________________
૪૩
ભાવના થાય છે. (પરંતુ તે તે જ્યારે લેકાવધિ, પરમાવધિ કે કેવળજ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે જોઈ શકાય તેમ છે. અવધિ જ્ઞાનને વિષય રૂપી દ્રવ્ય હેવાથી કાવધિ કે પરમાવધિ વડે પણ સિદ્ધશિલા જેવાય છે, સિદ્ધના જીવ જોઈ શકાતા નથી. સિદ્ધ તે અરૂપી છે. તે કેવળજ્ઞાનને જ વિષય છે, એટલે તેની પ્રાપ્તિ કરવાની હોંશ નિરંતર ચિત્તમાં રહે છે એમ સમજવું.)” (૯-૧૦) :
આ પ્રમાણે લેકભાવના કરવાની છે. હવે ઉપાધ્યાય શ્રી વિનયવિજય મહારાજ શાંતસુધારસ ગ્રંથમાં, શું કહે છે તેને સારી માત્ર જોઈ જઈએ. તેઓશ્રી જણાવે છે કે વિશ્વરચના અનાદિ છે. આ વિશ્વની ભૂગોળ ઉપર જૈનગ્રંથને ત્યાર પછી અભિપ્રાય જણાવવામાં આવ્યો છે; લેકસ્વરૂપનું ત્યાર પછી વર્ણન છે; રજુનું માપ ત્યાર પછી બતાવ્યું છે. ત્રણ લેકની કુલ ઊંચાઈ ત્યાર પછી જણાવવામાં આવી છે, નીચે નરકભૂમિઓ છે તેનું વર્ણન કર્યું છે, પ્રત્યેક નારકીને ત્યાર પછી આયુષ્ય બતાવવામાં આવ્યા છે, પછી તેર પ્રતર અને બાર આંતરા વર્ણવ્યાં છે. અને ત્યાર પછી વ્યંતર અને વાણુવ્યંતરનાં સ્થાને વર્ણવ્યાં છે. પછી તિર્યમ્ લેકની રચના સમજાવેલ છે. કર્મભૂમિના માણસે અને તેમાં વસનારાઓને વર્ણવી આખા તિષ ચક્રને પછી બતાવ્યું છે. આ કર્મભૂમિ અને છપ્પન અંતરદ્વીપને અનુક્રમે વર્ણવ્યા છે. ઊર્વિલેકમાં બાર દેવલેક આવે છે ત્યાર પછી વર્ણવ્યા. નવ રૈવયક અને અનુત્તર વિમાનને ત્યાર પછી બતાવ્યા છે. અને આખરે સિદ્ધશિલાને વર્ણવી છે. લેકમાં છ દ્રવ્ય છે તે બતાવી તેમાં રહેલા જીવ અને પુદુગળનું નાટક થાય છે તે બતાવેલ છે. આ વિચારણાનું પરિણામ ત્યાં વર્ણવેલ છે. અલેકથી વીંટાયેલ લેકને વર્ણવી સમુદ્દઘાતને પછી સ્પષ્ટ કરી છે. આ વિવર્તવાદ ત્યાર પછી સમજાવ્યું છે. એ લેકમાં રહેલાં ભયસ્થાનેને તે પછી બતાવ્યાં છે. એમાં ઉત્સા પણ થાય છે અને શેકચિહ્નો ઘણું છે, તે જણાવી આવા ભ્રમણથી થાક્યા છે ? એ સાર્થક સવાલ કરે છે. ભાવનાની સર્વસંગ્રાહકતા રજૂ કરી તેનું મહત્ત્વ સ્પષ્ટ કર્યું છે. દેવકના સુખની લાલચ નકામી છે તે બતાવી તે પછી સંસ્થાનેને અંગે વિચારણા કરી છે. બારીક અવલોકન કરતાં સંસાર પર ધૃણા આવે તેવું છે. લેકભાવનાની વિશાળતા સ્પષ્ટ કરી છેવટે આ લેકાવનાને વિષય પૂરો કર્યો છે. એનું વિસ્તારથી વિવેચન શાંતસુધારસ બીજા ભાગમાં પૃ. ૬૬-૧૦૫ સુધીમાં આ વિવેચનકારે કર્યું છે. આ ભાવના ત્યાંથી વાંચી લેવી. તેને ત્યાં અગિયારમી ભાવના તરીકે ગણી છે. '
આ લેકસ્વરૂપ વિચારી ત્યાંનાં સર્વ સ્થાનકેએ આ જીવ ગયો છે અને અનેકવાર ગયે છે અને તેને રખડપાટ થયા જ કરે છે. પણ હજુ સુધી તેની રખડપાટો અંત આવ્યું નથી. આ રીતે ઉમાસ્વાતિ મહારાજની દશમી ભાવના વિચારવી. (૧૬)
Jain Education International
For Private & Personal-Use Only
www.jainelibrary.org