________________
,
,
૩૫૦
પ્રશમરતિ વિવેચન સહિત સંવિજ્ઞસહાયક–સંવિ-વિદ્વાન જાણકારો એની સહાયમાં હોય છે. સાધુધર્મ પાળતાં અનેકની સહાય લેવી પડે છે. એના સહાયકે તે વિદ્વાન હોય છે. એ સહાયકે એને સાચી સલાહ અને દોરવણી આપે છે. માણસ જે જાતની સોબત કરે તેવી તેને પર અસર થાય છે, આ વિદ્વાની સલાહ એ આનંદપૂર્વક સ્વીકારે છે. આ સાધકનું બીજું લક્ષણ છે. - વિનીતાત્મા–વિનીત એટલે સ્વાભાવિક રીતે નમ્ર આત્મા એ હોય છે. એ પિતે વિનયવાન હોય છે અને પરને હુકમ માનો કે તેને અનુસરવું તેમાં તેની સ્વાભાવિક રીતે વૃત્તિ જ હોય છે. ઉદ્ધત માણસ સાધક થઈ શકતું નથી. વિનીતઆત્મા હોવું એ સાધકનો ત્રીજો ગુણ છે.
દેષમલિન–દોષથી ગંદા થયેલા. આ લેકીનું વિશેષણ છે. સાધુ વસતીમાં રહે તેને આમાં સ્વીકાર છે અને સાધક આપણા લેકમાં અને આપણી વચ્ચે જ રહે છે. એ કાંઈ જંગલમાં નાસી જતા નથી અને કોઈ પ્રકારે મનુષ્યભૂમિને ત્યાગ કરતા નથી. આવા લેકોની વચ્ચે રહેનાર અને વાતાવરણથી પરિચિત હોઈને તે લેકેને ધર્મમાર્ગે દોરી શકે છે અને છતાં તે સાધક રાગદ્વેષથી રહિત રહી શકે છે. એ કેવી રીતે મલિનતાના વાતાવરણમાં રહેવા છતાં દોષથી અસ્પૃષ્ટ રહે છે તેના દાખલા હવે પછીની ગાથામાં આપશે. જે જંગલમાં નાસી જતા હોય કે લેકપરિચયથી દૂર રહેતા હોય તેમણે ખાસ સમજવા અને અનુસરવા એગ્ય છે. - નિરુપલે૫–ખરડાયા વગર, રાગદ્વેષથી રહિત. સાધક નિર્લેપ રહી શકે છે. ઉપલેપ એટલે ખરડાવું. લોકે ગમે તેવા દેષથી ખરડાયેલા હોય તેમની વચ્ચે રહીને સાધક વગર ખરડાયેલે, નિર્લેપ રહી શકે છે. ચેતરફનું વાતાવરણ દેષોથી ભરેલું હોય તે પણ સારી સહાયવાળા અને ખપે ન ખપે તે જાણનારે અને જાતે વિનયી હોય તે સાધક તદ્દન નિર્લેપ રહી શકે છે અને વાતાવરણની કે દોષની પિતા ઉપર જરા પણ અસર થવા દેતે. નથી. આ શક્યતા ખૂબ વિચારણીય છે અને ખરાબ વાતાવરણની જરા પણ અસર ન થાય તેવી સંભાળ રાખવાની સાધક માટે જરૂર છે. ખરાબ વાતાવરણમાં નિલેપ રહેવું શક્ય છે એમ જ્ઞાનીનું વચન છે. (૧૩૯) કમળ જેવો સાધક હોય–
___ यद्वत् पङ्काधारमपि पङ्कज नोपलिप्यते तेन ।
धर्मोपकरणधृतवपुरपि साधुरलेपकस्तद्वत् ॥१४०॥ અર્થ-કાદવની વચ્ચે ઉત્પન્ન થયેલ કમળ તે કાદવથી લેપાતું નથી, તે પ્રમાણે ધર્મના ઉપકરણોથી પિતાના શરીરને ટકાવી રાખવા છતાં સાધક પુરુષ તે વસ્તુઓથી કમળની પેઠે નિલેપ રહી શકે છે. (૧૪૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org