________________
૩૫૮
પ્રશમરતિ વિવેચન સહિત પ્રવચન–શાસન. આમાં શાસન ઉપર કેટલે મોટો મુદ્દો છે તે ખાસ વિચારવા યોગ્ય છે. શાસનની જેનાથી અલ્પતા કે લઘુતા છે તે વસ્તુ કપ્ય હોય તે પણ અકય થઈ જાય છે તે બહુ વિચારીને સમજવા જેવું છે અને શાસનને કેટલું અગત્યનું ગયું છે તે ખાસ રહસ્યથી સમજવા જેવું છે.
કુત્સા–આને અર્થ કોશકાર “નિંદા, ધિક્કાર, તિરસ્કાર કરે છે. જે શાસનની નિંદા કરનાર વસ્તુ છે તે ખપે તેવી હોય તે પણ સાધકને ખપે નહિ. આ શાસનની લઘુતા કે શાસનને તિરસ્કાર ન કરો એ વસ્તુતઃ ઘણું મહત્ત્વની વસ્તુ છે અને શાસનનું મંતવ્ય વૈયક્તિક દૃષ્ટિબિંદુ કરતાં અત્યંત મહત્વનું છે એ ધ્યાનમાં રાખવું. શાસનને તિરસ્કાર કે શાસનની નિંદા થાય તેવી કઈ પણ બાબતમાં સાચે સાધક ઊ ન રહે તે ખાસ ધ્યાનમાં રાખવા જેવું લક્ષ્યબિંદુ છે. અત્યારે ખરું સુખ કોને અને ક્યાં મળે અને સુખ કોને કહેવાય તેની વ્યાખ્યા ચાલે છે.
કપ્યમયકધ્યમ–ખપે તેવી વસ્તુ હોય તે પણ ન ખપે તેવી થઈ જાય છે અને સાધકથી તે વસ્તુ લેવાય નહિ, સાધુ જે રણે ચાલે છે તેમાં તે વસ્તુ અસ્વીકાર્ય છે. અને આ સામાન્ય નિયમ સાર્વત્રિક છે.
આ રીતે વસ્તુ ખપે તેવી છે કે ન ખપે તેવી છે તેને માટે સામાન્ય નિયમ કહ્યો. તે ગોચરીના બેતાલીસ દોષને લાગે છે અને સર્વત્ર લાગે છે એ બરાબર ધ્યાનમાં રહે અને આ સામાન્ય નિયમ સાધકે અનુસરવા પ્રામાણિક પ્રયત્ન કરે એ સામાન્ય ઉપદેશ છે.
એ રીતે સુખની નજરે કપ્ય અને અકથ્ય સર્વ વસ્તુને લાગે તે સામાન્ય નિયમ અત્રે રજૂ કરવામાં આવે છે, તે મનન કરીને વિચારવા ગ્ય અને અનુસરવા ગ્ય છે. (૧૪૪) કય વસ્તુ પણ અકઃપ્ય બને–
किंचित् शुद्ध कल्प्यमकल्प्यं स्यात् स्यादकल्प्यमपि कल्प्यम् ।
पिण्डः शय्या वस्त्र पात्र वा भेषजाय वा ॥१४५॥ અથ-કઈ વસ્તુ શુદ્ધ હોય, ખપે તેવી કલપ્ય હોય તે વસ્તુ પણ ન ખપે તેવી અકઃપ્ય થઈ જાય. જ્યારે કઈ વસ્તુ અકઃખ હોય તે પણ અમુક પરિસ્થિતિમાં કપ્ય થઈ જાય. આ વસ્તુઓમાં આહાર, શય્યા, પાત્ર અને ઔષધ – એ સર્વને સમાવેશ થાય છે. (૧૫)
- વિવરણું--હવે એક બીજી વાત સદરહુ નિયમને અંગે કહે છે. જે આહારની વસ્તુ, વસ્ત્ર કે પાત્ર તેમ જ ઔષધ ખપે તેવા હોય તે કાળક્રમે ન ખપે તેવા થઈ જાય અને તે કેવી રીતે થાય છે તેને નિયમ આવતી ગાથામાં ગ્રંથકાર પોતે જ કહેશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org