________________
૩૬૮
પ્રશમતિ વિવેચન સહિત તરફ ધ્યાન નથી. સામાનને કે કોઇ અલંકારને એ પેાતાનાં માનવાના નથી. એ તો તદ્ન એ તરફ નિઃસ્પૃહ છે. તેવી રીતે તમને ખાવાની કે પહેરવાની કોઈ પણ વસ્તુ મળે કે તમે શરીર માટે વાપરે પણ તેના ઉપર પોતાપણાની વૃત્તિ ન રાખા અને ઘેાડા જેવા નિઃસ્પૃહ રહેા. એટલે, તમને તે વસ્તુના ઉપયેગના જરા પણ દોષ લાગશે નહિં. આ દાખલાથી બતાવેલ નિઃસ્પૃહતા ખૂબ વિચારવા લાયક છે. (જુઓ Àાક ૧૪૧.) બીજો દાખલ લાકડા(દારુ)ના આપવામાં આવ્યા છે. એ અજીવ વસ્તુ છે. ઘેાડાના જીવના દાખલે છે. લાકડાને કોઈ લે, મઠારે કે તેમાં ખીલા નાંખે પણ તેના ઉપર લાકડાને દ્વેષ થતો નથી; કોઇ તેની મૂર્તિ બનાવી તેને નમે પણ તેના ઉપર લાકડાને રાગ થતો નથી. આવી રીતે જે ખારાક મળે તે ભલે સારા કે ખરામ હાય તેના ઉપર નિર્જીવ લાકડાની પેઠે રાગ કે દ્વેષ ન કરતાં સાધક તેને ખાઈ નાખે છે. (લેાક ૧૩૬),
આ બન્ને દાખલા મનન કરવા જેવા છે અને સાધકવૃત્તિના દર્શક છે. તેવી વૃત્તિના વિકાસ કરવે। જોઇએ. એ વૃત્તિ પ્રથમ ખીજ રૂપે આવે અને પછી તેના વિકાસ કરવા.
સુખ શું છે અને કોને મળે તેને અંગે આખા આચારના વિષય પ્રસ્તુત છે અને બહુ વિચારીને તેને આ સુખના પ્રકરણમાં સ્થાન આપીને પ્રસ્તુત ખનાવેલ છે, તે ખૂબ વિચારવા યાગ્ય છે અને અનુકરણ, અનુપાલન ચેાગ્ય છે. છેવટે પરિસંખ્યાનની-પચ્ચખાણુની વાત કરી છે, તે પણ બહુ મહત્ત્વની છે. માજીસનું મન સર્જંદા એક સરખું રહેતું નથી, તેથી સારા વખતમાં નિણ ય કરવા અને સ કાળ તેને વળગી રહેવું એ જ પચ્ચખ્ખાણુનું પ્રત્યેાજન છે અને તેવે વખતે કરેલ નિયમ હુ'મેશા શુભ હાઈ આત્માને ખૂબ લાભ કરનાર નીવડે છે. એથી ચૌદ નિયમ ધારવા કે ખાર વ્રત લેવાં તે બહુ ઉપયેગી બાબત છે. અને લેાકવિરુદ્ધના ત્યાગની વાત પણ એટલા જ માટે પ્રશમસુખ મેળવવાને અંગે પ્રસ્તુત ગણવામાં આવી છે. આવી રીતે ખીન્ને સુખ મેળવવાના ઉપાય શું છે તે હુવે પછીના પ્રકરણમાં મતાવવામાં આવશે, તે આપણે વિચારીશું.
દોષમિલન લેકની વચ્ચે રહીને પણ મુનિ નિરુપલેપ કેમ રહી શકે છે તે પણ સુખપ્રાપ્તિને અંગે બતાવવું જરૂરી હતું અને તે બતાવવામાં આવ્યું છે. અને લેાકવિરુદ્ધનું જે કારણુ સમજાવ્યું છે તે પણ વિચારવા યાગ્ય છે. (àાક ૧૩૧) એકદરે આ આખું પ્રકરણ જે લેાક ૧૨૧ થી શરૂ થાય છે તે, ખરા સુખને તમને બતાવે છે અને તે પ્રાપ્ત કરવા તમારી વૃત્તિ થાય તેવાં કારણેા મૂળ ગ્રંથકારે તેમાં બતાવ્યાં છે; તે સ` સમજી સાચું સુખ કયાં અને કોને મળે તે સમજી, તે પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવાની અત્ર પ્રેરણા છે.
આ ખાવાપીવા અને વસ્તુ વાપરવાના નિયમને જે અનુસરે તેને દવાની જરૂર રહેતી નથી, એ અનુભવે જ સમજાય તેવું છે. જેમણે એ જીવન અનુભવ્યું છે તે કહે છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org