________________
૩૬૭
,
સુખ પણ ચઢે છે તે સ્વાનુભવથી બતાવી આપ્યું છે અને સુખના વિષય સાથે આ વિષયને પ્રસ્તુત ગણવામાં આવ્યું છે.
રાગરહિત થયેલ પ્રાણી એનાથી (સરાગીથી) અનંતગણું સુખ વગર કિંમતે, વગર પૈસા ખરચે, મત મેળવે છે. આ ઘણી અગત્યની વાત છે. ઘણી વખત વીતરાગી કે વૈરાગીને, આપણે અનુભવ ન હોવાથી, સુખ શું હશે એ સવાલ કરીએ, પણ અનુભવી પુરુષે કહે છે કે પૌગલિક સુખ પાછળ દુઃખ હોવાથી એને ભેગવતી વખતે પણ ખરી રીતનું સુખ નથી. પગલિક સુખને સુખ ગણીએ તે તેના કરતાં અનેકગણું શાંતિમાંપ્રશમમાં સુખ છે. આ વાત અનુભવે સમજાય તેવી છે.
પગલિક સુખના પ્રમાણમાં ઈષ્ટવિગ વખતે અથવા પ્રિયના વિયોગ વખતે જે દુઃખ થાય છે તે તે બહુ મોટું છે. વીતરાગને, જે વિદ્વેષ પણ છે, તેને એવા પ્રકારનું દુઃખ જરા પણ કદીએ થતું નથી. આવા દુઃખની ગેરહાજરી અને પ્રશમસુખને ઘણે માટે આનંદ એ પણ પ્રશમસુખને ઉપાદેય સમજવાનું બીજું કારણ છે.
જ્ઞાની જ્યારે તપ કરે છે, સમજીને ક્રિયા કરે છે, ત્યારે તેને જે આનંદ થાય છે તે સંસારી પ્રાણીના ખ્યાલમાં પણ આવે તેમ નથી. એ સુખ કાંઈક ઓર છે. માટે ખરા સુખને ઓળખી તેને પ્રાપ્ત કરવાની અને ન મળે છે તે પ્રાપ્ત કરવાને આદર્શ રાખવાની જરૂર છે.
બાકી, વચ્ચે સાધક લેકવિરુદ્ધને ત્યાગ કરે એવી જે વાત કરી છે તે લેકે વહેરાવતા અટકી જશે કે એવા તુચ્છ આશયથી નથી કહી, પણ બહુજન જે વાતમાં અસંમત હોય તે લેકવિરુદ્ધ કહેવાય અને તેને ત્યાગ લેકેની ખાતર પણ કરવા યોગ્ય છે. જેમાં જનતાને મેટો ભાગ અસંમત હોય તે લેકવિરુદ્ધ કહેવાય અને તેને ત્યાગ સમજીને આત્મશુદ્ધિ માટે બતાવેલ છે. આપણે “જયવીયરાય'માં પણ “લેકવિરુદ્ધને ત્યાગ કરવાની ભગવાનની પાસે માગણી કરી છે તે સર્વ આત્મહિત માટે છે. સાધુઓને રોટલાની ચિંતા નથી, પણ કોઈ પણ નિમિત્તે પ્રાણીનું સુધરે તે સારું એ દષ્ટિએ લેકવિરુદ્ધને ત્યાગ એ સૂચવે છે. એને સુખના પ્રકરણમાં આચાર્યશ્રી (કર્તા) લઈ આવ્યા તે તેમની દીર્ઘદ્રષ્ટિ બતાવે છે અને સુખના પ્રકરણમાં તેને વાસ્તવિક રીતે સમાવેશ કરવામાં આવ્યું છે.
આ રીતે પ્રાણીઓ જો સુખી થવું હોય તે ખરું સુખ શું છે અને કયારે મળે તે બરાબર જાણવું જોઈએ અને તે માટે આવા પોપકાર નિમિત્તે જ માત્ર લખાયેલા ગ્રંથને અભ્યાસ કરવું જોઈએ..
આ ગ્રંથમાં બે દાખલાઓ, એક અજીવને અને એક જીવને બહુ સુંદર આપ્યા છે તે ખાસ વિચાર કરવા ગ્ય છે. એક ઘેડાને દાખલે છે. ઘેડા ઉપર રૂપેરી સામાન કે સેનેરી નાખે, તેના ગળામાં હાંસડી પહેરાવે છે પગે ઘુઘરા બાંધે, પણ ઘેડાનું તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org