તે કર્મો આવે છે અને કેવી રીતે તેનાં દ્વાર બંધ થઈ જાય છે અને અંદર રહેલાં કર્મોને કેમ નાશ કરી શકાય છે તે વિચાર અને લેકસ્વભાવ કેવો છે તે જાણી લે અને આ ધર્મ અને આ બેધિરન વારંવાર ન મળે તેવું છે તે વિચાર અને વિચારી તને બેસે ત્યાર પછી તારે શું કરવું તે આવતા પ્રકરણમાં કહેવામાં આવશે, પણ તે વિચાર કરતે થઈ જા એટલું જ આ ભાવનાનું ક્ષેત્ર છે. આટલી સમજણ, તંદુરસ્તી અને ગુરુમહારાજની જોગવાઈ મળી છે અને જૈન ધર્મ તારી પાસે આવ્યો છે તે માટે પુદય છે, તેને તું સમજ અને સમજીને તારી અક્કલને ઉપયોગ કર. તને બેસી રહેવું ન જ પાલવે.
તારા શત્રુઓ તે વિષય, કષાય, વિકથા, વગેરે છે. તેમને નિમૂળ કરવાના માર્ગો લે અને આ દુનિયાદારી નીતિને ત્યાગ કરી તારું પિતાનું કાંઈ સારું થાય તેવી પ્રગતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org