________________
૪૧૮
પ્રશમરતિ વિવેચન સહિત તપસી કુલ ગણ સંઘના, ચિ૦ થિવિર પ્રવર્તક વૃદ્ધ ચતુર ચૈત્યભક્તિ બહુ નિર્જરા, ચિ. દશમે અંગ પ્રસિદ્ધ. ચતુર૦ ૩ ઉભય ટૂંક આવશ્યક કરે, ચિ૦ સુંદર કરી સઝાય; ચતુર પિસહ સામાયિક કરે, ચિ. નિત્ય પ્રત્યે નિયમ નભાય. ચતુર ૪ કર્મસૂદન કનકાવળી, ચિ. સિંહવિક્રીડિત દેય ચતુર શ્રી ગુણરયણ સંવત્સરુ, ચિત્ર સાધુપતિમ દશ દેય. ચતુર૦ ૫ - શ્રતઆરાધના સાચ, ચિ૦ ગવહન ઉપધાન ચતુર૦
" શુકલધ્યાન સુવું ઘર, ચિ. શ્રી આંબિલવર્ધમાન. ચતુર૦ ૬ ચૌદ સહસ અણગારમાં, ચિ૦ ધન ધને અણગાર; ચતુર
સ્વયંમુખ વીર પ્રશંસીઓ, ચિ. અધિક મેઘકુમાર. ચતુર૦ ૭. તેના સર્વ અર્થ કરતાં કહે છે કે “નવમી નિર્જરા ભાવના માટે કર્તા ચતુર મનુષ્યને ચેતવણું આપે છે કે, તમે ચેતે અને ભાવના ભાવ. આ ભાવનાનું સ્વરૂપ શું છે તે બતાવે છે કે, તમે વ્રતપચ્ચખાણ કરે, ગુરુ પાસે પાપ આલેચે, વિનયગુણને ધારણ કરે, વૈયાવચ્ચ પણ બહુ પ્રકારે કરે. વૈયાવચ્ચ કેની કરવી? તે કહે છે કે દુર્બળ, પ્લાન (રેગી), આચાર્ય, ઉપાધ્યાય, શિષ્ય (લઘુમુનિ), સાધર્મિક, કુળ, ગણુ અને સંઘસ્થવિર તથા પ્રવર્તક કે વૃદ્ધ હોય તેની. ચૈત્યની ભક્તિ કરવાથી બહુ નિર્જરા થાય છે. આ હકીક્ત શ્રી પ્રશ્નવ્યાકરણ નામના દશમા અંગમાં કહેલ છે.” (૧-૨-૩) - “વળી બે ટંક આવશ્યક (પ્રતિક્રમણ) કરે, સુંદર સજઝાય-ધ્યાન કરે, પિસહ કરે, સામાયિક કરે, નિયમ ધારે, અથવા નિત્ય નવા અભિગ્રહ કરે. હવે અનેક પ્રકારના તપ બતાવે છે. ચોસઠ દિવસને કર્મસૂદન તપ, બે પ્રકારને સિંહવિક્રીડિત તપ ને ગુણરત્નસંવત્સર નામે તપ કરે. સાધુની બાર પડિમાનું આરાધન કરે. શ્રતની આરાધના કરે અને ઉપધાન તપ કરે. સૂઠું-સારું શુકલ ધ્યાન ધ્યાએ અને આંબેલનું વર્ધમાન નામે તપ કરો.” (૪-૫-૬).
“ચૌદ હજાર મુનિમાં ધન્ના અણગારને ધન્ય છે કે જેની વીર પરમાત્માએ સ્વમુખે પ્રશંસા કરી છે. વળી મહા સહનશીલ ખંધકમુનિ અને મેઘકુમારને પણ ધન્ય છે.” ()
આવી રીતે તપ કરવાથી પૂર્વનાં કરેલાં અને આત્મા સાથે જોડાયેલાં કર્મો પણ નાશ પામે છે. આ સંબંધમાં શ્રી વિનયવિજય ઉપાધ્યાય શું કહી ગયા છે તે આપણે જોઈએ. એનું વિવેચન મારા વિવરેલ શાંતસુધારસ ગ્રંથના પ્રથમ ભાગ પૃ. ૪૪૭-૪૯૨ પર છે. ત્યાં જણાવ્યું છે કે વેદાંતમાં ત્રણ પ્રકારનાં કર્મો વર્ણવેલાં છે. સત્તામાં જે કર્મો ગ્રહણ કરી લીધેલાં હોય તેમને અને નિજ રાને સંબંધ શું છે તે ત્યારપછી જણાવ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org