________________
ભાવના
કર૫ જિન–જેમણે પિતાના રાગદ્વેષને જિત્યા છે તે જિન. જેમણે પિતાના કષા પર વિજય મેળવ્યું છે તે તીર્થંકર પ્રભુએ એકાંતપણે લેકોનું હિત કરવા આ ધર્મને બતાવ્યું છે, તેનું પાલન કરવાનો નિશ્ચય કરવા આ ભાવના કરવી.
જિતારિગણ–જેમણે સંસારને વધારનાર વિષય કષાય રૂ૫ શત્રુઓ સાથે લડી જય મેળવ્યું છે એવા જિને, તીર્થકરે. તીર્થકર મહારાજે પોતે શત્રુઓના ઉપર જય મેળવ્યા છે તેટલા માટે જ તેઓ જિન એટલે વિજ્ય મેળવનાર કહેવાય છે. એવા તીર્થકરેએ આ અગિયારમી ભાવના બતાવી છે. તેમાં તેમને કોઈ સ્વાર્થ ન હતું. તેઓએ તે સંસારમાં રખડનાર જીવના હિતની દષ્ટિએ જ આ વાત કરી છે. અને નિઃસ્વાર્થ વૃત્તિઓ અને બીજાનું ભલું કરવા માટે જે વાત કરી હોય તે બરાબર ધ્યાન દઈને સમજવી જોઈએ.
રત–એમાં જેઓ લાગી ગયા છે, તેમાં જેઓ લય પામી ગયા છે, તેમાં જેઓ એકમય થઈ ગયા છે તે અનેક પ્રાણીએ. - ઉત્તીર્ણ–તેઓ આ સંસારને રમતમાત્રમાં તરી ગયા છે. આવા દાખલા શાસ્ત્રમાં અનેક છે. ધન્ના શાલિભદ્ર, નંદક, મેઘકુમાર વગેરે અનેક સાધુઓ જરા પણ મુશ્કેલી વગર આ સંસારસમુદ્રને રમતમાત્રમાં તરી ગયા છે. તમને જે આ રખડપાટાને કંટાળો આવ્યો હોય અને તમારે જે સંસાર સમુદ્ર તરી જ હોય તે આ ભાવનાને કે તમને ગમે તે ભાવનાને હૃદયથી સ્વીકારે, ચિંતો અને આ સંસારસંબંધી ચિંતવન કરે. તમારે વિસ્તાર આવી જાતનું ભાવનાનું ચિંતવન સત્વર લાવશે અને રખડપાટ આળસશે, એટલે શિવપુરનગરે તમે સત્વર જશે, અથવા રખડપાટાને અંત એ જ શિવપુરનગરને નિવાસ છે એમ સમજજે.
લીલયા–આ સંસાર સમુદ્ર તરે અને તેને સામે પાર જવું તે ઘણું મુશ્કેલ છે, પણ પૂર્વકાળના સાધુપુરુષે આ સંસારસમુદ્રને રમતમાત્રમાં તરી ગયા છે. તેઓને કાંઈ ઘણે મેટો પ્રયત્ન તે સમુદ્ર તરવા માટે કરે પડયો નથી. તમે પણ તે જ સાધુપુરને અનુસરે અને વગર પ્રયાસે આ સંસારસમુદ્ર ઓળંગાય તે સામે પાર પહોંચી જાવ. તેમ કરવાનું સાધન આ ભાવનાનું ચિંતન છે. ચિંતન કરી પછી તેને કાર્યક્ષેત્રમાં અમલ કરો. લીલયા એટલે રમતમાત્રમાં
ધર્મભાવના આવી રીતે ભાવવાની છે. આ ધર્મ મળે અત્યંત મુશ્કેલ છે, તે મળી ગયે તે પૂરેપૂરો લાભ લઈ આ જન્મ સફળ કરે અને સંસારસમુદ્રને તરી જ. આ ધર્મ મહાપુગે મળે છે, તે તેને મેળવીને જે આળસમાં વખત કાઢે છે તે સંસારસમુદ્રમાં અટવાયા જ કરે છે, માટે આ પ્રાપ્ત થયેલ ધર્મને સારી રીતે લાભ લે. પ્ર. ૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org