________________
પ્રશમરતિ વિવેચન સહિત - સામાન્ય માફી
यद्यप्यवगीतार्था न वा कठोरप्रकृष्टभावार्था ।
सद्भिस्तथाऽपि मय्यनुकम्पैकरसैरनुग्राह्या ॥८॥ અર્થ—જોકે આ ગ્રંથ જાણેલી હકીકતને કહેનાર છે અને સખત, આકરા તથા ગૂંચવણભર્યા ભાવાર્થવાળે નથી. તે પણ સજજન પુરુષોએ મારી ઉપર દયા કરીને કૃપા કરવી. (૮)
વિવેચન–આ ગાથામાં સામાન્ય માફી માગવામાં આવી છે. આ વિવેકનું વચન છે, પણ હૃદયપૂર્વકનું છે.
અવગીતાર્થ–મોટા માણસને આ પુસ્તકમાં કાંઈ ખાસ નવીન ન લાગે, તે તેમણે આ ગ્રંથ વાંચવાની તસ્દી માટે, મને ક્ષમા કરવાની મારી ઉપર કૃપા કરવી. આ ક્ષમા માગવાની એક રીત છે. આ ઉમાસ્વાતિથી વધારે જાણકારને અંશે લખાયેલ છે. નવીનતાને દાવે છેડી દે એ ઘણું વધારે પડતી નમ્રતા બતાવે છે. - કઠેર–આકરી. વિદ્વાન માણસોને ચાલુ વાર્તા ગમતી નથી, તેઓને તે કઠોરઆકરી, સમજણમાં તરત ન ઊતરે તેવી વાત વધારે ગમે છે. આ ગ્રંથ એવો આકરે અને પંડિતેને મુશ્કેલીમાં નાખે તેવું નથી. “ર વા એટલે આમાં કઠેર ભાષાપ્રગ નથી, સાદી સીધી સરળ વાત કરી છે. તે તેઓને ન ગમે તે તેઓએ મને ક્ષમા કરવી. મેં તે સારી વાત સાદા શબ્દોમાં કરી છે.
પ્રકષ્ટ–બહુ ઊંડી ઊંડી ગંભીર વાત આ ગ્રંથમાં નથી. વિદ્વાન બુદ્ધિવાને એવી ગંભીર વાત આ પુસ્તકમાં ન જુએ, સાદી વાત સાદી રીતે કરેલી જુએ અને તેમને તેમાં કંટાળો આવે તે મને ક્ષમા કરવી. કહેવાની વાત એ છે કે, આ ગ્રંથમાં ઘણી મુશ્કેલ કે ન સમજાય તેવી વાત કરી નથી, પણ સાદી વાતે સાદી રીતે કરી છે. તે પંડિતેને લાગે કે, આવી સાદી વાત કરવા માટે પુસ્તક શું લખ્યું? તે તેઓએ મને ક્ષમા કરવી.
સદ્દભિઃ–સજજન, બુદ્ધિમાન. જેમને અઘરાં પુસ્તકો વાંચવાની ટેવ પડેલી છે , તેઓએ સાદી વાત તરફ દયા કરવી.
અનુકંપારર્સ–સહાનુભૂતિ, દયા. તેઓને આ વાત સાદી લાગે, તે મારા પર કૃપા કરીને મારે ગ્રંથ વાંચ. '
અનુગ્રાહ્ય–મારા પર દયા કરવી; મારા પર કૃપા કરીને મારે આ ગ્રંથ વાંચો. આ ગ્રંથમાં કાંઈ નવીનતા નહિ લાગે, તે પણ તેમણે આ ગ્રંથ વાચવાની લીધેલ તસ્વી માટે મને માફ કરશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org