________________
ભાવના
જણાવે છે કે આ સંસારનાટકના પાત્રો ઓળખવા યોગ્ય છે. એમાં ખાસ કરીને મને વિકારનું જોર હોય છે. અને એવા અંતરવિકાર અનેક છે. પછી એક લેભ નામને વિકાર પ્રાણને શું શું કરે છે તે સમજવાથી વિકારની મહત્તા સમજાઈ જશે. તે જણાવે છે કે તૃષ્ણાબાઈ આ લેભથી પણ વધારે આકરે આંતર મને વિકાર છે. એવા વિકારે કેવી કેવી વિડંબના કરે છે તે ત્યાં અનેક દાખલાઓ આપી બતાવી આપ્યું છે. તે જણાવે છે કે દુનિયામાં એક ચિતા મટે છે ત્યાં બીજી ઉત્પન્ન થાય છે, અને સર્વ એને (જીવને) કમરજથી ભારે કરે છે. આ ચિંતાને વિષય બરાબર વિચારવા યોગ્ય છે. વેપાર કરનારની ચિંતા નમૂનારૂપે બતાવી છે. ઘડપણની પરાધીનતા પણ ત્યાં વર્ણવી છે. આ સંસારનાટક તે નિરંતર ચાલ્યા કરે છે. આદરેલાં અધવચ રહી જાય છે. આ હીરાજડિત પાંજરામાં પડેલે પિપટ અંતે એને કેદખાનું જ સમજે છે, પણ એ કેદખાનું પછી એને સ્વાભાવિક લાગે છે. આ સંસારમાં પ્રાણુનું સ્થાન શું છે તે વિચારવા લાગ્યા છે. મહારાજાએ દારૂ પાઈ આ દારુણ સંસાર જમાવ્યો છે અને અનેક ફસામણે તેણે કરી છે. એના શાસનમાં તમારાથી રહેવાય જ કેમ? તું તે ખાલી કર્મ નચાવે તેમ નાચનારે છે, પણ તારે પૂર્વ ઇતિહાસ તું જ યાદ રાખીશ તે ખરું સ્વરૂપ સમજીશ. આ ભવમાં બાળક પરાધીન છે, જુવાનીમાં મસ્તમદમસ્ત છે અને ઘડપણમાં પરવશ છે. સંસારમાં દીકરે બાપ થાય છે અને બાપ દીકરે થાય છે. કુબેરદત્તાના સંબંધે ત્યાં વર્ણવ્યા છે. તારી દશા તે ખરેખર દારૂડિયા જેવી છે. સંસારને બરાબર ઓળખીશ તે તને તે ગમશે નહિ. તને લાગશે કે આ બધું શેની ખાતર? સાચે સુખી કઈ નથી. છેવટે તે સર્વ મૂકી જવાનું છે. સમરાદિત્ય જેવાં ચરિત્રો વિચારવાં. અવસર ગયા પછી પસ્તાવો નકામે નીવડશે. આવા અનેક મુદ્દા એ સંસારભાવનાના વિવેચનમાં રજૂ કર્યા છે. - આ રીતે સંસારભાવના ભાવવી. સંસારમાં પ્રાણી કે આવે છે, કે ચાલ્યા જાય છે, કેવી રીતે છાતી કાઢીને ચાલે છે, કે નમ્ર બની બધા સંબંધ છેડી ચાલ્યા જાય છે, અને માતાને પત્ની તરીકે કેમ ભોગવે છે, પિતા ઉપર પુત્ર એ પિતા થાય ત્યારે કેવા હુકમ કરે છે, સ્ત્રીપુત્રાદિના સંબંધે કેવા સ્વાર્થ ઉપર રચાયેલા છે, એ સંબંધને ગુટતા વાર લાગતી નથી, અનાદિ કાળથી ચાલતા સંસારમાં અનેક જાતના સંબંધ થયા, આ જીવ બધે જઈ આવ્યું છે, એણે ઘણા સંબંધ બાંધ્યો છે અને અનંત સંબંધ એ છેડી ત્રોડી આવ્યું છે. આ સર્વ સંસારનું સ્વરૂપ વિચારતાં દેખાઈ આવે છે. તે તેના સાચા સ્વરૂપમાં ચિંતવવું એ સંસારભાવના છે. સંસારનું આવું સ્વરૂપ વિચારી આ સંસાર કેમ જાય અને પિતે જબ્રજરામરણ વગરનું અવિચળ સ્થાન કેમ પ્રાપ્ત કરી શકે એ ચિંતવવું. જીવ સંબંધની વિચિત્રતાઓ વિચારે તે જાણે કે આ સંબંધમાં પાંસરું પડે તે પણ કંઈ ઈષ્ટ નથી, એ દીવા જેવી વાત છે. આવી રીતે સંસારભાવના વિચારવી. (૧૫૬).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org