________________
સુખ
૩૬૧
ઇચ્છાને માન આપી જરૂરી જોઈતી વસ્તુ લેવી. સાંજને વખતે અતિમાત્રામાં આહાર લેવાથી રાત્રે અશુચિ ન થાય તે ધ્યાનમાં રાખવું અને કોઈપણ વસ્તુ પરઠવવી કે મૂકી દેવી પડે તેમ ન થાય તેનું બની શકતું ધ્યાન રાખવું. આ કમ્પ્ય-અકલ્પ્ય માટે ખીજો સામાન્ય નિયમ બતાવ્યા. વખત વિચારીને તેને ધ્યાનમાં લઈને સાધકે વર્તવું.
પુરુષ—ત્રીજો નિયમ : અમુક વસ્તુ સાધક પુરુષને ખપે કે નહિ તે વિચારતાં પુરુષ કયા વર્ષોંના છે તે ધ્યાનમાં લેવું. તે રાજા કે પ્રધાન, અમાત્ય કે મંત્રી હોય તે સારી વસ્તુ લઈ શકે છે. સામાન્ય માણસા માટેના નિયમ રાજાદિકને લાગુ પડતા નથી. પેાતે રાજાક્રિક હાય તે સારી રીતે ઉછરેલ હાવાથી તેને માટે તે વસ્તુ કલ્પ્ય ગણાય, અને બીજા માટે અકલ્પ્ય ગણાય. અમુક પુરુષને અગે જે વસ્તુ કલ્પ્ય હાય તે વસ્તુ સામાન્ય માણસ માટે અકલ્પ્ય પણ હોઈ શકે છે, માટે નિશુય કરતી વખતે પાતે એ વના છે કે નહિ અથવા પેાતાના સાથમાં અથવા મ`ડળીમાં એ વગ ના કોઈ પુરુષ છે કે નહિ તે ધ્યાનમાં રાખવું. કલ્પ્ય અકલ્પ્સના નિણુ યના આ ત્રીજે નિયમ બતાવ્યો, તે
સાધકે ધ્યાનમાં રાખવે.
અવસ્થા—ચેાથે નિયમઃ અમુક વસ્તુ કલ્પ્ય છે કે અકલ્પ્ય છે, ખપે તેવી છે કે ન ખપે તેવી છે તેના નિણૅય કરતી વખતે સાધકને સહિષ્ણુતા કેટલી છે, કેટલી તેની વય છે, તેનું આત્મમળ કેટલું વિકસેલ છે અને તેનું માળપણુ ઘડપણ છે તે સાધકે વિચારવું. અમુક વસ્તુ માટે વૈદ્ય ભલામણુ કરી હેાય તે કલ્પ્ય હોઈ શકે, અને વૈધે ના પાડી હાય તે વસ્તુ અકલ્પ્ય હોઈ શકે.
ઉપયાગશુદ્ધિ—પાંચમે નિયમ : અમુક વસ્તુ સાધકને કલ્પ્ય છે કે નહિં તેને નિષ્ણુ ય કરતી વખતે તે વસ્તુ મન-વચન-કાયાના યાગાને શુદ્ધ કરે તેવી છે કે નહિં તે પણ ધ્યાનમાં રાખવું. અક્કલકરા જરૂર લઈ શકાય, અને ચિત્તની નિમ`ળતા જે વસ્તુ કે કળાદિ કરે તે કલ્પ્ય હાઈ શકે. નકામા શાખ ખાતર કોઈ વસ્તુ મુખમાં નાખવી નહિ અને આખા દિવસ ખા ખા કરી. મુખ ચાલુ રાખવું નહિ. પરિણામને બગાડે તેવી વસ્તુ
અકલ્પ્ય છે.
એકાંત—ખપે તેવી છે કે ન ખપે તેવી છે તેના સંબંધમાં એકાંત નથી. એ વસ્તુ ખપે તેવી છે અથવા ખપે તેવી નથી એમ નિણુય કરતાં પહેલાં ઉપરનાં પાંચે નિયમાને ધ્યાનમાં રાખવા અને તે પાંચે નિયમાનુસાર વસ્તુ કલ્પ્ય છે કે નહિ તેને સાધકે નિણુ ય કરવા. એકાંતે કોઇ પણ વસ્તુ કલ્પ્ય છે અગર અકલ્પ્ય છે એમ કહી શકાય નહિ, કપ્ચ વસ્તુ આ પાંચે નિયમ અનુસાર લેવાથી તે અનંત સુખને આપનારી થાય છે. ઉપયાગને સ્થાને કવચિત્ ‘ઉપાત’ એને પાઠાંતર છે. જીવના ઉપઘાત થાય તેવી
પ્ર. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org