SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૦ પ્રશમરતિ વિવેચન સહિત એ નિર્ણય દેશ, કાળ અને વ્યક્તિગત પ્રકૃતિ ઉપર આધાર રાખે છે. મોટા ધનપતિએ દીક્ષા લીધી હોય તેને માટે જુદા નિયમ હોય છે. એટલે કોઈ વસ્તુને એકાંતે ખપે તેવી કહેવી કે ન ખપે તેવી કહેવી તે કાંઈ એકસરખે નિયમ નથી અને જે વસ્તુ ખપે તેવી હોય તે અમુક દિવસ ગયા પછી ન ખપે તેવી પણ થઈ જાય. ( ૧૫) એકાંતે કઈ વસ્તુ કે નથી देशं कालं पुरुषमवस्थामुपयोगशुद्धिपरिणामान् । प्रसमीक्ष्य भवति कल्प्य नैकान्तात् कल्पते कल्प्यम् ॥१४६॥ અર્થદેશ, કાળ, માણસ (વ્યક્તિ) અને આજુબાજુના સંગે અને આંતરિક શુદ્ધિને સારી રીતે જોઈ વિચારીને અમુક વસ્તુ ખપે તેવી છે એ નિર્ણય થાય છે. એકાંતે કોઈ વસ્તુ કષ્ય (ખપે તેવી) હેતી નથી. (૧૪૬). - વિવરણ-કણ્ય અને અકલય મલતબ કે અમુક વસ્તુ ખપે તેવી છે અને અમુક વસ્તુ ખપે તેવી નથી તેને ફેટ કરતાં પહેલાં ચાર બાબત સાધકે વિચાસ્વી. નિશ્ચયથી એકાંતે કોઈ વસ્તુ ક –ખપે તેવી નથી હોતી. એ ચાર બાબત કઈ તે આ ગાથામાં સૂત્રરૂપે આપણે સાધકને અંગે વિચારી જઈએ. પ્રથમ બાબત—અમુક વસ્તુ ખપે તેવી અને સ્વીકાર્ય છે કે તેથી ઊલટું તે અસ્વીકાર્ય અને અકલપ્ય છે તેને નિર્ણય કરવામાં પ્રથમ તે દેશ જે. આ મેટું શહેર છે કે ગામડું છે અથવા કાશ્મીર કે યુરોપને ઠંડા પ્રદેશ છે કે કાઠિયાવાડ-ગુજરાતને ગરમ પ્રદેશ છે તે જોવું. જે વસ્તુ ઠંડા પ્રદેશમાં કલગ્ય ગણાય તે ગરમ પ્રદેશમાં કદાચ અકથ્ય પણ હોય. એટલે ખપે તેવી વસ્તુ છે તે દેશ પર પ્રથમ તે આધાર રાખે છે. ઘી, તેલ વગેરે વસ્તુઓ ઠંડા પ્રદેશ માટે ક્ષુધાતૃષાને અંગે કપ્ય હોય છે તે સાર્વત્રિક કપ્ય છે એ નિયમ નથી. ઠંડા પ્રદેશ-ગરમ પ્રદેશ અથવા શહેરગામડાના જીવનને ધ્યાનમાં રાખી નિર્ણય કરે એ પ્રથમ નિયમ છે. ઠંડા પ્રદેશમાં ભૂખ વધારે લાગે. ત્યાં બનવા જોગ છે કે દૂધ, છાશ, આહાર કાંઈક વધારે પ્રમાણમાં લેવાય. ત્યાં તે વસ્તુને સ્વીકાર્ય ગણતાં પહેલાં સ્થાનને વિચાર કરે અને પછી વસ્તુ કહગ્ય છે કે ન ખપે તેવી છે તેને સુજ્ઞ સાધકે નિશ્ચય કરે. આ પ્રથમ નિયમ થયો. - બીજે નિયમ–કાળઃ વસ્તુ ખપે તેવી છે કે અકખ્ય છે તેને નિર્ણય કરવામાં તે વખતને કાળ ધ્યાનમાં લેવો. દુકાળના વખતમાં વસ્તુ વધારે ન લેવી અને જરૂરી હોય તે પ્રમાણે વિચાર કરીને લેવી. આપનારે પણ તે દુકાળમાં પિતાની જરૂરિયાત ધ્યાનમાં રાખવી. એ ઉપરાંત અત્યારે અનાજનું રેશનીંગ તથા અનેક ચીજો પર કંટ્રોલ ચાલે છે. તે તેવા વખતમાં આપનાર અમુક મર્યાદા રાખીને વસ્તુ આપી શકે તે વિચારી તેની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy