________________
નમસ્કાર
અગાઉના વખતમાં કઠોર ભાષામાં લખાયેલા ગ્રંથને આવકાર મળત હશે એમ લાગે છે. જે મોટા મોટા સમાસે વાપરે અથવા અતિ ગંભીર વાતે કરે, તે ગ્રંથ વખણાતે હશે, ને ગ્રંથકર્તાને વખાણ મળતા હશે. તેઓ તેવા ગ્રંથકારો) મોટા ગણાતા હશે, તેથી આ પ્રમાણે લખ્યું છે. [પણ આજકાલ તે મહાત્મા ગાંધીએ ગુજરાતી લેખનશૈલી એવી સાદી કરી નાખી છે કે, ચાર ચોપડી ભણેલ પણ તે ખુશીથી સમજી શકે. તે પદ્ધતિનું અનુસરણ હાલ તે સાર્વત્રિક છે, તેથી આવી માફી માગવાની કે ખુલાસો આપવાની જરૂર ન હોય તેમ લાગે છે, પણ બાણ કે દંડીની પદ્ધતિ જોતાં આવા ખુલાસાની જરૂર રહે છે. (૮) સજજન-લક્ષણ
कोऽत्र निमित्तं वक्ष्यति निसर्गमतिसुनिपुणोऽपि वाद्यन्यत् ।
दोषमलिनेऽपि सन्तो यद् गुणसारग्रहणदक्षाः ॥९॥ ' અથ–કુદરતી રીતે અતિ હાંશિયાર-પ્રવીણ હોવાથી, દેષથી મલિન થયેલ હોય તે પણ, સજજન પુરૂષ (સંત) સાર લેવાને માટે કુશળ હોય છે–આ બીજુ કારણ છે. અને સદોષ વસ્તુ હોય તેના પણ સારગુણ ગ્રહણ કરવામાં અને દોષને ત્યાગ કરવામાં ચતુર હોય છે. આનું કારણ જણાવે છે. (૯)
વિવેચન-વાંચનાર સારા માણસ છે એમ ધારીને પિતાની નમ્રતાની વાત અંગે ગ્રંથકર્તા, આ ગાથામાં, વધારે નમ્રતા બતાવે છે.
નિમિત્ત–આવી રીતે ગ્રંથ કરવાનું કારણ શું? પ્રસંગ છે? તે તેના જવાબમાં વાચકની સજજનતાનું જ બીજું કારણ બતાવે છે, બાકી કાંઈ ખાસ પ્રસંગ નથી. તે વાત અત્ર સ્પષ્ટ કરે છે.
નિસગ–પિતાની બુદ્ધિથી સ્વભાવને પામેલા, એટલે સજજન પુરુષમાં આવા પ્રકારની બુદ્ધિ સાહજિક હોય છે. તેઓ સ્વાભાવિક રીતે જ ગુણ ગ્રહણ કરવામાં ચતુર હોય છે.
સુનિપુણ–ભારે હોંશિયાર હોય છે. વસ્તુનું રહસ્ય જાણી લેવું અને માત્ર સારી ચીજ ઉપાડી લઈ તેને જ પકડી લેવી એ કામમાં સજજન પુરુષે પણ કાબેલ હોય છે.
વાધન્યત–બીજા અસંત પુરૂષની વાત જવા દે, “દી”, એટલે વિનાશ (decay) એવો અર્થ થાય છે. અહીં તે સારા માણસની વાત કરી છે, આપણે તે અત્ર સજ્જનની વાત ચાલે છે, તેથી અસજજન કેવા, તેની વાત જ જવા દો. “વાદી અન્યત” એમ પણ વ્યુત્પત્તિ થઈ શકે. વાદી એટલે બોલનારે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org