________________
સુખ
૩૩પ જાય એમાં પણ સરવાળે ગેરલાભ છે. તેથી આ કવિરુદ્ધ અને ધર્મ વિરુદ્ધ કોઈ પણ કાર્ય ન કરવા અથવા તેવા વર્તનને તજવાને અત્ર ઉપદેશ છે.
આ વાતમાં જરા પણ ગેરસમજૂતી થવી ન જોઈએ. સાધુઓને પહેરવેશ અને ખાવાપીવાના નિયમો પણ લેકવિરુદ્ધ છે, તેને ત્યાગ કરવાની અત્ર વાત નથી કરતા, પણ સામાન્ય રીતે સૂતકાદિના વિચારમાં લેકને અનુસરવાની વાત કરી છે, તે સમજીને આચરવા યોગ્ય છે. આ હકીક્ત પર હજુ એક શ્લોક આવવાને છે, તેને અને આ લેકને ઊંડો ભાવ સમજો. ન સમજાય તેણે ગુરુમહારાજને આશ્રય કરીને સમજો. (૧૩૧) - ધર્માવિરુદ્ધ-લોકસંમત આચરણ કરવું
देहो नासाधनको लोकाधीनानि साधनान्यस्य ।
सद्धर्मानुपरोधात् तस्माल्लोकोऽभिगमनीयः ॥१३२॥ અથ–શરીર ધર્મનું સાધન રૂપે કારણ નથી એમ નથી અને લોકોના તાબામાં ચારિત્રનાં સર્વ સાધને છે, તેથી વિશુદ્ધ ધર્મને વિરોધ ન થાય એ રીતે લોકોને અનુસરવું. (૧૩૨)
વિવેચન : દેહ-શરીર એ ધર્મનું સાધન નથી એમ નથી, ખરેખરું ધર્મનું સાધન તે શરીર જ છે. અન્યત્ર શાસ્ત્રકાર કહે છે કે શરીરમાં હિન્દુ ધર્મસાધનમ્ એટલે શરીર ધર્મનું સર્વથી પ્રથમ સાધન હોવાથી, તેને ઉપેક્ષવું નહિ, પણ તેની સંભાળ લેવી. કેઈ એમ ધારતા હોય કે હમેશાં તપસ્યા કરવી, તે વાત ખેટી છે. શરીરને પિછી તેની પાસેથી કામ લેવું અને તે જરૂરી કામ આપે તે માટે તેને પિષવું અને તેની પાસેથી ભાડું લેવું. તેટલા માટે પ્રથમ વાકયમાં બેવડે નકાર વાપર્યો છે– શરીર સાધનભૂત નથી એમ નથી.” એટલે, શરીર સાધન છે અને તે ધર્મનું સાધન છે; તે ધર્મની બાધા ન થાય એ રીતે શરીર પણ પાળવા પિષવા યોગ્ય છે એમ સમજવું. એટલે શરીરને પંપાળવું નહિ, શરીર પર પિતાપણાની બુદ્ધિ ન રાખવી, પણ એ ધર્મ સાધન છે અને એના વગર તે ચાલે તેવું નથી તેથી તેની પણ જરૂરી આસનવાસના ધર્મથી અવિરોધપણે કરવી. શરીરને સુખાળવું ન બનાવવું, પણ જેમ ભાડાના ઘરમાં પણ આપણે રહીએ છીએ તેમ શરીરને પિષણનું ભાડું આપી તેનાથી કામ લેવું અને ભાડું બરાબર વસૂલ કરવું. શરીર ધર્મ સાધનભૂત હોવાથી તેને ઉપેક્ષવું નહિ.
લોકાધીન સાધના–આહાર, વસતી અને ઉપાધી માટે લોકો પર આધાર રાખી વાને છે, એ ગૃહસ્થ આપે ત્યારે મળે છે, તેથી લેકવિરુદ્ધ કઈ કામ ન કરવું. તેથી નીચ દારૂડિયાને પ્રસંગ કે પરસ્ત્રીલંપટપણું કે અપ્રમાણિકપણું આવે એવું કોઈ પણ કામ ન કરવું. પરંતુ તેમાં એક વાતનું ધ્યાન રાખવું--કોઈ કામ સધર્મથી વિરુદ્ધ હોય કે
Jain Education International
.
For Private & Personal Use Only
www.jainelibrary.org