________________
( ૩૫૧
સુખ
વિવરણ–આ લેકમાં ભેગવિલાસની મધ્યે રહેનાર સાધક પણ ભેગથી તદ્દન અણલેપાયેલું રહે છે, તે બાબત પર દાખલે બતાવ્યું છે. કુદરતમાં પણ તેમ બને છે તે પરથી ફલિતાર્થ કાઢયો છે કે વિષયથી ઉત્પન્ન થયેલ અને વિષયના વાતાવરણમાં રહે તે માણસ વિષયથી અણલેપાયેલે રહી શકે છે. આપણે આ દાખલા પર વિચાર કરીએ.
પંકાધાર—કાદવમાંથી ઉત્પન્ન થયેલ. કમળનું મૂળ તે કાદવ પર જ રચાયેલું હોય છે. એ કાદવમાંથી જન્મે છે, છતાં એને કાદવ લાગતું નથી. જેમ એ કાદવથી નિલેપ રહી શકે છે, તેમ વિષયથી ઉત્પન્ન થયેલું અને વિષયના વાતાવરણમાં રહેતે જીવ વિષયથી અણુપાયેલું રહેવાની વૃત્તિવાળો હોય તે નિલેપ રહી શકે છે. ધ્યાનમાં રહે કે કમળ કાદવમાંથી ઉત્પન્ન થાય છે, છતાં કાદવથી અણુ લેપાયેલું રહે છે, રહી શકે છે.
નેપલિયતે–કાદવમાંથી ઉત્પન્ન થયેલું કમળ કાદવથી ખરડાતું નથી.
ધર્મોપકરણ–વસ્ત્ર, પાતરાં અને સાધુ વાપરે તેવાં જ્ઞાન-દર્શનચારિત્રનાં સર્વે ઉપકરણ–ચરી કે પલાં, સ્થાપનાચાર્ય, દાંડે, દંડાસણ તથા એ. સાધુનું જીવન આ ઉપકરણથી બન્યું રહે છે છતાં ધર્મોપકરણ પર જે મૂર્છા ન હોય તે સાધુ ધર્મોપકરણની હાજરી હોવા છતાં અણુપાયેલું રહે છે. સાધુએ ધર્મોપકારણે કેટલાં અને કેવાં રાખવા તે વિધિ શાસ્ત્રના અન્ય ગ્રંથમાં બતાવ્યું છે, તેને જે અનુસરતે હોય તે સાધક પોતે ધર્મનાં ઉપકરણ ધારણ કરતે હોય તે પણ જે તેને મૂર્છા ન હોય તે તે ઉપકરણથી ખરડાતું નથી. જેમ કાદવમાં ઉત્પન્ન થયેલું અને કાદવમાં વધેલું તથા કાદવના વાતાવરણમાં રહેતું કમળ કાદવથી જરા પણ લેખાતું નથી, જરા પણ કાદવમય થતું નથી તેમ સાધક વિષયથી ઉત્પન્ન થયેલ હોવા છતાં અને વિષયના વાતાવરણ વચ્ચે રહેવા છતાં તેનાથી અસ્પૃશ્ય અને અણુખરડાયેલે રહી શકે છે. સાધુ ઉપર વિષયે અસર કરી શકતા નથી, ' એ કમળના દાખલાથી સમજી જાણી શકાય તેવી વાત છે.
અલેપ–નિલેપ. સાધક જીવ ધારે અને તેની વૃત્તિ શાસ્ત્રવિધિ અનુસાર હોય તે તે અલેપાયેલે રહી શકે છે, એમ કમળના કુદરતમાંથી મળતા દાખલાથી જણાય છે.
આમાં સાધુ ધર્મોપકરણ રાખે છે તેને ઉદ્દેશની નજરે બચાવ છે. ઉપકરણે તેમના પર સત્તા મેળવવા માટે રાખવામાં આવતા નથી પણ એ ધર્મનાં ઉપકરણે છે અને - વગર મૂર્છાએ ધર્મને નિમિત્તે રાખવામાં આવે છે, તેથી સાધુને દોષ લાગતું નથી અને તે કમળની પેઠે નિલેપ રહી શકે છે. માત્ર તેની વૃત્તિ મજબૂત જોઈએ અને તેનામાં નિલેપ રહેવાની વૃત્તિ જાગવી જોઈએ. - આ કમળને દાખલે ખૂબ વિચારવા યોગ્ય છે અને વિષયકષાયમાંથી જન્મેલ માણસને અને વિષયકષાયના વાતાવરણ વચ્ચે રહેતા સાધકને બરાબર લાગુ પડે તે આ દાખલ છે. (૧૪૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org