________________
ભાવના
કરવાને હવે પછી વિચાર આવશે તે આદર. અહીં ભાવનાને અધિકાર પૂર્ણ થઈ જાય છે. એ પ્રાણીને વિચાર કરતાં શીખવે છે. પ્રાણી પિતાની વસ્તુસ્થિતિ સમજે ત્યાં ભાવનાનું ક્ષેત્ર પૂરું થાય છે. તારામાં વિચાર ઉપજાવે, તને વિચાર કરતે કરી દે એટલું જ ભાવનાનું ક્ષેત્ર છે. તું દુનિયાનાં અનેક કામ કરે છે, ઈસ્કીટાટ થઈને ચાલે છે અને ધમધમાટ કરે છે તે તેના ઉપર અને શેના ઉપર? અને જમકાકા જે દિવસે તને લેવા આવશે ત્યારે તારે બચાવ શું થવાનું છે? આ સર્વ વાતને વિચાર કરતે પ્રાણને કરી દેવે એ ભાવનાની ભૂમિકા છે.
ફતિ માવનાગરીમ્ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org