________________
ભાવના
( ૪૧૯ છે. આ નિજર સકામાં અને અકામા એમ બે પ્રકારની છે. તેના પર ત્યાર પછી વિવેચન કર્યું છે. પછી તપના બાહ્ય અને આત્યંતર એવા બે વિભાગ કર્યા છે. તેમાં બાહ્ય તપના છ પ્રકાર પ્રથમ બતાવ્યા છે. પછી આત્યંતર તપના છ પ્રકાર વર્ણવ્યા છે. તેમાં વિનયના સાત પ્રકાર, વૈયાવચ્ચના દશ પ્રકાર, સ્વાધ્યાયના પાંચ પ્રકાર અને ધ્યાનના ચાર પ્રકાર વર્ણવી ઉત્સર્ગ માર્ગ બતાવ્યું છે. અને સંયમતાની ઉત્કૃષ્ટતા વર્ણવી છે.
ચેતવનારના ભેદથી વહ્મિમાં ભેદ પડે છે. નિર્જરાના કારણને લઈને તે બાર પ્રકારની છે. - કર્મબંધ વખતની બેદરકારી વિચારણીય છે. નિકાચિત કર્મો કેમ બંધાય છે તે ત્યાર પછી જણાવ્યું છે. હીરની ગાંઠ અને તેલના ટીપાને દાખલે આપી એવાં કર્મ કાપનાર તપ છે એ દર્શાવ્યું છે. તપને મહિમા મોટો છે. ચાર મહા હત્યા કરનારા પણ તપથી શુદ્ધ બને છે. ભરત ચક્રવર્તીની ભાવના આ સ્થાને વિચારણીય છે. તપથી લબ્ધિ અને સિદ્ધિ થાય છે. (લબ્ધિ-સિદ્ધિને ઉપયોગ પ્રમાદ છે). તપ આંતરશત્રુ પર વિજય કરે છે. શ્રીમાન યશોવિજયજી કૃત તપાષ્ટકને અહીં ઉલ્લેખ કરવા યોગ્ય છે. જેમ ખર વા વાદળીને વીંખી નાખે છે તેમ તપ કર્મોને દૂર કરે છે. તપથી શત્રુ મિત્ર બને છે. વિાપ્રતિષ્ઠાયાં તનિધી વૈચાએ સૂત્ર પર વિવેચન ત્યાર પછી કરવામાં આવ્યું છે. : અપેક્ષા વગરના તપનું ફળ શું થાય છે તે પર વિવેચન ત્યારબાદ કરવામાં આવ્યું છે. તપ એ કર્મવ્યાધિને ઉપાય છે. એ ઓસડનું અનુપાન પણ સાથે જ છે. આ શાંતરસ પીવાની પછી ભલામણ છે. વિર પરમાત્મા, ગજસુકુમાળ, મેતાર્યમુનિ, અંધકમુનિ, ધના શાલિભદ્ર વગેરે અનેકને ત્યાં યાદ કરી તેમને વર્ણવ્યા છે. તપ કરવા ગ્ય વિભાગ વર્ણવી યશસોમની છેવટે નિજાભાવના ગાઈ બતાવી છે. આવા પ્રકારનું શાંતસુધારસમાં નવમી ભાવનાનું વર્ણન છે. એ પર વિચાર કરી તપને કરો, કારણ કે એ કર્મોને સૂકવી નાંખે છે. જૂનાં કર્મોને ઓછો કરવાને કે દૂર કરવાને માર્ગ આ એક જ પ્રકારને છે. એવી રીતે આ નવમી નિજરાભાવનાને ચિંતવવી.
તપને આટલે મોટો મહિમા છે. અગાઉ બાંધેલાં કર્મોને તે શેષવી નાખે છે અને અગાઉનાં કર્મોને દૂર કરવાનો માર્ગ આ તપસ્યા જ છે. તે સાથે યાદ રાખવું કે તપ એટલે એકલે બાહ્ય તપ નથી, પણ આત્યંતર તપને તેમાં સમાવેશ થાય છે અને આત્યંતર તપમાં તે અભ્યાસ પણ આવે છે. પૂર્વે ગ્રહણ કરેલાં કર્મોને પણ શેષવી નાખે એવી તપમાં ખાસ શક્તિ છે. આવી રીતે નવમી નિજાભાવના ભાવવી અને તે માટે નિર્જરા , તત્વને સમજવું (૧૫૯). - દશમી લોકસ્વરૂપભાવનાનું વિસ્તારથી સ્વરૂપ
लोकस्याधस्तिर्यग् विचिन्तयेदूर्ध्वमपि च बाहल्यम् । सर्वत्र जन्ममरणे रूपिद्रव्योपयोगांश्च ॥१६०॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org