________________
.
ઉમર
૩૫ર
પ્રશમરતિ વિવેચન સહિત - બીજો દાખલે વિચારણીય છે–
यदत्तुरगः सत्स्वप्याभरणविभूषणेष्वनभिषक्तः ।
तद्वदुपग्रहवानपि न सङ्गमुपयाति निग्रंथः ॥१४१॥ અર્થજેમ ઘેડ પિતાના ઘરેણું-આભૂષણે ઉપર જરાએ રાગ કરતું નથી અને તેનાથી અલિપ્ત રહી શકે છે, તેવી રીતે અનેક ઉપકરણેયુક્ત સાધુ હોય તે પણ તે સબતની અસર પામતે નથી, કારણ કે તે નિગ્રંથ છે, પરિગ્રહની ગાંઠથી મુક્ત છે. (૧૪૧)
વિવરણ–હવે આ ૧૪૧મા કલેકમાં સાધુ સાધક જે ગ્રંથિ વગરના હોય તે નિર્લેપ રહી શકે છે તેને બીજે વ્યવહારુ દાખલે આપે છે. આ દાખલાથી સાધક ધર્મ નિમિત્તે કાંઈ ઉપકરણ રાખે કે આહારપાણી લે તેમાં તેના નિગ્રંથપણને વાંધો આવતે નથી, કારણ કે ઉપકરણ ઉપર એને મૂછ નથી, રાગ નથી, આકર્ષણ નથી, તે તે માત્ર સંયમના નિર્વડનને અંગે રાખવામાં આવેલ હોય છે. એટલે, એને કઈ પ્રકારને દોષ લાગતો નથી.
" તુરગઘેડે, અશ્વ, ઘેડાનું આ દૃષ્ટાંત ખાસ વિચારવા જેવું છે. એના ઉપર સોનાને કે રૂપાને સામાન નાખવામાં આવે, એને ગળામાં હાંસડી પહેરાવવામાં આવે અથવા એની આજુબાજુ ચામર વીંજાય કે માથે છત્ર ધારણ કરાવવામાં આવે કે બીજા આભૂષણે એને પહેરાવવામાં આવે તેનું ઘડાને મનમાં કાંઈ થતું નથી. એ જાણે છે કે આ તે થોડા વખતને અને પારકે મામલે છે, પા છે હતું તે થઈ જનાર છું. તે વખતે ઘરેણું કે આભૂષણ પર પિતાપણું થોડા વખત માટે પણ એ ઘોડે ધારતે નથી અને તેમનામય થતું નથી. તે ઘરેણાં કે આભૂષણેને પિતાનાં ધારતું નથી, તેમના ઉપર પ્રેમ કરતું નથી, તેમને પિતાનાં માનતો નથી. - સારા વખતે ઘોડા ઉપર રૂપાને કે સેનાને સામાન તૈયાર કરી પીઠ પર તથા ગળા પર લગાડવાને રિવાજ છે. ઘેડો એમાં આસકિત ધરતે નથી, એ સામાન કે આભૂષણને પિતાનાં માનતે નથી, તે પર મૂછ કે પ્રેમ ધારણ કરતું નથી, અને તે પારકાં છે અને થોડા વખત માટેના અને પારકી શોભા સારું છે એમ માની તેમાં આસક્તિ કરતું નથી.
અનભિષત–અમૂર્શિત. એ ઘરેણાં પિતાનાં છે એમ ધારી તેમના ઉપર આસક્તિ રાખતું નથી, તે પિતાનું મહત્વ વધારનાર છે એમ ઘેડો માનતું નથી, અને હોય ત્યારે પિતે તેમને ધણી છે એમ આભૂષણેને અંગે કદી ધારતું નથી અને તે ઉપર પિતાની સત્તા ચલાવવાને વિચાર કરતું નથી. મૂછ ન હેવાને પરિણામે તે તન્મય થઈ જતું નથી.
ઉપગ્રહવાન–સાધક વસ્ત્ર, પાત્ર, શય્યાદિ રાખે ત્યારે પણ તન્મય થઈ જતે નથી, તેમની ઉપર મૂર્છા રાખતા નથી, તે પિતાનાં છે એમ માનતું નથી અને તેમના વિગે પિતાને કોઈ જાતની હાનિ થઈ શકે છે એમ તેના મન ઉપર આવતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org