SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ સુખે એ પરિગ્રહની કટિમાં કેમ આવી શકે? આ વસ્તુ વિશુદ્ધ ધર્મના પાલન માટે જરૂરી છે અને તેથી તેને પરિગ્રહના વર્ગમાં ન જ મૂકવી ઘટે. કયાકહ–અમુક વસ્તુ સાધકને ખપે કે નહિ; ખપે તે કય અને ન ખપે તેવી વસ્તુને અક૯ગ્ય કહેવામાં આવી છે. શાસ્ત્રકારે આચારાંગાદિક સૂત્રમાં બતાવ્યું છે કે અમુક સંગમાં અકય વસ્તુ પણ કપ્ય થઈ જાય છે, ગાઢ આલંબનને કારણે અપવાદમાગે અકખ્ય વસ્તુ પણ કપ્ય થઈ જાય છે. સાધકને તે માલિકીપણું, આસક્તિ હોય જ નહિ એટલે કાકયને શાસ્ત્રમાં જે વિભાગ બતાવ્યું છે તે પણ સદ્ધર્મ પાલન માટે જ છે. સદ્દધર્મદેહરક્ષાનિમિત્ત—વિશુદ્ધ ધર્મ અને શરીરની રક્ષાનું નિમિત્તકારણ હેવાથી તેને પરિગ્રહ ન કહી શકાય. આ કલેકમાં વિશુદ્ધ ધર્મની રક્ષા અને શરીરની રક્ષા એવી બે વાત બતાવી અને વસ્તુ હોય છતાં તે પરિગ્રહ નથી એ મૂર્છાને અભાવે કહ્યું. (૧૩૮) કયાકેયને જાણનાર कल्प्याकल्प्यविधिज्ञः संविज्ञसहायको विनीतात्मा । दोषमलिनेऽपि लोके प्रविहरति मुनिनिरुपलेपः ॥१३९॥ અથ–આ વસ્તુ ખપે તેવી છે અને આ વસ્તુ ખપે તેવી નથી તે વિધિને જે જાણકાર હોય, વિદ્વાન મુનિઓ જેની સહાયમાં હોય એ નમ્ર સાધક સાધુપુરુષ હેઈને આ દોષથી મેલા અને ગંદા થયેલા લેકમાં રહેવા છતાં રાગદ્વેષથી રહિત રહે છે. (૩૯) - વિવેચન–ચારે તરફ દવ લાગ્યો હોય પણ જે ખરે સાધક પુરુષ હોય તે તેનાથી દૂર રહી શકે છે, રાગદ્વેષથી રહિત રહી શકે છે અને પિતાનું કામ કરે જાય છે અને પ્રગતિમાં આગળ વધતું જાય છે. આત્મસાધક કેવા પ્રકાર હોય તેની વિગત આ ગાથામાં બતાવે છે. પછી તેને દખલે આવતી ગાથામાં બતાવશે. કચ્ચઅકસ્થવિધિજ્ઞ–પ્રથમ તે એ સાધક આ વસ્તુ ખપે તેવી છે કે નહિ તેની વિધિને જાણકાર હવે જોઈએ. તે અમુક ચીજ ખપે તેવી છે કે નહિ, અમુક સ્થાન ઊતરવા ગ્ય છે કે નહિ તેને, ક-અકથ્યના તફાવતને જાણકાર હવે જોઈએ. એને ગોચરીના બેતાળીસ દો તથા વસ્તુના ગુણદોષની બરાબર જાણ હોવી જોઈએ. આ તથા નીચે વર્ણવેલે પુરુષ દોષના વાતાવરણમાં રહે તે પણ તે રાગદ્વેષથી જરાયે લેપતે નથી અને પિતાના આત્માને દરેજ આગળ વધારતે જાય છે. આ સાધકની એક વ્યાખ્યા થઈ. તેમાં ખાસ જાણવા જેવું એ છે કે એ માણસ આપણી મલિન દુનિયામાં રહે તે પણ વાતાવરણની અસર વગર રહી શકે છે અને એમ સમજવાનું નથી કે એ વાતાવરણ વડે ખરડાઈ જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy