________________
૩૯૮
પ્રશમરતિ વિવેચન સહિત મનુષ્યને ભવ પામીને ચેતવું યોગ્ય છે. જો આ ભવનાટકથી તું ઉભો છે, અર્થાત્ આ સંસારમાં નવા નવા વેશ લઈને નાચ કરવાથી થા , ઉદ્વિગ્ન થયે હે, અકળાણે હે, તે વિષયવિકારને તજી દે અને શુદ્ધ ચારિત્રને સ્વીકાર કર.” (૧-૨)
હવે આ સંસારમાં આ જીવે કેવાં કેવાં રૂપ લીધાં છે તે યાદ આપે છે. હે ચેતન ! કઈ વાર પૃથ્વીમાં, કોઈ વાર જળમાં, કેઈ વાર અગ્નિમાં, કોઈ વાર પવનમાં, કઈ વાર વનસ્પતિમાં, કેઈ વાર નરકમાં, કઈ વાર નિગોદમાં, કઈ વાર બેઇદ્રિય, તેઈદ્રિય અને ચઉરિદ્રિયમાં, એમ પૃથક પૃથક જાતિમાં કેટલો વખત અર્થાત્ ઘણે કાળ તું વસ્યો છે, તે તે રૂપ ઉત્પન્ન થયેલ છે. કેઈ વાર દેવતા થઈ ત્યાં વિનેદ કર્યો છે, કોઈ વાર કીડી, પંતગિયું, સિંહ અને હસ્તી થયે છે. કોઈ વખત સર્ષ અને શિયાળ પણ થયા છે, વળી કોઈ વાર મનુષ્ય થઈને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર તેમ જ ચંડાળ પણ કહેવાણે છે. આ પ્રમાણે
રાશી લાખ જીવનિમાં નવા નવા વેશ ધારણ કરીને રંગભર રમે છે. તેમાં કઈ વખત રૂપવંત થયું છે, કેઈ વખત કુરૂપ(કદરૂપ) થયેલ છે. કોઈ વાર ધની (તાલેવંત) થયે છે અને કોઈ વાર નિર્ધન(રિદ્રી) થયે છે, કોઈ વાર સુભાગી થયે છે અને કોઈ વાર દુર્ભાગી થયે છે. કોઈ વાર ફકીર(દરવેશ) પણ થયું છે.” (૩-૪-૫) - “આ પ્રમાણે જુદાં જુદાં રૂપ લઈને સંસારમાં પરિભ્રમણ કરતાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી સૂક્ષમ અને બાદર એમ આઠ પ્રકારનાં પુદ્ગળ પરાવર્તન થાય છે તેવાં અનંત પુદ્ગળપરાવર્તને તે કર્યા છે. આ પ્રમાણે પન્નવણાસૂત્રમાં સવિસ્તર કહેલ છે.” (૬)
આ સંસારમાં દરેક જીવની સાથે મનુષ્યપણામાં પણ અનેક સંબંધ થાય છે. ભાઈબહેન થયાં હોય તે પાછાં સ્ત્રી અને પિતા થાય છે. માતાપિતા થયેલા તે પુત્ર થાય છે. તે જ સ્ત્રી વેરી થાય છે ને પાછી વલભ થાય છે. આ પ્રમાણે આ સંસારનું સૂત્ર અત્યંત વિચિત્ર છે.” (૭) આ “શ્રી ભુવનભાનુકેવળીએ કહેલું પિતાનું ચરિત્ર, પિતે આ સંસારમાં કરેલા અનેક ભવનું વૃતાંત સાંભળીને ઘણું ચતુર સુજાણ પુરુષ-મનુષ્ય પ્રતિબંધ પામ્યા છે અને કર્મવશપ્રાપ્ત થયેલી મહરાજાની વિડંબણને તજી દઈને જિનભાણ (કેવળી) થઈ, મુક્તિમાં જઈ એક સાથે મળી ગયા છે.” (૮)
આવી રીતે આ સંસારનું સ્વરૂપ ચિંતવવું. નવતત્વકાર આ સંસારભાવનાને કેવી રીતે ભાવવી તે સંબંધમાં જણાવે છે કેઃ માતા તે સ્ત્રી થાય, સ્ત્રી તે માતા થાય, પિતા તે પુત્ર થાય, પુત્ર તે પિતા થાય ઇત્યાદિક આ જીવે સર્વ ભાવને અનુભવ કર્યો છે, એવી જે ભાવના કરવી તે ત્રીજી સંસારભાવના.” આના સંબંધમાં વિનયવિજય ઉપાધ્યાય તેઓના શાંતસુધારસ ગ્રંથમાં, જેમાં તેઓ સંસારભાવનાને ત્રીજી ભાવના ગણે છે, જે કહે છે તેના ઉપર આ લેખકે વિસ્તારથી વિવેચન કરી પ્રકટ કર્યું છે, તે પૃષ્ટ ૧૬૦-૨૧૭માં છે. ત્યાં તેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org