________________
૪રર
:
પ્રશમરતિ વિવેચન સહિત દ્વીપ સમુદ્ર અસંખ્ય રે, પ્રભુ મુખ સાંભળી; રાય ઋષિ શિવ સમજીએ એ. લાંબી પહેળી પણયાલ રે, લખ જોયણું લહી; સિદ્ધ શિલા શિર ઊજળી એ. ઊંચે ધનુ સંય તીન રે, તેત્રીશ સાધિકે, સિદ્ધ એજનને છેહડે એ. - અજર અમર નિકલંક રે, નાણુ દંસણ મય;
તે જેવા મને ગહગહે એ. એના અર્થ બતાવતાં કહે છે કે “ગુરુમહારાજના ઉપદેશપૂર્વક તેમના કહેવા પ્રમાણે લેકસ્વરૂપભાવના ભાવીએ અર્થાત્ લેકનું સ્વરૂપ વિચારીએ. લેકનું સ્વરૂપ કેવું છે તે કહે છે. આ લેક ઊભા રહેલા પુરુષને આકારે છે કે જેણે બે પગ પહોળા રાખેલા છે અને બે હાથ કેડ ઉપર રાખેલા છે. આવા આકારવાળે લેક કાજળની કુપળીની જેમ પુદુગળ વડે પૂરે છે. તદુપરાંત ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય, તેમના દેશ અને પ્રદેશ તેમ જ અનંતા જી વડે એ પ્રપૂરિત છે. સાત રાજ દેશે ઊણે ઊર્ધ્વ લેક છે. તીર્થો લેક જે ૧૮૦૦ (અઢારસો) જન પ્રમાણ ઊંચે ને ઊડે મળીને ગણવામાં આવે છે તેને સમાવેશ ઊર્વ લેકમાં કરે છે. અલેક સાત રાજ સાધિક છે. એ બે મળીને ચૌદ રાજ ઊંચે લેક છે. તે જ પ્રમાણે તેના મધ્યમાં ત્રસનાડી ચૌદ રાજ લેક ઊંચી અને એક જ રાજની પહેળી જાડી છે. તે ત્રસ જીવનું સ્થાન છે. ત્રસ જીવે તેટલા ભાગમાં જ રહેલા છે.” (૧ થી ૬)
ત્રસ નાડીની અંદર ઊર્વકમાં સુરાલય એટલે વૈમાનિક દેનાં સ્થાન એટલે બાર દેવલેક, નવ ગ્રેવેયક અને પાંચ અનુત્તર વિમાન છે. નીચે અધલેકમાં નારકે છે અને નાભિએ મધ્યલેકમાં મનુષ્ય, તિર્યંચ અને બે જાતિના દેવતા (વ્યંતર અને જોતિષ) તથા અસંખ્ય દ્વીપસમુદ્રો છે. શિવરાજ ત્રાષિ પ્રથમ સાત દ્વીપ અને સાત સમુદ્ર જ છે એમ વિર્ભાગજ્ઞાન વડે જેવાથી કહેતા હતા, તેમણે પ્રભુના મુખે અસંખ્ય દ્વીપસમુદ્રની વાત સાંભળી, તેમનું વિર્ભાગજ્ઞાન નાશ પામ્યું અને તેમણે અસંખ્ય દ્વીપસમુદ્રો દીઠા અને કબૂલ કર્યા.” (૭-૮)
- “ચૌદ રાજમાં સૌથી ઉપર પિસ્તાળીસ લાખ જન લાંબી પહોળી ઉજજવળ વર્ણની (સ્ફટિકની) સિદ્ધ શિલા છે. તેની ઉપર એક જન જઈએ ત્યારે લેકને અંત આવે છે. તે એજનના ઉપલા બારમા ભાગમાં એટલે સાધિક ૩૩૩ ધનુષ્યમાં અજર, અમર, નિષ્કલંક અને જ્ઞાનદર્શનમય સિદ્ધ ભગવાન રહે છે. તે જોવાને માટે મનમાં ઘણી હોંશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org