________________
.४२४
પ્રશમરતિ વિવેચન સહિત અગિયારમી ધર્મભાવનાનું વિસ્તારથી સ્વરૂપ
धर्माऽय स्वाख्यातो जगद्धितार्थ जिनेर्जितारिगणैः ।
येऽत्र रतास्ते संसारसागरं लीलयोत्तीर्णाः ॥१६१॥ અર્થતીર્થકર મહારાજ જેમણે શત્રુના સમૂડ ઉપર વિજય પ્રાપ્ત કરેલ છે, તેમણે જગતના હિતને માટે આ ધર્મને વર્ણવી પ્રગટ કરે છે. એ ધર્મમાં જેઓ લાગી જાય છે તેઓ આ સંસારરૂપ સાગર(સમુદ્ર)ને મજામાં વગર પ્રયાસે તરીને સામે કાંઠે પહોંચી જાય છે. (૧૬૧).
વિવેચન–હવે અગિયારમી ધર્મભાવનાને ભાવવા પ્રેરણા કરે છે. તેના લેકમાં એક જ વાત કરી છે કે જેમણે આ ધર્મ બતાવ્યું છે તેમને કોઈ જાતને સ્વાર્થ ન હતા, તેઓએ શત્રએ ઉપર વિજય મેળવ્યું હતું અને જે એ ધર્મમાં લાગી ગયા છે તેવા પ્રાણીઓ આ મેટા સંસાર સમુદ્રને ઘણી સહેલાઈથી અને વગર મહેનતે તરી ગયા છે. તમારે જે સંસારને તરે હોય તે ધર્મને સમજે અને સમજીને તેને અમલ કરે, કારણ કે તમે આ સંસારથી થાકયા છે અને તમારી રખડામણને છેડે આ ધર્મમાં આસક્ત થવાથી આવે તેમ છે, તેને અનેક દાખલાઓ અત્યાર સુધીમાં બની ચૂક્યા છે. પ્રથમ ગ્રંથર્જાની આ પ્રેરણાત્મક વાતને આપણે વિચારીએ.
ધમ–આ ધર્મભાવનાના બતાવનાર કેણ છે તે બતાવી, એવા નિઃસ્વાથી માણસને અનુસરવા પ્રેરણ કરે છે. અને જે ભાવના ભાવવાથી અને ધર્મને અનુસરવાથી અનેક માણસે તરી ગયા છે તે ભાવના અને ધર્મની વાત કાંઈ જેવી તેવી ન હોય, એટલે તમને પણ સંસારના ફેરાઓને કંટાળો આવ્યું હોય તે તમે આ ભાવના ભાવે અને પરિણામે તમે ધર્મભાવનાને અમલ કરે. ભાવના ભાવવાથી તમારે આદર્શ સ્પષ્ટ થશે, પણ સંસારસાગરને તરી જવાની તમારી ઈચ્છા તે ધર્મને અમલમાં મૂકવાથી જ બર આવશે. પ્રથમ આ ધર્મભાવના સમજે અને તે કેવા પુરુષે બતાવી છે તે ધ્યાનમાં લે.
વ્યાખ્યાતે–વર્ણવ્યું, પ્રરૂપે, જણાવ્યું. પ્રથમ, પુરૂષવિશ્વાસે વચનવિશ્વાસ થાય છે, તે આ ધર્મ કોણે બતાવ્યું છે? તેના આદિપુરુષનું મહત્ત્વ આપણે વિચારીએ.
જગદ્ધિતા–તીર્થ કરને એક પાઈ પણ લેવી ન હતી. અને પિતાના માલને સદો પણ કર ન હતું. તેઓ માત્ર લેકનું હિત થાય તે ઈરછાએ જ આ ધર્મને ઉપદેશી જણાવી ગયા છે. જેમાં પૈસા લેવાને સ્વાર્થ ન હોય તે કામ જરૂર આચરવા
ગ્ય હોય છે. તીર્થંકર મહારાજ નિઃસ્વાર્થભાવે આ જગતના લાભ માટે અને તેઓની પ્રગતિ માટે જ આ ધર્મ બતાવી ગયા છે. તેઓને દીકરાદીકરી વરાવવા ન હતા કે તેઓને શિષ્ય પરિવાર જમાવ ન હતે.
Jain Education International
For Private & Personal Use Only
.
www.jainelibrary.org